Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 48
________________ રહી ગયાનું જેટલું દુ:ખ થાય તેટલું દુ:ખ વિધિ ન સાચવ્યાનું થાય ખરું ? પૂજા કે પ્રતિક્રમણ રહી જાય તો ચેન ન પડેએવા મળી આવે પણ પ્રતિક્રમણ વિધિ મુજબ ન થયું હોય, ઉપયોગપૂર્વક ન થયું હોય, પૂજા કરતી વખતે ભગવાનની આજ્ઞા ન પળાઈ હોય તેના કારણે ચેન ન પડે-એવા કેટલા મળે ? બધું થતું નથી એનું દુ:ખ ધરવા પહેલાં જે કરીએ છીએ તે બરાબર નથી કરતા-એનું દુ:ખ ધરતાં શીખવું છે. ભગવાનની આજ્ઞા બધી ન પાળીએ પણ જે પાળીએ તે જેવી-તેવી પાળીએ છતાં કર્યાનો સંતોષ-આનંદ માનીએતે ચાલે ? * બીજા બધા વગર ચાલશે પણ ધર્મ વગર નહિ ચાલે : એવું લાગશે ત્યારે ધર્મ કરવામાં મજા આવશે. ખાધા વગર ચાલે એવું નથી-એ માન્યું છે તો તે માટે પુરુષાર્થ કેવો છે ? ખાવા ન મળે તો ચિંતા થાય એટલું જ નહિ, ન ખવાય કે ખાવાની રુચિ મરી જાય તોય ચિંતા થાય ને ? એ રુચિ પેદા કરવા કેટલી મહેનત કરો ? દવા લઈ, પેટ સાફ કરી પરાણે થોડું થોડું ખાધા વગર ન રહો ને ? એવી મહેનત ધર્મ માટે ક્યારે કરી ? દુનિયાના ક્ષેત્રમાં શક્તિ ન હોય તો શક્તિ ખીલવીને, મન ન હોય તો મન કેળવીને, જ્ઞાન ન હોય તો જ્ઞાન મેળવીને કામ કરનારા અહીં ધર્મના ક્ષેત્રમાં જ કેમ શક્તિ નથી, ઉલ્લાસ નથી, ખબર નથી પડતી-એમ કહીને Jain Education International ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66