Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 21
________________ જ વાત મોટાઓને કહીએ તો દલીલ કરે કે ‘જેટલા રાત્રે ખાય તે બધા નરકમાં જાય ? આ જૈનેતરો બધા જ નરકમાં જવાના ?’... આવી વક્રતાના કારણે આજે ધર્મ પરિણામ પામતો નથી. નાના બાળકોના જેવી સરળતા જ્યારે આવશે ત્યારે ધર્મ હૈયામાં પરિણમશે. * ‘સહન થતું નથી’ એ બોલવા કરતાં ‘સહન કરવું છે’ એવું નક્કી કરી લઈએ તો સમતા અને સહનશીલતા આવ્યા વગર ન રહે. દુ:ખ કેટલું પડે છે એ જોવા કરતાં પાપ કેટલું કર્યું છે-એનો વિચાર કરીએ તો સહનશક્તિ ખીલે. * જેઓ મોક્ષે જવા નીકળ્યા હોય તેઓ હંમેશાં ઉપર ચઢનારના દાખલા લે, નીચે ઊતરનારના નહિ. કોઈને સુખ ભોગવતો જોઈને સુખ ભોગવવાનું મન થાય પણ કોઈને આરાધના કરતો જોઈને આરાધના કરવાનું મન થાય ? ધર્મ કરતી વખતે પણ કોઈને બેઠાં બેઠાં ક્રિયા કરતો જોઈને બેસવાનું મન થાય, પણ કોઈને ઊભાં ઊભાં એકાગ્રચિત્તે ક્રિયા કરતો જોઈને ઊભા થવાનું મન થાય ? આપણી પ્રવૃત્તિ આપણા મનનો ઢાળ કઈ તરફ છે-તે જણાવે છે. જેને મોક્ષે જવાની ઈચ્છા મંદ હોય તે નબળાં આલંબનો લે, જેની મોક્ષની ઈચ્છા ઉત્કટ હોય તે તો સારાં આલંબનો જ લે. * વેપારી માણસને ક્ષણે ક્ષણે જેમ પૈસાનું લક્ષ્ય હોય તેમ નાનો કે મોટો ધર્મ કરનાર ધર્માત્માને ક્ષણે ક્ષણે ભગવાનની Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66