Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 67
________________ ૮|-|૩૯ ૧૧૯ પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત કાળ સમયમાં વર્ષની પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં વર્ષનો પ્રથમ સમય થાય છે, ત્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે. જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરની દક્ષિણે અંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વષનો પ્રથમ સમય હોય છે. જેમ સમય તેમ આવલિકા, આનાથાણ, રોક, લવ, મુહૂત, અહો, પક્ષ, માસ, ઋતુ એ પ્રમાણે દશ આલાપકો, જેમ વર્ષમાં એ પ્રમાણે હેમંત અને ગ્રીમને પણ કહેવા જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અયનમાં હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે દક્ષિણામાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃ4 કાળ સમયમાં પહેલું અયન હોય છે. જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં પહેલાં અયનમાં હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલા અયનમાં હોય છે, જ્યારે પશ્ચિમમાં પહેલા અયનમાં હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશાકૃ4 કાળ સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે. જેમ અયન તેમ સંવતસર, સુગ, વર્ષ શત પણ જાણવા. એ પ્રમાણે સહસ્ર વર્ષ લક્ષ વર્ષ પૂવગ, પૂર્વ એ પ્રમાણે ચાવતું શીર્ષ પ્રહેલિકા પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - જ્યારે જંબૂદ્વીપના દાક્ષિણાદ્ધમાં ઉત્સર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્સર્પિણી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અવસર્પિણી નથી, ઉત્સર્પિણી નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હે શ્રમણાયુષ્ય! કહેલ છે. એ પ્રમાણે ઉત્સર્પિણીમાં પણ જાણવું. જ્યારે લવણસમુદ્રમાં દાક્ષિણાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં ઉત્તરાર્ધમાં દિવસ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. જેમ જંબુદ્વીપમાં તેમજ યાવતુ ઉત્સર્પિણી કહેવું. તે પ્રમાણે ઘાતકીખડ દ્વીપમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગી આદિ પૂર્વવતુ. જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઘાતકીખંડ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં શનિ હોય છે. એ પ્રમાણે જંબૂદ્વીપમાં જેમ કહ્યું તેમ પૂર્વવત્ કહેવું. કાલોદમાં જેમ લવણસમુદ્રમાં કહ્યું તેમ કહેવું. અત્યંતર પુકરાદ્ધમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગીને પૂર્વવતુ જ્યારે અત્યંતર પુકરાદ્ધમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરુદ્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય ૧ર૦ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ત્યારે અભ્યતરપુચ્છરાદ્ધમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. બાકી બધું જેમ જંબૂદ્વીપમાં કહ્યું તેમજ યાવત્ ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવું. • વિવેચન-૩૯ : કયા પ્રકારે સૂર્યની ઉદય સંસ્થિતિ, ભગવત્ ! આપે કહેલ છે તેમ કહેવું ? ત્યારે ભગવંતે આ વિષયમાં -x- ત્રણ પ્રતિપત્તિ અર્થાતુ પરતીર્થિકના મત રૂપ કહેલી છે, તે આ પ્રમાણે – તે ત્રણ પરતીર્થિકો મથે એક - પહેલો પરતીર્થિક એમ કહે છે - જ્યારે આ જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્ત દિવસ છે. તે પ્રમાણે દક્ષિણાદ્ધના નિયમથી ઉત્તરાદ્ધનો નિયમ કહેવો. હવે ઉત્તરાદ્ધ નિયમનથી દક્ષિણાદ્ધ નિયમન કહે છે - તેમાં જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહૂર્તનો દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૩ મુહુર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી એકૈક મુહૂર્ત હાનિથી ઘટાડવું, પરિહાનિ જ ક્રમ વડે દશાવે છે . પહેલાં ઉક્ત પ્રકારથી ૧૬-મુહૂર્ત દિવસ કહેવા, પછી ૧૫ મુહૂર્ત, પછી ૧૪-મુહૂર્ત. પછી ૧૩-મુહૂર્ત, સૂગપાઠ પણ પૂર્વોક્ત સૂત્રોનુસાર સ્વયં કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૬-મુહૂર્ત દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૬-મુહૂર્ત દિવસ થાય છે જ્યારે ઉત્તરાર્ધમાં ૧૬-મુહૂર્ણ દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૬-મુહૂર્તનો દિવસ થાય છે. ઈત્યાદિ. ૧૨-મુહૂર્ત પ્રતિપાદક સૂત્ર સાક્ષાત્ કહે છે – તેમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૨-મુહુર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૨-મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે. ત્યારે ૧૮ મુહૂર્નાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહૂર્તનો દિવસ થાય, સદૈવ ૧૫ મુહૂર્ત સમિ. કેમકે ત્યાં સર્વકાળ અવસ્થિત - એક પ્રમાણવાળો છે. ત્યાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિવસ કહેલા છે. આ પહેલાં પરતીચિંકોનું મૂળભૂત સ્વશિષ્ટ પ્રતિ આમંત્રણ વાક્ય છે. • x - વળી એક એમ કહે છે કે – જ્યારે જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં આ અદ્ધમાં અઢાર મુહૂર્તથી કંઈક હીન કે હીનતર અથવા ૧૭-મુહૂર્તથી કિંચિત્ સમધિક પ્રમાણનો દિવસ હોય ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૮ મુહૂર્તાનાર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૮-મુહૂર્તાાર દિવસ થાય. તથા જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૭મ્મહત્તત્તર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તાનાર દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૭-મુહૂર્તાન્તર દિવસ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104