Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 20
________________ લાગશે તે દિવસે ભગવાનનાં દર્શનમાં ભાવ આવશે. જે ભગવાનનું દર્શન કરે તેનો સંસાર લાંબો ન હોય. પરમાત્મા સંસારથી તારે છે એમ માનીને દર્શન કરે તેણે પરમાત્માનાં દર્શન ક્યાં કહેવાય. પરમાત્મા સુખ આપે છે એમ માનીને દર્શન કરે તેણે તો સુખ આપનારનાં દર્શન કર્યા કહેવાય, પરમાત્માનાં નહિ. * જે પોતાના પુણ્ય કરતાં અધિક અપેક્ષા રાખે તેને અસમાધિ થયા વગર ન રહે. જે પોતાના પુણ્યથી અધિક ન ઈચ્છે તે સમાધિમાં આવે અને જે પોતાના પુણ્યમાં જેટલું હોય તેની પણ અપેક્ષા ન રાખે તે પરમસમાધિમાં ઝીલતો હોય. * સંસારનાં સુખો દુઃખથી મિશ્રિત(યુક્ત) છે એવું જાણ્યા પછી ડાહ્યો માણસ એ સુખ છોડી દેવા મહેનત કરે કે એ સુખમાંથી દુઃખ કાઢવા મહેનત કરે ? નાના છોકરાને પણ એટલી ખબર પડે છે કે ધૂળભેગી થયેલી પીપરમીટ મોઢામાં ન મુકાય. આપણામાં એટલી ય સમજ નથી રહી માટે જ દુ:ખથી સડેલાં સુખોની પાછળ દોડીએ છીએ ને ? * આજે ધર્મ પરિણામ ન પામતો હોય તો તે સરળતાના અભાવે. નાના છોકરાને પાપ કરીએ તો દુઃખી થઈએ, રાત્રે ખાઈએ તો નરકમાં જઈએ, કાગડા થઈએ..' વગેરે સમજાવીએ તો તે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર સ્વીકારી લે છે, કારણ કે તેનામાં સરળતા છે. જ્યારે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66