Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ તેઓ મહાત્મા થઈ પરમાત્મા બની શક્યા. ક લોકોમાં માન મેળવવું છે, વટ પાડવો છે માટે પૈસા ખરચવા એ સંપત્તિનું પ્રદર્શન અને ધનની મમતા ઉતારવા માટે પૈસા ખરચવા તે સંપત્તિનો સદુપયોગ. * જેમાં આપ્યા પછી પાછું મેળવવાની ભાવના ન હોય તેમ જ માન મેળવવાની પણ ભાવના ન હોય તે જ સાચું દાન કહેવાય. જે પૈસાને કચરાજેવો તુચ્છ માને તે જ સાચું દાન કરી શકે. ક્યરો નાખતી વખતે પાછો મેળવવાની કે માન મેળવવાની ભાવના હોય છે ? પૈસાને કીમતી માનનાર ઉદારતાપૂર્વક દાન ન આપી શકે. * દાન આપ્યા પછી પ્રગટ કરવાથી દાનનું ફળ નાશ પામે છે. નામ માટે કે માન માટે પૈસો આપવો-એ દાનધર્મ નથી, સોદો છે. નામ માટે દાન આપનારનું દાનનું પુણ્ય તો, નામનું પાટિયું મરાતાંની સાથે કે નામ જાહેર થતાંની સાથે જ પૂરું થાય છે. દાન તો આ ચાર ગતિમય સંસારથી છૂટીને મોક્ષે જવા માટે આપવાનું છે; દેવલોકનાં સુખો મેળવવા, સંસારમાં સુખી થવા કે દાનેશ્વરી-ધમ કહેવડાવવા માટે નથી આપવાનું. * અનાદરપૂર્વક આપવું, વિલમ્બે આપવું, વિમુખ થઈને મોટું બગાડીને આપવું, વિપરીત એટલે કે કડવાં વચનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66