Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 44
________________ દુર્લભ બનશે-એવી ચિંતા કદી થઈ છે ? આજે આટલો ય નિયમ લેવો છે કે- ધર્મસ્થાનમાં તો ગુસ્સો નથી કરવો, પૂજાનાં અને સામાયિકનાં કપડાંમાં તો ગુસ્સો નથી જ કરવો ?” ગુસ્સાનો સ્વભાવ હોય તોય તે બદલી શકાય એવો છે. મનમાં ગુસ્સો આવ્યા પછી પણ હાથ ન ઉપાડીએ, પગ ન પછાડીએ, મોટું ન ખોલીએ તો ય બચવાની તક છે. અગ્નિ ગમે તેટલો ભૂંડો હોય તો ય સળગાવ્યો ન હોય તો ચિંતા નહિ ને ? અગ્નિનો કણિયો ય બાળે, પણ દિવાસળીની પેટી ખીસામાં હોય તો ચિંતા ખરી ? તેમ ગુસ્સાને પણ પ્રગટ ન કરીએ, ગુસ્સાને ભૂંડો માની તેનું કાર્ય ન થવા દઈએ અને તેની ભયંકરતા ચિંતવ્યા કરીએ તો મનમાં રહેલો ગુસ્સો આજે નહિ તો કાલે શમ્યા વગર નહિ રહે. * કોધ એ એવો ભયંકર દોષ છે કે જે આપણા પોતાના અકલ્યાણ સાથે બીજાના પણ અકલ્યાણને નોતરી લાવે છે. તેના કારણે આપણી સાથે રહેનારા પણ આપણી હાજરીને ન ઈચ્છે-એટલી નીચી હદ સુધી પહોંચાડવાનું કામ આ ક્રોધ કરે છે. * હિત માટેનો ગુસ્સો હોય ત્યાં સુધી વાંધો નહિ પણ આપણે સ્વાર્થ ઘવાવાના કારણે કરેલો ગુસ્સો ન ચાલે. પરંતુ ક્યો ગુસ્સો હિત માટેનો અને કયો ગુસ્સો સ્વાર્થ માટેનો એનો ભેદ પ્રમાણિકપણે સમજવો પડે. સામાનું અહિત ન થાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66