Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 35
________________ નમોડસ્ બોલો ને ? તો ભગવાન પાસે આચાર્ય, ઉપાધ્યાય, સાધુભગવંતને યાદ કરીને તેમને નમસ્કાર શા. માટે કરવાનો-એનો વિચાર કર્યો ? ભગવાન પાસે સાધુ થવા માટે જવાનું છે માટે જ ભગવાનની સામે પણ સાધુભગવંતને યાદ કરીને નમસ્કાર કરવાનું કહ્યું. જેને દેરાસરમાં જઈને સાધુપણું યાદ ન આવે તેને ભગવાનનાં દર્શન ફળે નહિ. ગૃહસ્થપણાની જે ક્રિયામાં સાધુપણું યાદન આવે તે બધી ક્રિયા નકામી ગઈ-એમ સમજવું. * શાલિભદ્રજીના જીવે પૂર્વભવમાં અપૂર્વ ઉલ્લાસથી સુપાત્રદાન આપ્યું હતું એના કારણે શાલિભદ્રજીના ભાવમાં નવ્વાણું પેટી પણ પામ્યા અને એક ભવના આંતરે મોક્ષ પણ પામ્યા. તમને શું ગમે ? રિદ્ધિ કે સિદ્ધિ(મોક્ષ)? સુપાત્ર દાનથી રિદ્ધિ મળે એ તમને યાદ રહે કે સુપાત્રદાનથી સિદ્ધિ મળે એ યાદ રહે ? તમને શાલિભદ્રજીની ઋદ્ધિ જોઈએ કે શાલિભદ્રજીની સિદ્ધિ ? તમારી નજર તેમની ઋદ્ધિ ઉપર છે કે સિદ્ધિ ઉપર ? તેમની ઋદ્ધિ ઉપર પણ નજર નાંખતાં આવડે તોય ઠેકાણું પડે એવું છે. રાજઋદ્ધિને ટપી જાય - એવી ઋદ્ધિને આપનાર પોતાના પુણ્યમાં કચાશ લાગી તો એ પુણ્ય પૂરું કરવા બેઠા કે જે હતું તે પણ છોડીને ચાલી નીકળ્યા ? શાલિભદ્રજીને પુષ્ય ઓછું પડ્યું એનું દુઃખ ન હતું, આરાધના ઓછી કરી તેનું દુઃખ હતું. આથી જ પુણ્ય 30 પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66