________________
ળનું નિકંદન કર્યા સિવાય સ્વર્ગમાં પગ નહિ મુકે ત્યાંથી પિતે આર્યા વર્તમાં નળની નગરી સમિપ આવ્યું. પણ ત્યાં સઘળાં જને શુભ રીતે જૈનધર્મ પાળતાં. પરમેશ્વરની મૂર્તિની સત્તર તરેહથી ત્રણે કાળ પૂજા થતી. લેકો શીળવાન અને તપની ભાવનાવાળા હતા. ઠેર ઠેર પ્રવચન સૂત્રના પાઠ થઈ રહ્યા હતા. આમ હેવાથી કલિને રહેવાને સ્થળ મળ્યું નહિ અને શહેરની બહાર એક બેહડાના વૃક્ષમાં વાસ કરીને નળને શી રીતે હેરાન કરે એમ ચિંતવતા રહ્યા. જૈનધર્મરક્તવીરના રાજ્યમાં કલિને પેસવાનો લાગ ફાવ્યા નહિ. આખરે એક દિવસ સંધ્યાકાળે પગ પલાળતાં આંગળીની વચ્ચે પ્રદેશ કોરો રહી જવાથી તેમાં કલિ પિશી ગયે.
- કલિના પ્રવેશથી તેના પરિવાર–જૂગાર–જૂઠ-છળ-કપટ-ચેરી વગેરેને નળના શરીરમાં પિસવાની આજ્ઞા કરી. આ દુખપ્રદ દિવસથી નળને જુગાર રમવાની ઈચ્છા થઈ.
નળને કુબેર નામને ઓરમાન ભાઈ હત; એ ભાઈની સાથે એણે વારંવાર ધૂત રમવા માંડ્યું. ધૂતને ચડસ એટલો વચ્ચે કે એણે દમયંતીની પાસે જવાનું પણ ઓછું કર્યું. એક દિવસ જ્યારે પિતે દમયંતીને ખિન્ન, અલંકાર રહિત જોઈને ક્ષોભ પામીને તેની સખી કેશિનીને પુછયું કે મારી વલ્લભાની સ્થિતિ આમ કેમ છે? પિતે પણ દમયંતીને બહુ બહુ સ્નેહપૂર્વક પુછયું, ત્યારે તેણે કહ્યું કે ચૂત નામની મારે હાલમાં નવી સ્વપત્ની થઈ છે. કેશિની કહે આપે દમયંતીને ઉવેખીને તેને આદર કર્યો છે, પણ એ મહા ભયંકર છે, વારવધૂની પેઠે એ નિર્લજા છે. એનું નામ નગ્નકરણી એટલે જે એને પડખે ચઢે તેને નગ્ન કરી મૂકે એવી છે. એ સ્વજનથી વિરોધ કરાવે છે, દુનિયામાં અપયશ ફેલાવે છે. એની સાથે સઘળાં દુર્વ્યસન સંકલાયેલાં છે. એના આવવા પછી એક પછી એક સઘળાં દુર્વ્યસન આવી માણસ ખુવાર થાય છે. આમ નમ્રતાથી કહીને પુરાણમાં કહેલો કહૂની સ્ત્રીને વૃત્તાંત કહી સંભળાવ્યો. કેવી રીતે એણે પિતાની બહેન વનિતાની જોડે સૂર્યના ઘેડાના પૂછડાના રંગ સંબંધે વાચાધૂત કર્યું હતું -કેવી રીતે શરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org