Book Title: Anand Chandra Sudha Sindhu Author(s): Chandrasagar Gani Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti View full book textPage 7
________________ અમારી સમિતિ તરપૂથી આ માસિક ચાલે છે. એટલુ જ નહિ પણ વાંચકોને, વિચારકેાને, અને અભ્યાસકને વધુને વધુ સાહિત્ય મળે તે હેતુથી લગભગ ૧૨ ગ્રંથા` સમિતિ તરથી મ્હેં બહાર પાડેલા છે, અને આ અવસરે પૂ. પંન્યાસ પ્રવરશ્રીજીની પુનિત મહેરબાનીથી આ ગ્રંથનુ પ્રકાશન કરવા પણ અમારી સમિતિ તરફથી હું ભાગ્યશાળી થયા છું. આ ગ્રંથમાં આવતા અનુક્રમે ત્રણે વિભાગેનું આલેખન પૂ. પન્યાસ-પ્રવરશ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્રે કરેલું છે. તેઓશ્રી પ્રત્યે તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર પ્રતિ તેઓશ્રીના પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-ગુરૂદેવ-આગમાધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજજીની અસીમ કૃપાથી દીક્ષા-પ્રદાન—દિનના પ્રારંભથી અદ્યાપિ પતના અનહદ ઉપકાર ચાલુ છે, અને તે ઉપકારના ઋણમાંથી યત્કિંચિત મુકત થવાની અભિલાષાથી, અને તેએશ્રીની સાન્નિધ્યમાં રડીને અનેક શાસ્ત્રોના ભાવો તથા આ પ્રથમભાગના કઠિન સ્થળે સમજવાનું સૌભાગ્ય તેઓશ્રીને પ્રાપ્ત થવાથી, આ ગ્રંથનું નામ શ્રી આનન્દથી શરૂ કરીને ત્રણે વિભાગનું આલેખન કરનાર પૂ. પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર હાવાથી તે નામની સાથે ચન્દ્રનું જોડાણ કરીને, અને આત્મિક-શકિતના વિકાશ માટે ત્રણે વિભાગનું સમિલન સુધાસિન્ધુ સમાન હેાવાથી આ ગ્રંથનું નામ “શ્રીઆનન્દ– ચન્દ્ર-સુધા-સિન્ધુ” રાખેલું છે તે યુકિત યુકત સુસંગત છે, તે બુદ્ધિમાનાને સમજાવવું પડે તેમ નથી. આ ગ્રંથને પ્રકાશન કરવાનું નિમિત્ત માસખમણુ કરનાર પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ આગમાધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વદ્વિનેય-પન્યાસ-પ્રવર-ચન્દ્રસાગરજીના પરમ-વિનેય પ. શ્રીદ્વીરસાગરજીના સુવિનેય–મુનિશ્રીહિમાંશુસાગરજી છે, કારણ કે વિ. સ. ૨૦૦૫ના પર્વાધિરાજ પર્યુષણમાં માસખમણુની તપશ્ચર્યા કરી તે નિમિત્તે ઉદાર, ભાવિકશ્રાવકને આ નિમિત્ત ગ્રંથ વહેંચવાની ઉત્કંઠા થઇ, અને તેએશ્રીની આર્થિક-સહાય મળી એટલે આ ગ્રંથ ટુંક સમયમાં બહાર પડે છે. અમારા શ્રીસિદ્ધચક્ર-માસિકના આંતરિક–જીવનરૂપ સાહિત્ય-સામગ્રીના દાતા પ્રાત:સ્મરણીય–પૂયોદ–આગમેાધારક-શ્રીઆનન્દસાગરસુરીશ્વરજીને, તે માસિકનું નિયમિત વ્યવસ્થાપૂર્વક દરેક રીતિએ સંચાલન કરવા વિગેરેનું કાય કરનાર પૂ. પંન્યાસ-પ્રવર શ્રી ચન્દ્રસાગરજી ગણીન્દ્રને, પ્રસ્તાવના આલેખનકાર પૂ. પંન્યાસ-પ્રવરશ્રીજીના પરમ-વિનેય-૫. શ્રીદેવેન્દ્રસાગરજીને આ ગ્રંથ-પ્રકાશનમાં વિષયાનુક્રમ-૩ાદિ-સ ંશોધનાદિમાં મદદ કરનાર ૫ દેવેન્દ્રસાગરજીના સુવિનેય-મુનિ-શ્રીદેાલતસાગરજીના, આર્થિક સહાય કરનારાઓને, અને પ્રેસના માલીક બદામી ફકીરચંદ તથા કંપોઝીટર વિગેરેના અત્ર આભાર માનીને વાંચક, વિચારક અભ્યાસકા વાંચવા પહેલા શુદ્ધિપત્રકથી શુદ્ધ કરીને વાંચે, વિચારે અને પરિશીલન કરે એજ એક મહેચ્છા, મુંબઈ તા. ૫-૧૧-૪૯ લિ. પાનાચંદું રૂપચદ ઝવેરી. શ્રીસિદ્ધચક્ર માસિકના તન્ત્રી, તથા શ્રીસિધ્ધચક્ર-સાહિત્ય સમિતિના પ્રધાન–સંચાલક. ૧ જીએ–શ્રીશ્રમણેાપાસક- ધર્મ – વિભાગ-૧લાની પ્રસ્તાવના.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196