Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 24
________________ ટાળવાની અને સુખ આપવાની તાકાત નથી, એવા પૈસા ઉપર રાગ કેવો? જે આ રીતે વિચારી પૈસા ઉપરના રાગને દૂર કરવા તૈયાર થયો હોય તે જ પૈસાનો સદુપયોગ પણ કરી શકે અને ત્યાગ પણ કરી શકે. *મૃત્યુને નજર સામે રાખીને જીવે તેને સંસારના સુખમાં આનંદ ન આવે. પારધીની જાળમાં રહેલાં હરણનાં બચ્ચાંને સુમધુર સંગીત સાંભળવામાં આનંદ આવે ખરો ? * આ ભવમાં આપણે દીક્ષા ન લીધી તો આપણું મનુષ્યપણું એળે ગયું-એવું તમને લાગે છે ? જો આવું લાગે તો જ સાધુભગવંત પ્રત્યે બહુમાન જાગે. આજે સાધુ-સાધ્વી ભગવંત પ્રત્યે બહુમાન ન જાગતું હોય કે તેમની પ્રત્યેના બહુમાનમાં જે કાંઈ ઊણપ આવતી હોય તે આ ભાવનાની ખામીને કારણે જ. * રોજ દેરાસરમાં શ્રી વીતરાગપરમાત્માને અને ઉપાશ્રયમાં પૂ. સાધુભગવંતોને જોવાના એટલા માટે કે તેમને જોવાથી આ સંસારનું સુખ ભુલાઈ જાય, આપણા સંસારના સુખના રાગ ઉપર ઘા પડે અને એને ઘસારો લાગ્યા કરે. આપણા ભગવાન અને આપણા ગુરુ કેવા ? સંસારનાં સુખ ભુલાવે એવા દુ:ખને ગમાવે એવા! પાપને છોડાવે એવા! સાધુ બનાવે એવા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66