Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૪-૩૫ ૧૦૧ ૧૦૨ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ દક્ષિણ-ઉત્તરની આયતતાથી જાણવો અને વિકુંભ પૂર્વ-પશ્ચિમની આયતતાથી જાણવો. એ પ્રમાણે ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ સ્વશિષ્યોના સ્પષ્ટ અવબોધન માટે ફરી પૂછે છે - તે એવા પ્રકારની અનંતરોક્ત વસ્તુ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે, તે હે ભગવનું ! કહો. એ પ્રમાણે કહેતા ભગવતુ બોલ્યા- આ બૂહીપ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ વિચારવું.. તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે “ઉર્ધ્વ મુખ કલંબુત પુષ' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. યાવતુ સવવ્યંતરા બાહા અને સર્વબાહા બાહા. તેના આતપોત્ર સંસ્થિતિના સર્વાગંતર બાહા મેરુપર્વત સમીપે છે. તે મેરુ પર્વતની પરિધિગતપણાથી ૬૪૮૬ અને ચોક યોજનાના ૧૦ ભાગ મે કહેલ છે, તેમ કહેવું. એમ ભગવંતે કહેતા ગૌતમ પ્રશ્ન કરે છે – તે તાપક્ષેત્ર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ - મેરની પરિરય પરિક્ષેપણ વિશેષ કયા કારણથી એ પ્રમાણમાં કહેલ છે, પણ જૂન કે અધિક નહીં, તે કહો. ત્યારે ભગવંતે કહ્યું - જે મેરુ પર્વતનો પરિક્ષેપપરિરસ ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદ કરીને, તે કઈ રીતે કરાય છે ? તેનો ઉત્તર આપે છે અહીં સવર્જિંતર મંડલમાં વતતો સૂર્ય જંબૂઢીગત ચકવાલના જે-તે પ્રદેશમાં તે-તે ચકવાલ ક્ષેત્ર પ્રમાણાનુસાર 3/૧૦ ભાગને પ્રકાશિત કરે છે અને આ પૂર્વે કહેલ છે. ધે મેરુ સમીપમાં તાપટ્ટોત્રની વિચારણા કરાતા-તેથી મેરુ પરિશ્યના સુખે અવબોધને માટે પહેલાં ત્રણ વડે ગુણીએ, ગુણીને દશ વડે વિભાગ કરે. દશ વડે ભાગ ઘટાડતાં યથોકત મેર સમીપનું તાપક્ષે પરિમાણ આવે છે. તેથી જ કહે છે કે - મેર પર્વતનો વિકંભ ૧૦,૦૦૦ છે, તેનો વર્ગ દશ કરોડ થાય છે. તેને દશ વડે ગુણીએ તો એક અબજ ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢવાથી આવે છે - ૩૧,૬૨૩થી કંઈક ન્યૂન થાય. પણ વ્યવહારથી પરિપૂર્ણ ૩૧,૬૨૩ વિવતિ કરાય છે. આ રાશિને ત્રણ વડે ગુણીએ, તો ૯૪,૮૬૯ આવે છે. આને દશ ભાગ વડે હરતા પ્રાપ્ત થાય છે ૬૪૮૬ યોજન અને એક યોજનના ૧૦ ભાગ થાય. ત્યારે આ અનંતરોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ - મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ તાપોત્ર સંસ્થિતિ કહેલી છે, તેમ સ્વ શિષ્યોને કહેવું. આ અર્થ બીજે પણ કહેવાયેલ છે “મેર પરિરય રાશિના ત્રણગણાં અને દશમે ભાગે જે પ્રાપ્ત થાય, તે સૂર્યનું અત્યંતર મંડલમાં તાપક્ષેત્ર થાય છે. એ પ્રમાણે સર્વવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય મેરુ સમીપમાં તાપગ સંસ્થિતિની સવચિંતર બાહાનું વિઠંભ પરિમાણ કહ્યું. હવે લવણસમુદ્રની દિશામાં જંબૂદ્વીપ પર્યન્તમાં જે સર્વબાહ્ય બાહા છે, તેનું વિÉભ પરિમાણ કહે