Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 9
________________ માટે પ્રયત્ન કરવો છે... આટલું જ નક્કી થાય તો આ ઘડીએ સંસાર છોડવાનું મન થયા વિના ન રહે. * સંસારના સુખની આસક્તિ(લાલસા) માણસને ધર્મથી દૂર ખસેડે છે. * સર્વ જીવો પ્રત્યે મૈત્રીના બદલે તિરસ્કારનો ભાવ હોય, દીનદુઃખી કે હિનગુણી પ્રત્યે કરુણાના બદલે નઠોરતા હોય, ગુણીજન પ્રત્યે પ્રમોદને બદલે ઈષ્ય જાગે અને અયોગ્યપાપી જીવોની ઉપેક્ષા કરવાના બદલે તેમના પ્રત્યે દ્વેષ જાગે: તો એ આપણા હૈયામાં ધર્મના અભાવને સૂચવે છે. * ગૃહસ્થપણાના ધર્મની શરૂઆત ઉદારતાપૂર્વકના દાનથી થાય છે અને પૂર્ણાહુતિ સર્વવિરતિ(સાધુપણા)ની પ્રામિથી થાય છે. * લાખો કે કરોડોના ખરચે બંધાવેલા પણ જે બંગલામાં દેવને સ્થાન ન હોય, સુપાત્ર(સાધુ-સાધ્વી)ને દાન ન હોય અને દીનદુઃખી-અતિથિનું ઉચિત સન્માન ન હોય તે ઘર ભોગીનું કહેવાય, ધમનું નહિ. * પહેલાના કાળમાં શ્રીમંતોના ઘરની આસપાસ યાચકો (ભિખારી) ફરતા, અને એ તેમનું ભૂષણ મનાતું. આજે તો આ શ્રીમંતોના ઘરની બહાર કૂતરાં બાંધેલાં હોય ને બે ચોકીદાર રાખેલા હોય ! પૈસાથી શ્રીમંત બનેલા પણ હૈયાના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66