Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ * પરપીડાજેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી અને પરપીડાના ત્યાગસ્વરૂપ સાધુપણા જેવો આ દુનિયામાં કોઈ ધર્મ નથી. આપણા ઘરમાં જે જે લોકો જન્મ્યા છે, આવ્યા છે તે આપણું મોઢું જોઈને નથી આવ્યા; તેમના કર્મના યોગે અજાણપણે આપણે ત્યાં આવી ગયા છે. આ રીતે અજ્ઞાનપણે બીજી બીજી ગતિમાંથી એક ઘરમાં ઉત્પન્ન થયેલા લોકોને અજ્ઞાનને વશ પડેલો જીવ ‘આ મારા છે, મારા હિતને કરનારા છે.’ એવું માને છે, તેમના પોષણ માટે અઢારે પ્રકારનાં પાપસ્થાનકો સેવે છે, તેમના દુ:ખે દુ:ખી થાય છે, તેમના સુખે સુખી થાય છે. જે આપણા નથી તેને આપણા પોતાના માનીને તેમના માટે પાપ કરવાં, એ જેવી-તેવી મૂર્ખાઈ છે ? * આપણને સુખ કે દુ:ખ આપનાર; કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી, આપણું પોતાનું કર્મ જ છે. આમ છતાં કર્મને બદલે તે તે વ્યક્તિને કે તે તે વસ્તુને સુખદુ:ખ આપનાર માની તેની પ્રત્યે રાગદ્વેષ કરવા-એ તો એકમાત્ર અજ્ઞાન અને મિથ્યાત્વનો જ વિલાસ છે. જે પોતાના સુખદુ:ખમાં પોતાના કર્મને જ કારણ માને તે રાગ અને દ્વેષથી બચી શકે, સમાધિથી જીવી શકે. Jain Education International ૨ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66