Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ આત્માના ગુણો પ્રગટે છે, ધર્મથી સંસાર જાય છે અને મોક્ષ મળે છે, ધર્મથી દુઃખનો દ્વેષ જાય છે અને સુખ પ્રત્યે વિરાગ જાગે છે. એમ માનવું, એ સાચી શ્રદ્ધા છે. * સાધુપણાનો બધો ધર્મ કેવળજ્ઞાન પામવા માટે છે તેમ શ્રાવપણાનો બધો ધર્મ સાધુપણું પામવા માટે કરવાનો છે. શ્રાવકને દરેક ધર્મક્રિયા કરતી વખતે એક જ ભાવ હોય કે ક્યારે આ સંસારને છોડીને સાધુ થઉં ?' તમે જે થોડોઘણો ધર્મ કરો છો તે સાધુ થવા માટે કરો છો કે સંસારમાં સેટ થવા માટે કરો છો ? * સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે માટે ભગવાને શ્રાવકધર્મ બતાવ્યો છે-એવું નથી. જેઓ સંસારનો ત્યાગ કરી સાધુ થઈ શકતા નથી તેવાઓ અધર્મ કરીને સંસારમાં રખડી ન પડે તે માટે ગૃહસ્થપણામાં થોડોઘણો ધર્મ બતાવ્યો. ગૃહસ્થપણામાં ધર્મ અને અધર્મ બન્ને સાથે હોય, એકલો ધર્મ તો સાધુપણામાં જ હોય. જેને સાધુ થવું ન હોય તેના માટે શ્રાવકધર્મ નથી, જે સાધુ થઈ શકતા ન હોય તેના માટે શ્રાવકધર્મ છે. તમે સંસારમાં રહ્યા છો તે સાધુ થવું નથી માટે રહ્યા છો કે સાધુ થઈ શકતું નથી-માટે રહ્યા છો ? * ધર્મ દુઃખ ટાળવા માટે નથી કરવાનો, પાપ ટાળવા માટે કરવાનો છે. પાપ કરવાના અવસરે આઘોપાછો થાય, પણ પાપનું ફળ(દુઃખ) ભોગવવાના અવસરે આનાકાની ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66