________________
દુ:ખ વેઠવા તૈયાર થઈ જશે. આજે ધર્મને ઉપાદેય (સારો) માનનારા પણ ધર્મ કરવામાં પાછા પડતા હોય તો તે મોટેભાગે મનની નબળાઈના કારણે પાછા પડે છે, શરીરની અશક્તિના કારણે નહિ. જેની પાસે સત્ત્વ(મનની શક્તિ) હોય તેને શક્તિ ઓછી ન પડે.
* સાધુભગવંતની દેશના સંસાર પ્રત્યે, સુખ પ્રત્યે રાગ વધે એવી ન હોય. સંસારના સુખની ઈચ્છા મરી જાય, સંસાર ઉપર નિર્વેદ(કંટાળો) આવે એવી દેશના સાધુભગવંત આપે. ગમે તેવો સુખનો લાલચુ પણ સાંભળે તોય એક વાર તો સંસારના સુખ ઉપરથી નજર ખસી જાય એવી દેશના સાધુભગવંતની હોય. જે સાધુઓ પોતાની પાસે આવેલા જીવોની નજર સુખ ઉપરથી ખસે એવો ઉપદેશ આપવાને બદલે એ સુખનો રસ પોષાય એવો ઉપદેશ આપે તે ભગવાનના સાધુ નથી. તેવાઓ તો માત્ર વેષ(સાધુના કપડા)ને ધારણ કરીને લોકોને ભરમાવનારા ઠગારા છે.
* વ્યાખ્યાન સાંભળીને જાઓ ત્યારે તમે શું સાંભળ્યું-એ કહી શકો ખરા ? નાના છોકરાઓ સિનેમા જોઈને આવે તો ત્રણ ક્લાક જોયેલા સિનેમાની અડધો ક્લાક કોમેન્ટ્રી આપે. આજે તમે કલાક-દોઢ કલાક સાંભળેલું વ્યાખ્યાન દસ મિનિટ પણ કહી શકો ખરા ? જો ન કહી શકો તો તમે સાંભળવા આવો છો–એમ કઈ રીતે મનાય ?
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org