Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 4
________________ અમારા મનની વાત... અનાદિકાળથી આપણું સંસારભ્રમણ ચાલી રહ્યું છે. આપણું અજ્ઞાન એટલું ગાઢ છે અને સંસારનો રાગ એટલો તીવ્ર છે કે આપણા એ સંસારભ્રમણની આપણે ચિંતા રાખી નથી. અનંતજ્ઞાની મહાપુરુષો આપણા સંસારભ્રમણની ચિંતા કરીને એનો અંત લાવનારા ઉપાયો ફરમાવી ગયા છે. વર્તમાનમાં એ ઉપાયો આપણા સુધી પહોંચાડનારા અનેક સુવિહિત ગીતાર્થ મહાપુરુષો વિદ્યમાન છે પરંતુ એ મહાપુરુષોનો જ સંપર્ક થાયએવો પુણ્યોદય બધા જીવોનો હોતો નથી. કારણ કે આપણા આત્માની ચિંતા કરનારા એવા મહાપુરુષોની સાથે, એમના જેવા દેખાતા બીજા પણ એવા ગુરુઓ' વર્તમાનમાં ઘણી મોટી સંખ્યામાં મળી જતા હોય છે કે જેમને આપણા આત્માની ચિંતાને બદલે આપણી બીજી બધી ચિંતાઓ થયા કરતી હોય છે. આપણા આત્માની ચિંતા સિવાયની આપણી બીજી બધી (સાંસારિક) ચિંતા કરનારા “ગુરુ” સાચા ગુરુ નથી-એ આપણે બરાબર સમજી લેવાની અને યાદ રાખવાની જરૂર છે. આપણા આત્માની આવી હિતચિંતા કરનારા સાચા ગુરુભગવંતો પોતાની દેશનામાં આપણો ભવરોગ મટાડનારા ઉપાયો ફરમાવતા હોય છે. આપણે રાજી થઈએ કે નારાજ થઈએ-તેની ચિંતા કર્યા વિના, આપણે સાજા કેમ થઈએ-તે જ તેમની દેશનાનું ધ્યેય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66