છે – તે તાપોત્રા સંસ્થિતિના લવણસમદ્ર સમીપમાં સર્વબાહ્ય બાહા છે તે પરિક્ષેપથી - જંબુદ્વીપ પરિચય પરિક્ષેપથી ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ જેટલી કહેલી છે. અહીં જ સ્પષ્ટ બોધને માટે પ્રશ્ન કરે છે - તે આટલો પરિક્ષેપ વિશેષ - તાપોત્ર સંસ્થિતિથી કયા કારણથી કહેલો છે? ન્યૂન કે અધિક નહીં, તે કહો. ભગવંતે કહ્યું - જે જંબૂદ્વીપનો પરિક્ષેપ-પરિચય ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદીને-ભાંગીને, આ અર્થમાં કારણ પૂર્વે કહેલ છે તે મુજબ અનુસરણીય છે. દશ ભાણ વડે ઘટાડાતા યથોન જંબૂદ્વીપ પર્યા તાપક્ષેત્ર પરિમાણ આવે છે. - તેથી જ કહે છે કે – જંબૂદ્વીપની પરિધિ 3,૧૬,૨૨૭ યોજન, ત્રણ ગાઉં, ૧૨૮ ધનુષ, [૧] ૧/] સાડાતેર અંગુલ છે અને આટલા યોજનમાં કંઈક ન્યૂન હોવાથી વ્યવહારથી પરિપૂર્ણ વિવક્ષિત કરાય છે ત્યારપછી ૨૨૮ અંક જાણવા. તેથી પરિધિ ૩,૧૬,૨૨૮ યોજન થશે. તેને ત્રણ વડે ગુણતા થાય છે ૯,૪૮,૬૮૪, આ સંખ્યાને દશ ભાગ વડે હસતા, પ્રાપ્ત થાય છે - યશોકત બૂઢીપ પર્યad સર્વબાહ્ય બાહાનું વિકંભ પરિમાણ. પછી આ આટલા અનંતરોક્ત પ્રમાણનો પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિરસનો પરિણોપ વિશેષ તાપટ્ટોત્ર સંસ્થિતિ કહે છે, તેમ કહેવું. આ કથન બીજે પણ કરાયેલ છે કે – જંબૂદ્વીપની પરિધિના ત્રણ ગુણાનો દશમો ભાગ કરતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યના અત્યંતર મંડલનું તાપોત્ર થાય.” એ પ્રમાણે જંબૂદ્વીપમાં તાપોત્ર સંસ્થિતિના સર્વાત્યંતર અને સર્વબાહ્ય બાહાનું વિકુંભ પરિમાણ કહ્યું. હવે સામાન્યથી આયામથી તાપક્ષેત્ર પરિમાણને જિજ્ઞાસુ તે વિષયમાં પ્રશ્ન કહે છે - તાપણ આયામથી સામન્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈ પણાથી કેટલા પ્રમાણમાં કહેલ છે, તે કહો. ભગવંતે કહ્યું - ૩૮,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે યાવતુ આયામથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કહેલ છે, તેમ કહેવું. તેથી જ કહે છે - સવન્જિંતર મંડલમાં વર્તમાન સૂર્યનું તાપોત્ર દક્ષિણ-ઉત્તર લાંબુ મેરુથી આરંભીને ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી લવણસમુદ્રનો છઠો ભાગ છે. કહ્યું છે કે – મેરુનો મધ્ય ભાગ ચાવત્ લવણસમુદ્રના છ ભાગો, તે આનો આયામ છે, જે નિયમા ગાડાની ઉદ્ધીત જેવો સંસ્થિત છે. અર્થાત્ આ તાપ નિયમથી શકટઉદ્ધી સંસ્થિત છે, બાકી સુગમ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ પર્યન યાવતું ૪૫,૦૦૦ યોજન લવણનો વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે. તેથી ઉભયના મીલનથી યથોકત આયામ પ્રમાણ થાય છે. આ સર્વાભિંતર મંડલમાં વર્તતા સૂર્યની ગ્લેશ્યા અત્યંતર પ્રવેશતા મેરુ વડે પ્રતિ ખલિત થાય છે. જો વળી ખલિત ન થાય, તો મેરુનો સર્વ મધ્ય ભાગગત પ્રદેશને અવધિ કરીને આયામથી જંબૂહીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104