________________
અમારા પુણ્યોદયે આવા જ એક સાચા હિતચિંતક મહાપુરુષનો અમને પરિચય થયો. તેઓશ્રીની માર્ગશુદ્ધ અને વેધક વાચનાદિના શ્રવણથી અમને અમારી યોગ્યતાનુસાર જે લાભ થયો-તે વિચારતાં, અન્ય આરાધકો પણ શ્રી જિનવાણીનો શુદ્ધ પરિચય પામીને આત્મકલ્યાણના ભાગી બને-એવી ભાવનાથી તે ઉપકારી મહાપુરુષ પ.પૂ.આ. શ્રીમદ્ વિજય ચન્દ્રગુણસૂરીશ્વરજી મ.સા.ની વાચનાના આ અંશોનું પ્રકાશન કરીએ છીએ. આ પૂર્વે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન થયેલું હતું. પરંતુ હવે તે અલભ્ય બનવાથી પૂ. સા. શ્રી મણિપ્રભાશ્રીજી મ.ની પુણ્યસ્મૃત્યર્થે આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરીએ છીએ.
વિ.સં. ૨૦૫૯ના આ.સુ. ૬ : બુધવાર: તા. ૧-૧૦૦૩ની રાત્રે ૧૦-૦૫ કલાકે મલાડ-ઈસ્ટ રત્નપુરીમાં પૂ.સા. શ્રી મણિપ્રભાશ્રીજી મ. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. હાલારના ચેલા(જામનગર) ગામમાં જન્મેલાં પોતાના ૯૦ વર્ષના જીવનકાળમાં પ૬ વર્ષની સંયમજીવનની નિર્મળ આરાધનાને કરી તેઓશ્રી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયાં. તેઓશ્રીના સંયમજીવનની આરાધનાની અનુમોદનાર્થે આ પુસ્તકનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
લિ.
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org