Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 47
________________ લગલ આવે તે ધર્મનો આનંદ અને પૂરું થયાનો આનંદ થાય તે અધર્મનો આનંદ. અત્યાર સુધી અધર્મના આનંદમાં જ લગભગ જિંદગી વિતાવી છે ને ? હવે થોડીઘણી જિંદગી બચી છે-એમાં અધર્મનો આનંદ મરી જાય એવું કરવું છે. એક વાર અધર્મનો આનંદ ઓસરે તો ધર્મમાં આનંદ આવતાં વાર નહિ લાગે. * ધર્મ યથાશક્તિ કરવો એટલે શક્તિને ઓળંગીને ન કરવો. શક્તિને ઓળંગવાનો વખત ક્યારે આવે ? પહેલાં જેટલી શક્તિ હોય તેટલી તો ખરચવી પડે ને ? હોય એટલીય શક્તિન વાપરવી-તેનું નામ યથાશક્તિનથી. શક્તિ ઉપરાંત ન કરવું, પણ જેટલી શક્તિ હોય તેટલી વાપર્યા વગર ન રહેવું તેનું નામ યથાશક્તિ. * ધર્મ યથાશક્તિ (શક્તિ મુજબ) કરવો-તેની ના નહિ, પણ યથારુચિ(ઈચ્છા મુજબ) ન કરાય. શક્તિ ગોપવીને ધર્મ કરીએ તો વર્યાન્તરાયકર્મ બંધાય અને ઈચ્છા મુજબ ધર્મ કરવાથી ચારિત્રમોહનીયર્મ બંધાય. જે શક્તિ ગોપવે તેને શક્તિ ન મળે અને જે ઈચ્છા મુજબ ધર્મ કરે તેને ધર્મ ન મળે. * આજે તમને ધર્મક્રિયા કરવાનો જેટલો આગ્રહ છે એટલો આગ્રહ વિધિ મુજબ ધર્મ કરવાનો છે ખરો ? ધર્મ ક્યનો સંતોષ થાય, પણ વિધિ રહી ગયાનું દુઃખ થાય ? ધર્મક્રિયા તતતતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66