Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 92
________________ ૧૦/૬/૯ ૧૬૯ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃત-પ્રાભૃત-૭ છે. પણ મૃગશિષ અમાસયુક્ત છે તેમ કહેવું. પૌષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? કુલને પણ જોડે, ઉપકુલને પણ જોડે, પરંતુ કુલોપકુલનો યોગ પ્રાપ્ત ન થાય. કુલને જોડતાં પૂવષિાઢા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતા ઉત્તરાષાઢા નક્ષત્રને જોડે છે. તે કુલ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પૌષી અમાવાસ્યા કહેવી જોઈએ. નિશ્ચયથી વળી કુલાદિ યોજના પૂર્વોક્ત ચંદ્રયોગને આશ્રીને સ્વયં વિચારવું જોઈએ. ૦ પ્રાભૃતપ્રાભૃત-૬-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ – X - X - X - X - X – એ પ્રમાણે દશમાં પ્રાકૃતના છઠા પ્રાભૃતપાભૂતને કહ્યું હવે સાતમાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે – “પૌમાસી અને અમાવાસ્યાનો ચંદ્રયોગને આશ્રીને સંનિપાત” કહેવો. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - • સૂત્ર-પ૦ : કઈ રીતે તે સન્નિપાત કહેલ છે, તેમ કહેવું? જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા મઘા નક્ષત્ર યુક્ત હોય છે. જ્યારે મઘાયુકત પૂર્ણિમા હોય ત્યારે શ્રાવિષ્ઠી અમાસ હોય છે. જ્યારે પૌષ્ઠપદી પૂર્ણિમા હોય છે, ત્યારે ફાગુની અમાસ હોય છે. જ્યારે ફાલ્ગની પૂર્ણિમા હોય છે, ત્યારે પૌષ્ઠપદી અમાસ થાય છે. જ્યારે આસોજા પૂર્ણિમા હોય છે, ત્યારે ચૈત્રી અમાવાસ્યા થાય છે, જ્યારે ચૈત્રી પૂર્ણિમા હોય છે, ત્યારે આસોજા અમાસ થાય છે. જ્યારે કાર્તિકા પૂર્ણિમા હોય, તયારે વૈશાખી અમાવાસ્યા હોય છે. જ્યારે મૃગશિર્ષ પૂર્ણિમા હોય ચે ત્યારે જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા થાય છે, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે મૃગશિર્ષ અમાસ થાય છે. જ્યારે પૌષી પૂર્ણિમા હોય છે, ત્યારે પાઢી અમાવાસ્યા થાય છે, જ્યારે આષાઢી પૂર્ણઇમા હોય છે, ત્યારે પૌષી અમાવાસ્યા થાય છે. • વિવેચન-૫o : ભગવન! કયા પ્રકારે આપે ચંદ્રયોગને આશ્રીને પૂર્ણિમા અને અમાસનો સન્નિપાત કહેલો છે તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું - અહીં વ્યવહારનયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય, ત્યાંથી આરંભી પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા (કહેવી). તેથી જ્યારે શ્રાવિષ્ઠી - શ્રવિષ્ઠા નક્ષત્ર યુકત પૂર્ણિમા થાય છે, ત્યારે તેની પર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુકત થાય છે. મઘા નક્ષત્રથી આરંભીને શ્રવિઠા નક્ષત્રના ૧૫મું હોવાથી કહ્યું અને આ શ્રાવણમાસને આશ્રીને કહેવું અને જ્યારે મઘા નબ યુત પૂર્ણિમા હોય, ત્યારે પાછળની અમાસ શ્રવિઠાયુકત થાય છે. મઘાથી આરંભીને પૂર્વે શ્રવિષ્ઠાનમ્ર ૧૫મું હોવાથી કહ્યું. આ માઘમાસને આશ્રીને જાણવું. જ્યારે પ્રોઠપદી - ઉત્તર ભાદ્રપદાયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પૂર્વવતુ પાશ્ચાત્ય અમાવાસ્યા ફાગુની - ઉત્તર ફાગુની નક્ષત્રયુક્ત થાય છે, ઉત્તર ભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તર-ફાગુની નક્ષત્રના પંદરમાં પણાથી કહ્યું. જે અપાંતરાલમાં અભિજિતુ નba છે, તે થોડાં કાળ માટે હોવાથી પ્રાયઃ વ્યવહારમાર્ગમાં સ્વીકારાતું નથી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું - “બૂદ્વીપ દ્વીપમાં અભિજિતને વજીને ૨૭-sizબથી વ્યવહાર વર્તે છે.” તેથી તેની ગણના કરી નથી, તેથી ઉત્તરાભાદ્રપદથી પૂર્વે પંદર્ભે પૂવફા_ની નક્ષત્ર જાણવું. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે કાલુની - ઉત્તરાફાગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પાશ્ચાત્ય

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104