Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૨૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/-/૨ નીકટ રહેલા અલાસFીને ભયાનક. ઘો-નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ શત્રુગણ વિનાશને આશ્રીને નિર્દય. ઘોર-બીજા વડે આચરવું અશક્ય. ગુણ-જ્ઞાનાદિ, ઘોર તપ વડે તપસ્વી. ઘર - દારુણ, અલ્પ સત્વવાળા વડે આયરવું અશકય - એવા બ્રહ્મચર્યમાં વસવાના શીલવાળા. ઉછૂઢ - સંસ્કારના પરિત્યાગ વડે શરીરને જેણે છોડેલ છે તે. સંક્ષિપ્ત-શરીર અંતર્ગતપણાથી લઘુતા પામેલ. વિપુલ - વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તે જ જવાલા, તેમણે રચિત હોવાથી ચૌદ પૂર્વધર, આના વડે તેમની શ્રત કેવલિતા કહી છે, તે અવધિજ્ઞાન રહિતને પણ હોય, તેથી કહે છે - મતિ આદિ ચાર જ્ઞાનવાળા. આ બંને વિશેષણ યુક્ત હોય તો પણ કોઈને સમગ્ર શ્રુત વિષય વ્યાપી જ્ઞાન હોતું નથી. ચૌદપૂર્વી પણ છ સ્થાનેથી પતિત સંભળાય છે, તેથી કહે છે, સક્ષર સલિપાતને જાણનાર, ઈત્યાદિ ગુણવાળા ભગવદ્ વિનયની રાશિ સમાન સાક્ષાત્ અને શિયાચારથી શ્રમણ ભગવત્ મહાવીરની કંઈક સમીપ રહે છે. અર્થાત્ બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં, તેમ રહે છે. તેઓ કઈ રીતે વિચારે છે – ઉર્વજાનૂ, શુદ્ધ પૃથ્વી આસનને છોડીને અને પગ્રહિક નિપધાનો અભાવ હોવો, અર્થાત ઉત્કટુકાસન. ઉંચે કે તીર્થી દષ્ટિ નહીં પણ નીચી નિયત ભૂ-ભાગ નિયત દૈષ્ટિ. ધ્યાન-ધર્મ કે શુક્લ, તે રૂપ કોઠી-ધાન્ય ભરવાની, તે ધ્યાનકોઠયુક્ત. - X -. સંયમ-પંચ આશ્રવના નિરોધાદિ લક્ષણરૂપ, તપસા-અનશનાદિ વડે. સંયમ અને તપનું ગ્રહણ પ્રધાન મોક્ષાંગવ જણાવવા માટે છે. તે પ્રાધાન્ય સંયમના તવા કર્મના અનુપાદાન હેતુથી છે અને તપ-જૂના કર્મની નિર્જરાના હેતુથી છે. આ બંનેયી સર્વ કર્મ-ક્ષયરૂપ મોક્ષ થાય છે • x + આત્મામાં વસીને રહે છે. ધ્યાનકોઠમાં રહી વિચરે છે, પછી તે ગૌતમ સ્વામી “જાતશ્રદ્ધ' આદિ વિશેષણયુક્ત થઈ ઉભા થાય છે. તેમાં કહેવાનાર અર્થ તત્વજ્ઞાન માટે જન્મેલ ઈચ્છાવાળા, સંશય-અનવધારિત અર્થજ્ઞાન, આ સૂર્યાદિ વક્તવ્યતા આમ છે કે બીજી રીતે તેવો - x • સંશય હોવો. જાતકુતુહલ-ઉત્સુકતા જન્મેલ. જેમકે ભગવંત આ સૂર્ય વક્તવ્યતા કઈ રીતે કહેશે ? પહેલા ન હતી, પણ હવે થયેલ શ્રદ્ધા તે ઉત્પન્ન શ્રદ્ધ. જાતશ્રદ્ધ’ કહેવા છતાં ‘ઉત્પન્નશ્રદ્ધ' કેમ કહ્યું ? કેમકે પ્રવૃત્તશ્રદ્ધત્વથી ઉત્પન્ન શ્રદ્ધવ પામે. - X - X - X - ‘ઉત્પન્ન શ્રદ્ધ” ઈત્યાદિ બધાં પદો પૂર્વવત્ જણવા. * * * પછી ઉભા થવા વડે ઉઠે છે - X - X • જે દિશામાં શ્રમણ ભગવનું મહાવીર હતા, તે દિશામાં આવે છે. - x - જઈને શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત જમણા હાથથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-રસ્તુતિ કરે છે. કાયા વડે નમે છે. વાંદી-નમીને અવગ્રહ છોડીને અતિ નીકટ અથવા અતિ નીકટ નહીં તેમ અતિ દૂરના સ્થાને પણ નહીં, તે રીતે ભગવંતના વચનોને સાંભળવાની ઈચ્છતો. ભગવંત પ્રતિ મુખ રાખીને, વિનયના હેતુથી પ્રધાન લલાટતટ ઘટિતપણાથી અંજલિહસ્તન્યાસ કરીને સેવન કરતા. આ બે વિશેષણ વડે શ્રવણવિધિ જણાવીએ કહ્યું છે - નિદ્રા અને વિકથાને છોડીને બે હાથે અંજલિ જોડીને, ભક્તિ-બહુમાનપૂર્વક, ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ. એ રીતે સૂર્યાદિ વક્તવ્યતાનો પ્રશ્ન કહ્યો. • x - હવે વીશ પ્રાભૃતની પાંચગાથા કહે છે – • સૂગ-૩ થી - (સૂર્ય) એક વર્ષમાં કેટલા મંડલમાં જાય છે ? તિર્થી ગતિ કેવી કરે છે ? કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? પ્રકાશની મર્યાદા શું છે ? સંસ્થિતિ કેવી છે ... તેની વેશ્યા જ્યાં પ્રતિહત થાય છે ? પ્રકાશ સંસ્થિતિ કઈ રીતે થાય છે ? વરણ કોણ કરે છે ? ઉદય સંસ્થિતિ કઈ રીતે થાય ?. પૌરુષી છાયાનું પ્રમાણ શું છે ? યોગ કોને કહે છે ? સંવાર કેટલા છે ? તેનો કાળ શું છે ?.... ચંદ્રમાની વૃદ્ધિ કઈ રીતે થાય છે ? તેનો પ્રકાશ ક્યારે વધે છે ? શીઘ ગતિ કોને કહ્યા છે ? પ્રકાશનું લક્ષણ શું છે ?.. ચ્યવન-ઉપપાત, ઉચ્ચ, સૂર્યની સંખ્યા, અનુભાવ. આ વીશ પ્રાભૃત છે. • વિવેચન-3 થી 8 : પ્રાભૃત-૧-માં - સૂર્ય વર્ષમાં કેટલા મંડલ એકવાર કે બે વાર ચાલે છે તેનું નિરૂપણ છે. આ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં પછી તે વિષયમાં બધાં ઉતરો પહેલાં પ્રાભૃતમાં કહેલા છે. • x - બીજા પ્રાકૃતમાં ‘કથ' શબ્દ છે, બધાં પ્રાકૃત કથનની અપેક્ષાથી સમુચ્ચયમાં તીછાં જાય છે. ત્રીજામાં ચંદ્ર કે સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ચોથામાં પ્રકાશની તમારા મતે શું વ્યવસ્થા છે ? પાંચમામાં સૂર્યની લેયા ક્યાં પ્રતિહત થાય છે ? પ્રાભૃત-૬-માં કયા પ્રકારે-શું એક રૂપ અવસ્થાયિપણાથી અથવા પ્રકાશનું અવસ્થાન છે ?, સાતમામાં કયા પુદ્ગલો સૂર્યલેશ્યા સંસ્કૃષ્ટ હોય છે. આઠમામાં કયા પ્રકારે ભગવન તમારા મતે સૂર્યની ઉદય સંસ્થિતિ છે ? નવમામાં પૌરૂષી છાયાનું પ્રમાણ શું છે ? દશમામાં યોગ કઈ રીતે તમે કહ્યો છે ? ૧૧-માં તમારા મતે સંવત્સરની આદિ શું છે? ૧૨-માં સંવત્સર કેટલા છે ? પ્રાકૃત-૧૩માં કઈ રીતે ચંદ્રની વૃદ્ધિ-હાનિ જણાય છે ?, ૧૪-માં કયા કાળે તમારા મતે ચંદ્રની જ્યોત્સના વધુ હોય ? ૧૫-માં ચંદ્રાદિ મધ્યે શીઘગતિ કોણ છે ? ૧૬માં-જ્યોનાલક્ષણ શું છે ? ૧૭-માં ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાતની સ્વ-પરમત અપેક્ષાથી વકતવ્યતા. ૧૮-માં ચંદ્રાદિની સમતલ ભાગથી ઉર્વ ઉચ્ચત્વ વિશે સ્વમતપરમત અપેક્ષાથી કવન. ૧૯માં જંબૂઢીપાદિમાં કેટલાં સૂર્યો છે ? ૨૦-માં ચંદ્રાદિનો અનુભાવ કોણ છે ? એ રીતે અનંતરોકત પ્રકારે આ અનંતરોક્ત અધિકાર યુક્ત વીશ પ્રાભૃતો

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104