Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 100
________________ ૧/૧૧/૫૫ ૧૮૫ ૧૮૬ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે તથા જંબદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે કે – “ભગવન! જંબદ્વીપ દ્વીપમાં કેટલું અવગાહીને કેટલાં ચંદ્રમંડલો કહ્યાં છે ? ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજના જઈને અહીં પાંચ ચંદ્રમંડલો કહેલા છે. ભગવદ્ ! લવણ સમુદ્રમાં કેટલું જઈને કેટલાં ચંદ્રમંડલો કહ્યા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન જઈને અહીં દશ ચંદ્રમંડલો કહેલા છે. આ પ્રમાણે પૂવપરથી જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં થઈને પંદર ચંદ્રમંડલો થાય છે, એમ કહેવું. આ પંદર ચંદ્ર મંડલોની મળે એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો પણ છે, જે સૂર્ય-ચંદ્ર-નણોમાં સાધારણ છે. શું કહે છે? સૂર્ય પણ તે મંડલમાં જાય, ચંદ્ર પણ અને નક્ષત્ર પણ. એવા પણ મંડલો છે, જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત રહે છે. જેમાં ક્યારેય પણ બે સૂર્યોમાંથી એક પણ સૂર્ય જતો નથી. આ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા ગૌતમસ્વામી વિશેષ બોધ માટે ફરી પ્રશ્ન પૂછે છે - સુગમ છે. ભગવંત કહે છે - આ પંદર ચંદ્રમંડલોમાં જે- જે ચંદ્ર મંડલો સદા નક્ષત્રથી રહિત હોય છે, તે આઠ છે, તે આ પ્રમાણે - પહેલું ચંદ્ર મંડલ ઈત્યાદિ. તેમાં પહેલાં ચંદ્રમંક્ષમાં અભિજિતાદિ બાર નક્ષત્રો છે. તેની સંગ્રહણી ગાયા - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષ, બંને ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી બંને ફાગુની, સ્વાતિ. આ બાર નક્ષત્ર પહેલાં મંડલમાં હોય. બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ, મઘા. છઠ્ઠા ચંદ્રમંડલમાં કૃતિકા, સાતમામાં રોહિણીચિમા, આઠમામાં વિશાખા, દશમામાં અનુરાધા, અગિયારમામાં ઠા, પંદરમામાં મૃગશીર્ષ - આદ્ર - પુષ્ય-આશ્લેષા-હસ્ત-મૂલ-પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલા છ નક્ષત્રો જો કે પંદરમાં મંડલની બહરા ચરે છે, તો પણ તે તેની નીકટના હોવાથી તેમાં ગણેલ છે. તે પંદર ચંદ્રમંડલોમાં જે - તે ચંદ્રમંડલો સદા નક્ષત્રથી વિરહિત છે, તે સાત છે. તે આ પ્રમાણે - બીજું ચંદ્ર મંડલ આદિ. તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સૂર્ય-ચંદ્ર-નાગોમાં સામાન્ય છે, તે પૂર્વવતું ચાર છે. તે આ પ્રમાણે - પ્રથમ ચંદ્રમંડલ ઈત્યાદિ (સૂત્રવત્ જાણવા.] તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત છે, તેવા પાંચ છે. તે આ પ્રમાણે - છઠું ચંદ્રમંડલ ઈત્યાદિ સુગમ છે અને આમ કહેવાથી જે અત્યંતર પાંચ ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે- પહેલું, બીજું, ત્રીજું, ચોથે, પાંચમું. જે સર્વબાહ્ય ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે – અગિયારમું, બારમું, તેરમું, ચૌદમું, પંદરમું. આ દશે નક્ષત્રો સૂર્યના પણ સાધારણ છે. તથા અન્ય પણ કહ્યું છે કે- દશ મંડલો અસ્વંતર-બાહ્ય સૂર્ય ચંદ્રમાં સામાન્ય છે તેમ નિયમથી જાણવું. ઉક્ત ગાથાની અક્ષગમનિકા - પાંચ અત્યંતર અને પાંચ બાહ્ય સર્વસંખ્યાથી દશમંડલો નિયમથી સુર્ય-ચંદ્રમાં સાધારણ છે, બાકીના જે ચંદ્રમંડલો છ થી દશ પર્યા છે, તે પ્રત્યેક અર્થાત અસાધારણ, ચંદ્રના જ છે. તે મંડલોમાં ચંદ્ર જ જાય છે, પણ ક્યારેય સૂર્ય જતો નથી, એવું કહેવાનો ભાવ છે. અહીં કર્યું ચંદ્રમંડલ, કેટલા ભાગથી સૂર્યમંડલ વડે સ્પર્શીત થતું નથી, અથવા કેટલા ચંદ્રમંડલના અપાંતરાલમાં સુર્ય મંડલો કઈ રીતે છ આદિ દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ સૂર્ય વડે સ્પર્શીત થતાં નથી. એ વિચારણામાં વિભાગ દર્શન પૂર્વાચાર્ય વડે કરાયેલ છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે – તેમાં પહેલાં આની વિભાવના માટે વિકંપ ફોત્ર કાષ્ઠાનું નિરૂપણ કરાય છે. અહીં સૂર્યની વિકંપોઝ કાઠા ૫૧૦ યોજન છે તેથી કહે છે – જો સૂર્યનો એક અહોરાત્રથી વિકંપ બે યોજનમાં એક યોજના ૪૮૧ ભાગ પ્રાપ્ત થાય, પછી ૧૮૩ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ? રાશિત્રય સ્થાપના - ૧ ૨૮/ ૧ / ૧૮૩. અહીં સવર્ણનાર્થે બે યોજનને ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના કૈ૮/૧ ભાગને ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૩૦. તેને ૧૮૩ અંત્ય સશિ વડે ગુણવામાં આવે, તો સંખ્યા આવશે ૩૧,૧૧૦, પછી આ રાશિના યોજન લાવવાને માટે ૬૧ વડે ભાગાકાર કરવામાં આવે તો પ્રાપ્ત થશે - ૫૧૦. આ સૂર્યની વિકંપક્ષેત્ર કાઠા છે. ચંદ્રમાની વિકંપ હોમ કાઠા પ૦૯ યોજન અને એક યોજનના પBIE૧ ભાગ છે. તેથી કહે છે - જો ચંદ્રમાં એક અહોરાત્રથી વિકંપ ૩૬-યોજન અને એક યોજનના ૫૬૧ ભાગમાં ૧૬૧ ભાગના *12 ભાગ પ્રાપ્ત થાય છે. તેને ૧૪ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ? અહીં સવર્ણનાર્થે પહેલાં ૩૬ને ૬૧ વડે ગુણીએ. પછી ગુણીને ઉપરિતના ૨૫૧ ભાગ તેમાં ઉમેરીએ, તેથી થશે ૨૨૨૧. આને સાત વડે ગુણીએ, ગુણીને ઉપરના * ભાગ તેમાં ઉમેરીએ, તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે ૧૫,૫૫૧. તેના યોજના કરવાને માટે છેદ શશિ પણ ૬૧-સંખ્યાને સાત વડે ગુણીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે • ૪૨૩. પછી ઉપરિતન રાશિ ચૌદ વડે અંત્ય સશિ રૂપ વડે ગુણીએ. તેનાથી આવશે - ૨,૧૩,૧૫. પછી છેધ-છેદક રાશિઓને સાત વડે અપવતના કરીએ. ત્યારે ઉપરિતન રાશિ આવશે - ૩૧,૧૦૨ અને છેદ રાશિ આવે છે - ૬૧. ત્યારપછી તે ૬૧ વડે ભાગાકાર કરતાં આવશે પ૦૯ યોજના અને એક યોજનના પ૩/૧ ભાગ. આટલી ચંદ્રમાની વિકંપ ક્ષેત્ર કાઠા કહેલી છે. સૂર્યમંડલનું સૂર્યમંડલથી પરસ્પર અંતર બળે યોજન છે. ચંદ્રમંડલનું ચંદ્રમંડલથી પરસ્પર અંતર ૩૫ યોજન અને એક યોજનના /૬૧ ભાગ, તથા ૧/૬૧ તે ભાગના ૪ ભાગ છે. જંબૂદ્વીપ પ્રાપ્તિમાં કહેલું છે કે – “ભગવન્! એક સૂર્યમંડલનું બીજા

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104