________________
૩૨
કરી અને દમયંતીએ રસેષ્ઠ ચાખીને નક્કી કર્યું કે નળ શિવાય કાઇથી આવી રસાઇ થાય જ નહિ, માટે જરૂર એ નળ જ છે. પછી ભીમરાયની આજ્ઞા લઇ કુબજતે અંતઃપુરમાં તેડાવ્યા. કુબજ અને દમયંતી વચ્ચે વાર્તાલાપ થયા. અજ કેમે કર્યો પોતે નળ છે એ માતે નહિ. કેશિનીને આથી ગુસ્સા ચઢયા અને એણે કુબજને ઘણાં કઠણ વચન કહ્યાં અને છેવટે એ પણ કહ્યું કે પોતાની સખી હવે પ્રાણત્યાગ કરશે. કેશિનીના ઉપાલંભના પ્રત્યુત્તર આપવા કુબજ જતા હતા તેવામાં આકાશવાણી સંભળાય. એ વાણીએ કહ્યું કે હે રાજા ! વાળીને ઉત્તર આપશેા નહિ. દમયંતી સતીશિરામણ છે. તમે પ્રગટ થાએ અને સુખમાં દિવસ નિગમે. એ સાંભળીને મુબજ ટહાડા પાયેા. એણે કૉંટક નાગે આપેલાં વસ્ત્ર જે ખીલામાં મૂકી છાંડયાં હતાં તે કાઢીને પરિધાન કર્યા. તેજ ક્ષણે નળ પેાતાના અસલ રૂપમાં પલટાઈ ગયા ! અધે હર્ષ હર્ષ વ્યાપી રહ્યા ! વિઘ્ન દૂર થઇ આનંદની હેલીએ ચાલી !
નળ દમયંતીને! પુનઃ યાગ થવાથી સખી કેશિની જે વિદ્યાધરી હતી તે પોતાના લોકમાં જવા તત્પર થઇ. નાગે આપેલાં પેાતાનાં વસ્ત્ર નળે કેશિનીને આપ્યાં. એ લઈને એ આકાશ માર્ગે વિદ્યાધરના લેાકમાં ગઇ. પેાતાના પતિને એ વસ્ત્ર પહેરાવતાં તેની વેદના મટી અને વિદ્યાધરામાં પણ આનંદ ફેલી રહ્યા. એ લેાકા નળને નિરખવાને ભૂલેાકપર આવ્યા.
નળે ચતુરંગણી સેના લઇને દિગ્વિજય કર્યાં. ચારે દિશાએ એને જય અને યશ પ્રાપ્ત થયા. પેાતાના ભાઇની તરફ દૂત માકલતાં એની બુદ્ધિ પણ નિર્મળી થઇ હોય એમ જણાયું. એણે નળનું રાજ્ય પાછું આપવાનું કહ્યું. પરંતુ નળને વિચાર પડયા કે મારાથી રાજ્ય પાછું કેમ લેવાય. વિદ્યાધરા કહે રાજ્ય તમારૂં છે પણ એ ભાઇ છે. માટે અરધું રાજ્ય આપીને અરધું લે. પણ રૂતુપર્ણ કહે મેં તમને ગણિત વિદ્યા શિખવી છે. એ અક્ષવિદ્યાને જોરે તમે ધૃતમાં જરૂર કાવશા, માટે જેમ એણે રાજ્ય જીજ્યું છે તેમ તમે પણ રમે અને જીતીને લા. છેવટે કુમ્બેરને તેડાવી અને ભાઇ રમત રમ્યા. નળની જીત થઈ અને એણે રાજ્ય પુનઃ સંપાદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org