________________
( ૧ )
।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમ: ।।
।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નવઘોષ-હિતેન્દ્ર-ગુ॰ાર-મિરસૂરિસષ્ણુરુછ્યો નમઃ।। ।। ૐ નમઃ ।।
જેમ
सर्वं अनेकान्तमयम्
(પ્રાસ્તાવિક)
યોગાચારનું મંતવ્ય ‘સર્વ જ્ઞાનમયમ્’ એવું છે.. ભર્તૃહરિનું મંતવ્ય ‘સર્વ શમયમ્' એવું છે..
વેદાંતીનું મંતવ્ય ‘સર્વ બ્રહ્મમયમ્’ એવું છે..
=
તેમ આર્હત-જૈનદર્શનનું કોઈ એક વાક્યથી નિશ્ચિત મંતવ્ય બતાવવું હોય, તો એ છે - ‘સર્વ અનેાન્તમયમ્' ! પરમાત્મા, પરમાત્માનું જીવન, પરમાત્માનું વચન, પરમાત્માએ બતાવેલા પદાર્થો, રે ! યાવત્ બધા જ પદાર્થો ! એ ચાહે દીવો હોય કે યાવત્ આકાશ ! ... એ બધું જ અનેકાંતમય ! જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જે અનેકાંતમય ન હોય.. સુચારુ સુઘોષ છે આ અનેકાંતમય જિનશાસનૢનો !
* પરમાત્મા અનેકાંતમય
→ ૫રમાત્મા સર્વ જીવરાશિ પર હિત કરવામાં કરુણાશીલ હતા. તે છતાં, કરુણામાં'ય એકાંત નહોતો. કર્મને ફાડી નાંખવામાં તો તેઓ કઠોર જ હતાં !
*
→ મિત્ર અને શત્રુ પર સમાન દૃષ્ટિ રાખનાર પણ પરમાત્મા, રાગ-દ્વેષને આશ્રયીને ‘અરિહંત= શત્રુને હણનાર’ કહેવાયા છે, તે પણ પરમાત્મા અનેકાંતમય હોવાનું જ જણાવે છે ને ?
* ‘‘આદ્રીપમાવ્યોમ સમસ્વભાવું, સ્યાદૃાવમુદ્રાઽનતિભેવિ વસ્તુ
तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः ||५||" - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका ।
* “સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે...
જ્ઞાનાદાનરહિતપરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે ।।શીતલા” ૨. આનંદઘનચોવીશી
“તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તું હી ગવાયજી; રૂપ સ્વરૂપ અનુપમ તું જિન, તો હી અરૂપી કહાયજી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org