Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 39
________________ બધા જીવોની રક્ષા માટે તત્પર બનેલા સાધુભગવંતોને દુઃખ વેઠવાનો ઉપદેશ આપ્યો છે. બીજાના દુઃખે દુઃખી થાય તે જ સંસાર છોડી શકે. બીજાને દુઃખ આપીને પણ સુખ મેળવવાની લાલચ હોય તેવાઓ સંસાર છોડી ન શકે અને મોક્ષમાર્ગે વળી ન શકે. * મહાપુરુષો પુણ્યયોગે મળેલી સંપત્તિ ચાલી ગયા પછી પણ રોવા નથી બેઠા, તો આપણે પાપ કરીને ભેગી કરેલી સંપત્તિ ચાલી ગયા પછી રોવા બેસીએ-એ ચાલે ? * કર્મ નડે છે એના કરતાં પણ આપણો સ્વભાવ આપણને વધુ નડે છે. સ્વભાવ સુધારીએ તો ગમે તેવા કર્મોયને પહોંચી વળાય. સ્વભાવ ન સુધારે તેને સામાન્ય કર્મોદય પણ નડ્યા વગર ન રહે. * બીજાના દુઃખે દુઃખી થવાના બદલે રાજી થાય અને બીજાના સુખે રાજી થવાના બદલે દુઃખી થાય-આવી વિષમ પરિસ્થિતિ ઈષ્ય-અસૂયાના કારણે સર્જાય છે. આ ઈષ્ય ભલભલાનો પીછો છોડતી નથી, માટે તેનાથી સાવધ રહેવું. બીજાના દુઃખે દુઃખી ન થઈ શકાય તોય બીજાના સુખે દુઃખી થવાનો સ્વભાવ વહેલી તકે સુધારી લેવો. * સાચી રીતે સુપાત્રભક્તિ કરતાં આવડે તો, સંસારનાં સુખો મળે એટલું જ નહિ પણ એ સુખો મજેથી છોડી શકાય ક ૩૪ SSS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66