Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૧૮/પ૧ ૧૩૩ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૯ @ ગાયનું મસ્તક, તેની પંક્તિ- તે પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણિ, તેના જેવો આકાર કહેલ છે. એમ બાકીના સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે - પશુ બંધન, બાકી પ્રાયઃ સુગમ છે. સંસ્થાના સંગ્રાહિકા આ જંબૂદ્વીપ પ્રાપ્તિની ત્રણ ગાથા છે - ગોશીષવલિ, કાહાર, શકુની, પુષ્પોપચાર, વાપી, નૌકા, અશ્વનો અંધક, ભગ, અઆની ધાર ઈત્યાદિ - X - X - X - ૦ પ્રાભૃતપામૃત-૮-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રામૃતનું આઠમું પ્રાકૃતપ્રાભૃત કહ્યું. હવે નવમું આરંભે છે. તેનો આ અર્વાધિકાર છે – “પ્રતિ નક્ષત્ર તારા પ્રમાણની વક્તવ્યતા.” તેથી વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-પર : કઈ રીતે તે તારાઓનું પ્રમાણ કહેલ છે ? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે? ત્રણ તારાવાળું છે. શતભિષજુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? સાત તારાવાળું છે. પૂર્વ પૌષ્ઠપદા કેટલાં તારાવાળું છે ? બે તારક છે. એ રીતે ઉત્તરા પૌષ્ઠપદા પણ જાણવું. રેવતી નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? બત્રીશ તાક છે. અશ્વિની નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? મિતાક છે. એ પ્રમાણે બધે જ પૂછવું જોઈએ. ભરણી 2 તારક, કૃતિકા છ તારક, રોહિણી પંચ તારક, શ્રવણ મિતારક, આદ્ર એક તાક, પુનર્વસુ પંચ તારક, પુષ્ય નક્ષત્ર મ તારક, આશ્લેષા છ તાક, મઘા સાત તારક, પૂર્વાફાલ્ગની બે તારક, એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્ત પાંચ તાક, ચિત્રા એક તાક, સ્વાતિ એક તાક, વિશાખા, પાંચ તાક, અનુરાધા પાંચ તાક, જ્યેષ્ઠા ગિતારક, મૂલ એક માસ્ક, પૂવષાઢા ચાર તારક અને ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારવાળું કહેલ છે.. • વિવેચન-પર : કયા પ્રકારે ભગવદ્ ! આપે નક્ષત્રોનું તારાપમાણ કહેલ છે, તેમ કહેવું ? એમ સામાન્ય પ્રશ્ન કરીને હવે પ્રતિનક્ષત્ર પૂછે છે – આ ૨૮ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર ત્રણ તારાવાળું કહેલ છે. એ પ્રમાણે બાકીના પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહેવા. તારાઓના પ્રમાણની સંગ્રાહિકા આ ગાથાઓ જંબૂદ્વીપ પ્રજ્ઞતિમાં છે - ત્રણ, ત્રણ, પાંચ, સાત, બે, બે, બત્રીશ, ત્રણ, ત્રણ, છ, પાંચ, ત્રણ, એક, પાંચ, ત્રણ, એક, સાત, બે, બે, પાંચ, એક, એક, પાંચ, ચાર, ત્રણ, અગિયાર, ચાર, ચાર એ પ્રમાણે તારાઓનું પ્રમાણ કહેલ છે. ૦ પ્રાભૃતપાત-નો સટીક અનુવાદ પૂર્ણ - X - X - X - X - X –

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104