Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 6
________________ * શ્રી આનન્દ-ચન્દ્ર-સુધાસિન્ધ-ગ્રન્થ = પ્રકાશકનું નિવેદન. પ્રાત:સ્મરણીય-પૂજ્યપાદ–અગમેધારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ આદિઠાણનું વિ. સં. ૧૯૮૮ માં મુંબઈ, ભૂલેશ્વર લાલબાગમાં ચાતુર્માસ થયું હતું, તે અવસરે મુનિ શ્રી ચન્દ્રસાગરજી (હાલના પૂ. પંન્યાસ પ્રવરશ્રીજી ચન્દ્રસાગરજી) પણ સાથે હતા. જે વર્ષમાં યુવાનીઆઓએ થતી દીક્ષાના અખલિત પ્રવાહને રોકવા કમર કરી હતી, તન, મન, અને ધન દ્વારાએ કનડગત કરવાની અનેક કાર્યવાહી શરૂ કરી હતી, કાંતિમાળાના લેખ લખીને આગેવાન યુવકેએ ભવ્ય-યુવાન વર્ગને મગજ બહેકાવી મૂક્યા હતા, વિક્રમ સંવત ૧૯૮૪ના વર્ષ–પ્રારંભમાં થતી પ્રવ્રજ્યાના પુનિત-પ્રબળ વેગને રોકવા ગામે ગામ યુવક સંઘની સ્થાપના થઈ હતી અને સમ્યકત્વ પામેલાઓ સમ્યકત્વથી પતિત થાય, નવા સમ્યકત્વ પામે નહિ, સમ્યકત્વની અભિમુખ થયેલ વર્ગ ખસી જાય, તેવાં તેવાં ભાષણે, લેખે, અને આત્મિક-શક્તિના વિકાસને રૂંધનારા અનેકવિધ પ્રકાશને, અને પ્રબંધ, માસિક-પાક્ષિકે-સાપ્તાહિક-આદિદ્વારા દિ ઉગે દેખાવ દેતાં હતાં, તે અવસરે પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-આગધ્ધારક-આનન્દસાગરસૂરીશ્વરજીના-વિધિનેય પૂ. પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજીની ખાસ પ્રેરણાથી તેઓશ્રીની પુનિત દેખરેખ નીચે ઉપર જણાવેલા આદિ અનેક વિઘાતક તને જડમૂળથી નાબુદ કરવા માટે, અને શાસનરસિકન્વર્ગમાં ધર્મના જેમને પ્રબળ વેગ આપવા માટે આ શ્રીસિધચક પાક્ષિકને જન્મ થયું હતું, અને તેનું સંચાલન કરનાર શ્રીસિધ્ધચક્ર-સાહિત્ય-પ્રચારક-સમિતિને પણ જન્મ સાથેજ થયે હતો. તે પાક્ષિકને પૂ. આગમો ધારકની અમેઘ દેશનાઓ, સાગર સમાધાનરૂપ સામગ્રીઓ વિગેરેથી અને પૂ. પંન્યાસ પ્રવરશ્રીજીના પુનિત સદુપદેશથી આર્થિક સહાય મળવા લાગી. સાથે સાથે પાક્ષિક અને સમિતિનું મુખ્ય સંચાલન કાર્યનું કામ સંભાળવાની જવાબદારી શરૂઆતથી મેં ઉપાડી લીધી હતી, અને તે અદ્યાપિ પર્યત સેવાભાવિપણાથી બજાવી રહ્યો છું. આ સિધ્ધચક્ર પાક્ષિકે અને સમિતિએ શાસન સુપ્રસિદ્ધ સેવાઓ એવા આપત્તિ કાળમાં બજાવી છે કે અદ્યાપિ પર્યત ચતુર્વિધ-સંઘની દરેક વ્યક્તિ તેને હાદિક-આશીર્વાદ આપી રહી છે, અને મુકત કંઠે તેની પ્રશંસા કરે છે. પંદર દિવસમાં નિયમિતપણે શ્રી સિદ્ધચક્રનું પ્રકાશન કરવાનું કાર્ય ઘણુંજ મુશ્કેલ પડવાથી, અને શાસનમાં અનેક-કાર્યની જવાબદારી હેવાથી પૂ. પંન્યાસ પ્રવરશ્રી તરફથી પ્રેસ મેટર મેળવામાં વિલંબ થવાથી નિરૂપાયે આ પાક્ષિકને માસિકના રૂપમાં પ્રકાશન કરવાનું સમિતિએ નકકી કર્યું, અને તે પછી પંદર વર્ષની પરિસમાપ્તિ સુધી નિયમિત માસિક રૂપે પ્રકાશન થાય છે, અને વાંચકે. વિચારકે અને અભ્યાસકે સારા પ્રમાણમાં લાભ લે છે. હાલમાં આ માસિકે હવે સળમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196