Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 23
________________ પણ કાંડામાં જોર નથી. બીજાના હૈયાને હચમચાવી મૂકનારા પોતાના હૈયાને હલાવી ય ન શકે તો એ શું કામનું ? મહાપુરુષો અનેકના તારણહાર બનતા પણ પોતાના આત્માને તારવાનું ચૂકતા નહિ. તેમનું મન વધારે કામ કરતું અને વચન(વાણી)નો ઉપયોગ તેઓ ઓછો કરતા. આપણું મન તો લગભગ કામ કરતું નથી અને વચન કામ કર્યા વગર રહેતું નથી, એટલે જ ઠેકાણું પડતું નથી. * આ સંસારમાં આપણે આપણા આ મનુષ્યભવની પૂર્વના અને પછીના ભવોનો વિચાર જ કરતા નથી. જો આપણા ભૂતકાળના અને ભવિષ્યના ભવો વિશે સમજપૂર્વક વિચાર કરવામાં આવે તો ‘મારે મોક્ષે જ જવું છે, મોક્ષ સિવાય મારે કાંઈ જોઈએ જ નહિ, આ સંસારમાં ચારે ગતિમાં હવે રખડવું નથી. આ સંસારને છોડીને મોક્ષે જવા માટે જે કાંઈ દુ:ખ વેઠવું પડે તે વેઠી લઈને પણ મારે મોક્ષ મેળવવો જ છે.’ આવું થયા વિના ન રહે. જો આવું થાય તો સંસારમાં કોઈ સુખની ઈચ્છા રહે નહિ ને સંસારના સુખથી આઘા ને આઘા રહેવાનું મન થાય. પરંતુ આ રીતે પોતાની જાતનો વિચાર કરવાની ફુરસદ જ ક્યાં છે ? * કેટલો પૈસો મળે તો જન્મ, જરા(વૃદ્ધાવસ્થા) અને મરણનું દુઃખ ટાળી શકાય ? અને આ દુ:ખ ન ટળે તો સુખ ક્યાંથી મળે ? જે પૈસામાં આ સંસારના જન્માદિનાં દુ:ખોને Jain Education International ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66