________________
નદી નાળાં, ખાડા, ટેકરા, રેતી કશાને ન લેખવતાં રથ વાયુ વેગે જ જોઇ રૂતુપર્ણ આનંદ પામે. એવામાં રૂતુપર્ણનું ઉત્તરીય પડી જવાથી રથ રાખવાનું કહ્યું. કુબજ કહે રથ વસ્ત્ર પડયું ત્યાંથી પચીસ જે જન ચાલ્યો ગયો છે. રાજા આશ્ચર્ય પામે અને પિતાને અસ્થમંત્ર શિખવવાની પ્રાર્થના કરી. પિતાને ગણિત વિદ્યા આવડે છે એની સાથે અશ્વમંત્રની અદલાબદલી કરવાનું કહી, કુબજને ગણિત વિદ્યા શિખવી. નળે એક વૃક્ષ ઉપરનાં પાંદડાં ગણું જોઈ પિતાને વિદ્યા આવડી એને નિશ્ચય કર્યો અને રૂતુપણને અશ્વમંત્ર શિખ-બે વિદ્યા એકઠી થયાથી કળિ એના શરીરમાં વાસ કરી શક્યો નહિ. ત્યાંથી નીકળીને જતાં કળિ અને કુબજ વચ્ચે વાતચીત થઈ અને કળિએ એને ન સંતાપવાનું વચન આપ્યું અને તે નિર્માણ કરેલે સ્થાનકે જઈ રહ્યા. આ બધું નળ અને કળિ સિવાય બીજું કોઈ દેખતું ન હેતું. પછી રૂતુપર્ણ અને કુબજ રથે બેસી કુંડીનપુરી સવાર થતાં થતામાં પહોંચ્યા. ત્યાં સ્વયંવરનો કશો સમારંભ ન જોતાં કુબજને આનંદ થયે અને રૂતુપર્ણ છેભો પડે; એમના આવવાની વાત જાણીને ભીમરાજાએ પિતાના મહેલમાં આપ્યા. એકાએક છડી સ્વારીએ કયાંથી પધાર્યા વગેરે કુશળ પૂછતાં કુબજે જ કહ્યું કે સ્નેહ હોય ત્યાં સમારંભ શા? આપની સાથે આનંદમાં થોડા દિવસ વ્યતિત કરવા પધાર્યા છે.
દમયંતીને કુબજ આવ્યાની ખબર થતાં જ એને આનંદ થયે. એણે પિતાની માતાને કહ્યું, જજૂ કુબજને અશ્વમંત્ર ખબર છે. નળ શિવાય કઈ એ જાણતું નથી. નક્કી એ નળ જ છે. એની પરીક્ષા કરી નકકી કરવું જોઈએ. પિતાની સખી કેશિની સાથે પિતાનાં છોક. રાંને કુબજ પાસે મોકલ્યાં. છોકરાંને જોઈ કુબજને ઘણો આનંદ થયેએ કહે મારા સ્વામીનાં છોકરાં છે માટે મને ઘણું હેત આવે છે. એણે છોકરાંને રમાડ્યાં. કેશિની કહે સુદેવને મેંઢે તમારી કીર્તિ અમે સાંભળી છે. નળની પતિ તમારા સ્નેહ અને નળની સાથેના તમારા નિકટ સંબંધને લીધે ભમીને તમને જોવાની ઘણી ઇચ્છા છે. તમે “સૂર્યપાક બનાવે છે. નળ પણ કરતા. ભૈમીની ઇચ્છા છે કે જે તમે ચાખવાને આપે છે તે ચાખીને એને આનંદ થાય, કૂબજે તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org