Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ આશા મૂકીને દુ:ખ ભોગવવા તૈયાર થવું, એ સમાધિ મેળવવાનો ઉપાય છે. ‘જે સુખ નથી મળ્યું તે જોઈતું નથી, જે મળ્યું છે તેય જાય તો પરવા નથી અને દુ:ખ ગમે તેટલું આવે તોય ચિંતા નથી. ભગવાનનું શાસન મળ્યું છે, ગમે તેવા સંયોગોમાં જીવતાં આવડે છે. મારા ભગવાને સુખ છોડ્યું ને દુ:ખ સામેથી ઊભું કરીને ભોગવ્યું; મારા ગુરુ પણ સંસારનાં સ્વાધીન સુખોને છોડીને પોતાની ઈચ્છાથી દુ:ખ ઊભું કરી-કરીને વેઠે છે. હું તેમની જેમ સુખ છોડી ન શકું ને દુ:ખ ઊભું કરીને ન વેઠું-એ બને પણ સુખ ચાલ્યું જાય અને દુ:ખ આવે તો રોવા બેસું-એ કેમ ચાલે ?’... આવા વિચારો કરીએ તો સમાધિ આપણી હથેળીમાં જ છે. * જે બીજાના અનુભવથી સુધરે તે નસીબદાર, જે પોતાના અનુભવથી સુધરે તે કમનસીબ અને જે પોતાના અનુભવે પણ ન સુધરે તે મહામૂર્ખ. * માત્ર પ્રવૃત્તિ બદલવાથી ધર્મ ન આવે, હૈયું બદલાય તો ધર્મ આવે. ધર્મક્રિયાઓ કરવાથી કદાચ ધર્મી કહેવાઈશું પણ ધર્મી બનવું હશે તો હૈયું સુધારવું પડશે. હૈયામાં સુખ ભોગવવાની ઈચ્છા ઠાંસી-ઠાંસીને ભરી મૂકેલી હોય તો હૈયામાં ધર્મ પેસે ક્યાંથી ? * દુ:ખ ટાળવાની અને સુખ ભોગવવાની લાલચમાંથી બધાં પાપસ્થાનકો ઊભાં થાય છે. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66