Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧e
બાલબ્રહચારી શ્રી નેમિનાથાય નમઃ
નમો નમો નિમલદંસણમ્સ પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
- રાગ - ૩૯ :-)
આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન- ૨૨ થી ૩૬નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ 39માં અધ્યયન - ૧ થી ૬ નો અને ભાગ ૩૮માં અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ કરાયેલ છે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન જ કહે છે. આ સૂત્રમાં કુલ ૩૬ - અધ્યયનો છે. અધ્યયનોમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર ૮૮ સૂત્રો છે. બાકીની બધા ગાથાઓ જ છે.
આ આગમની ઓળખ “ધર્મકથાનુયોગ' રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમિ આદિ અધ્યયનો વિચારો તો “ચરણકરવાનુયોગ' પણ અહીં મળશે. સમ્યકત્વ પરાક્રમ, વેશ્યા, જીવાજીવવિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ' પણ દેખાય છે. છાશ અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપભ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદસ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, વેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિયુક્ત, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાઓએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું પ્રચુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજીગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિયુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલો છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે. તેમણે શ્રી ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો.
ચાર મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આયરણા સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ છે.
આ ભાગ-૩ભાં અમે વૃત્તિના ઉપયોગી અંશો વિશેષથી લીધા છે. તેનોંધ લેવી.
39/2] Jain cautation international
For Private & Personal Use Only
www.jainelibrary.org