Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ ૯/-/૪૧ પરિચ્છિન્ન જે દેશ-પ્રદેશ, જે પ્રદેશમાં આવતા સૂર્ય એક પૌરુષીને - પુરુષ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ પ્રકાશ્ય વસ્તુની પ્રમાણભૂત છાયાને નિર્તિ છે. અહીં આ ભાવના છે - પહેલા ઉદયમાન સૂર્યમાં જે લેફ્સા નીકળીને પ્રકાશને આશ્રિત છે, તેના વડે પ્રકાશ્ય વસ્તુ દેશમાં ઉર્ધ્વ ક્રિયમાણ વડે કંઈક પૂર્વાભિમુખ નમેલા વડે પ્રકાશ્ય વસ્તુ વડે જે સંભાવ્ય પરિછિન્ન આકાશપ્રદેશ છે, ત્યાં આવીને સૂર્ય પ્રકાશ્યવસ્તુ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. તેમાં જે તે વાદીઓ એમ કહે છે – તે દેશ છે. જે દેશમાં આવીને સૂર્ય બે પૌરુષી છાયાને નિર્વર્તે છે, તે જ સ્વમતને વિસ્ફારણને માટે કહે છે – ૧૩૩ સૂર્યના સૌથી નીચેથી સૂરપ્રિતિધિ - સૂર્યનિવેશથી બહાર નીકળતી લેશ્યા વડે તાડ્યમાન આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉર્ધ્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત આ બંને અહ્વા વડે બે છાયાનુમાન પ્રમાણો વડે પ્રકાશ્ય વસ્તુ પ્રમાણો વડે પરિચ્છિન્ન જે દેશ, તેમાં સમાગત સૂર્ય બે પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની બમણી છાયા નિર્વર્તે છે. એ પ્રમાણે એક-એક પ્રતિપત્તિમાં એકૈક છાયાનુમાન પ્રમાણ વૃદ્ધિથી ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી ૯૬મી પ્રતિપત્તિ છે. તેમાં રહેલ સૂત્રો સ્વયં વિચારવા કેમકે સુગમ છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ કહી છે. હવે સ્વમતને દેખાડે છે – અમે વળી એ વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ, તે જ પ્રકારો જણાવે છે - સતિને આદિ. ઉગવાના અને અસ્ત થવાના સમયે સાતિરેક ૫૯ પુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. આ જ વાતને કહે છે – જેમાંથી અદ્ધ ચાલી ગયેલ છે, તે પાર્દ્ર અને તે આ પૌરુષી તે પાદ્ધ પૌરુષી છાયા પુરુષગ્રહણમના ઉપલક્ષણથી બધી વસ્તુના પ્રકાશ્ય અર્ધ પ્રમાણ છાયા, એ પ્રમાણે આગળ પણ લક્ષણ વ્યાખ્યાન જાણવું. દિવસનો કેટલો ભાગ જતા - કેટલો ભાગ જતા અથવા તે શેષ - કેટલામો ભાગ બાકી રહે છે ? ભગવંતે કહ્યું – દિવસનો ત્રીજો ભાગ જતાં થાય છે. દિવસનો ત્રીજો ભાગ, બાકી રહેતા, તે પૌરુષી પુરુષ પ્રમાણ. પ્રકાશ્ય વસ્તુના સ્વપ્રમાણ, છાયા કેટલી જતાં • કેટલો ભાગ જતા કે કેટલો ભાગ બાકી રહેતા થાય છે ? ભગવંત કહે છે ચોથો ભાગ જતાં કે ચોથો ભાગ બાકી રહેતા, પ્રકાશ્ય વસ્તુની સ્વ પ્રમાણભૂત છાયા બીજા ગ્રંથમાં અન્યત્ર સર્વાન્વંતર મંડલને આશ્રીને કહેલી છે. - ૪ - ૪ - આ પોિિસ પ્રમાણને ઉત્તરાયણને અંતે, દક્ષિણાયનની આદિમાં એક દિવસની થાય છે. તેના પછી અર્ધ - ૧/૬૦ ભાગ અંગુલના દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. એ પ્રમાણે મંડલ-મંડલમાં અન્યા પોરિસિ છે. - આ સર્વ પણ પૌરુષી વિભાગ પ્રમાણ પ્રતિપાદન સર્વાન્વંતર મંડલને આશ્રીને જાણવું. સાદ્ધ પુરુષ પ્રમાણ છાયા દિવસના કેટલામાં ભાગમાં હોય છે, કેટલામાં ભાગે બાકી રહે છે ? ભગવંતે કહ્યું – દિવસનો પાંચમો ભાગ જતાં કે પાંચમો ભાગ બાકી સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રહેતા થાય છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અદ્ધ પુરુષ પ્રમાણ છાયાને છોડીને - પૃચ્છા. પૃચ્છા સૂત્ર જાણવું જોઈએ. પૂર્વ પૂર્વ સૂત્ર અપેક્ષાથી એક-એક અધિક દિવસ ભાગને છોડીછોડીને ઉત્તર સૂત્ર જાણવું જોઈએ. તે આ પ્રમાણે - બે પોરિસિ છાયા જતાં કે રહેતા ? છ ભાગ જતાં કે રહેતા ? અઢી પોિિસ છાયા જતાં કે રહેતાં ? સાત ભાગ જતાં કે રહેતાં ? ઈત્યાદિ. અને આ આટલા ત્યાં સુધી જ્યાં સુધી સાતિરેક ૫૯-પૌરુષી છાયા દિવસના પ્રારંભ સમયમાં અને પર્યન્ત સમયમાં છે. પછી કહે છે – કંઈ પણ જતાં કે રહેતા નહીં. હવે છાયા ભેદોને કહે છે – તેમાં તે છાયામાં વિચારણા કરતાં નિશ્ચે આ ૨૫પ્રકારની છાયાઓ કહેલી છે ? તે આ પ્રમાણે - સ્તંભ છાયા ઈત્યાદિ. પ્રાયઃ સુગમ છે, આ પદોનું વિશેષ વ્યાખ્યાન બીજા શાસ્ત્રોથી સંપદ્રાયાનુસાર કહેવું. ‘ગોલછાયા' એમ કહ્યું, તેથી તે જ ગોલછાયાને ભેદથી કહે છે – તે પચીશ છાયાની મધ્યે નિશ્ચે આ ગોલછાયા આઠ ભેદે કહેલી છે, તે આ પ્રમાણે – ૧૩૪ ગોલ માત્રની છાયા તે ગોલછાયા, અપાર્દ્ર - અર્ધ માત્ર ગોળની છાયા તે અપાદ્ધ ગોલછાયા, ગોલની આવલિ તે ગોલાવલિ, તેની છાયા તે ગોલાવલિછાયા. અપાર્ણમાત્રાની ગોલાવલિની છાયા તે અપાર્દ્ર ગોલાવલિ છાયા, ગોળનો પુંજ તે ગોળપુંજ, તેની છાયા તે ગોલપુંજ છાયા. અર્ધ માત્ર ગોલપુંજની છાયા, અપાર્વંગોલપુંજ છાયા. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104