Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 22
________________ આજ્ઞાનું લક્ષ્ય હોય. તેના કારણે જ તેનો થોડો પણ ધર્મ તેને આ સંસારથી ખસેડી મોક્ષની નજીક લઈ જનારો બને છે. * આપણી ઈચ્છા મુજબ જીવવાના કારણે કદાચ સુખ મળશે પણ તેમાં આપણું કલ્યાણ નહિ થાય જ્યારે ભગવાનની આજ્ઞા મુજબ જીવવામાં સુખ ન લાગે તો ય તેમાં આપણું કલ્યાણ ચોક્કસ સમાયેલું છે. ઈચ્છામાં સુખ ભલે લાગતું હોય પણ કલ્યાણ તો આજ્ઞામાં જ છે. આપણને સુખની ઈચ્છા છે કે કલ્યાણની ? સુખ એ કલ્યાણનું કારણ નથી જ્યારે કલ્યાણ સાચા સુખનું કારણ છે. આપણે સુખની આશાથી સંસારમાં રહ્યા છીએ જ્યારે ભગવાને આપણા કલ્યાણની ચિંતા કરીને આ સંસારમાંથી ભાગી છૂટીને મોક્ષે જવા માટે ધર્મ બતાવ્યો. આપણે શું કરવું છે ? સુખની આશાથી સંસારમાં જ ભટકવું છે કે આ લોક અને પરલોક : બન્ને લોકમાં કલ્યાણ કરે એવા ધર્મમાર્ગે વળવું છે ? * ધર્મ, બીજાને ઉપદેશ આપવા માટે નથી, આપણી જાતને સમજાવવા માટે છે. વ્યાખ્યાનમાં સાંભળેલી કઈ વાત કોને લાગુ પડે છે એ વિચારવાના બદલે કઈ વાત મને લાગુ પડે છે-એ વિચારવાની જરૂર છે. વ્યાખ્યાનની વાત બીજાને સમજાવી શકે અને પોતાની જાતને ન સમજાવી શકે તો તેનો શો ફાયદો ? આપણી જીભમાં અને માથામાં જોર ઘણું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66