Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/-/૧ છે પ્રાકૃત-૧ છે - X - X – • સૂત્ર-૧ - (શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર થાઓ અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે, તે સમયે મિથિલા નામે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધનગરી હતી, ત્યાં પ્રમુદિત જન-જાનપદ યાવતું તે પ્રસાદીય હતી. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. તે નગરીમાં જિતરબુ રાજ, ધારિણી દેવી હતા. તે કાળે - તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં સ્વામી પધાર્યા પાર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ ચાવતું રાજ પણ જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. • વિવેચન-૧ : તે કાળે ઈત્યાદિ - તે કાળમાં. અર્થાત જ્યારે ભગવદ્ વિચરતા હતા, તે કાળમાં. મીન - અધિકૃતુ અવસર્પિણીના ચોથા ભાગરૂપ, આ શબ્દ વાક્યના અલંકાર અર્થે છે. સમય - અવસર વાસી છે. તથા લોકમાં, હજી પણ આ વાવ્યનો સમય વર્તતો નથી અર્થાત હજી સુધી આ વક્તવ્યનો અવસર વર્તતો નથી. તે સમયમાં ભગવંતે આ સૂર્યવક્તવ્યતા કહી. તે સમયે મિથિલા નામે નગરી હતી. [શંકા હજી પણ તે નગરી વર્તે છે, તો “વર્તતી હતી' તેમ કેમ કહ્યું? કહે છે - ગ્રંથમાં કહેલ વૈભવયુક્ત વર્ણન જે કહેવાશે તે “વર્તતું હતું” પણ ગ્રંથ વિધાનકાળે તેમ નથી. આ પણ કઈ રીતે જાણવું ? તે કહે છે. આ અવસર્પિણી કાળ, અવસર્પિણીમાં પ્રતિક્ષણે શુભ ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનજ્ઞાતાને સુપ્રતીત છે. તેથી “વર્તતી હતી” તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. હવે આ નગરીનું વર્ણન – બદ્ધ-ભવનો વડે અને પરજનો વડે અતી વૃદ્ધિને પામેલ. તિમિત-સ્વચક, પચક, તકર, ડમરાદિથી ઉદ્ભવેલ ભયરૂપી કલ્લોલ માળાથી રહિત. સમૃદ્ધ-ધન, ધાન્યાદિ વૈભવ યુક્ત. તથા પ્રમોદવાળા - પ્રમોદ હેતુ વસ્તુના તેમાં સદભાવયી, ન - નગરીમાં વસતા લોકો. નાનપ - જનપદમાં રહેલ, તેમાં પ્રયોજનવશ આવતા એવા તે પ્રમુદિત જન-જાનપદ. યાવત્ શબ્દ વડે વિવાઈ સૂત્રમાં પ્રતિપાદિત સમસ્ત વર્ણના જાણવું. તે ગ્રન્થ મોટો થઈ જવાના ભયથી લખતાં નથી. તે માત્ર “ઉવવાઈ” વડે જાણવું. ક્યાં સુધી જાણવું ? પ્રાસાદીયા સુધી. અહીં જ શબ્દના ઉપાદાનથી પ્રાસાદીયા આદિ ચાર પદો જાણવા. પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા અને પ્રતિરૂપા. તેમાં - પ્રાસાદીયા એટલે ઘણાં પ્રાસાદોથી યુક્ત, તેથી જ દર્શનીય-દર્શન યોગ્ય, કેમકે પ્રાસાદો અતિ રમણીય છે. તથા અભિમુખ એવો અતિ આકાર જેનો છે તે અતિરૂપા, પ્રતિવિશિષ્ટ - અસાધારણ આકારવાળી તે પ્રતિરૂપા. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશા ભાગમાં - X - માણિભદ્ર નામક ૨૦ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ચૈત્ય હતું. વિન્ - લેયાદિ ચયનનો ભાવ કે કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દપણાંથી દેવતાપ્રતિમા રૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ હોય તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે. તે અહીં વ્યંતરાયન જાણવું. પણ અહન ભગવંતનું આયતન [જિનાલય નહીં. ચૈત્યનું વર્ણન કહેવું. તે ઉવવાઈ સૂગથી જાણવું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે સજા હતો. તેની દેવી - સમસ્ત અંતઃપુરની મુખ્ય પની, સર્વ ગુણ ધારણ કરવાથી ધારિણી નામે રાણી, રાજા, રાણી વર્ણન ઉવવાઈ સૂત્રમાં કહેલ વર્ણન મુજબ જાણવું. તે કાળે, તે સમયે, તે માણિભદ્ર ચેત્યમાં સ્વામી જગતગુરુ ભગવંત શ્રી મહાવીર અરહંત, સર્વજ્ઞ, સર્વદર્શી, સાત હાથ પ્રમાણ શરીર ઉંચા, સમચતુરસ સંસ્થાનવાળા, વજsષભ નારાય સંઘયણવાળા, કાજળ જેવી કાલિમાયુક્ત• સ્નિગ્ધકુંચિત-પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળવાળા, તપેલા સુવર્ણ જેવી સુંદર મસ્તકતલકેશભૂમિ આતપત્ર આકાર મસ્તક, પરિપૂર્ણ ચંદ્રમંડલથી પણ અધિકતર મુખની શોભાવાળા, પાકમળની સુગંધ જેવા નિઃશ્વાસવાળા, વદનના ભાગ પ્રમાણ કંબૂ સમાન સુંદર કંધરવાળા, શાર્દૂલ સિંહવત્ પરિપૂર્ણ વિપુલ સ્કંધપદેશવાળા, મોટા નગરના કબાટ જેવા વિશાળ વક્ષ:સ્થળથી શોભતા, યથાસ્થિત લક્ષણયુક્ત, શ્રીવૃક્ષ પરિઘ સમાન લાંબા બાહુ યુગલવાળા, રવિચંદ્ર-ચક્ર-સ્વસ્તિકાદિ પ્રશસ્ત લક્ષણયુક્ત હસ્તતલવાળા, સુજાત પડખાં, મત્સ્ય જેવું ઉદર, સૂર્ય કિરણના સ્પર્શથી વિકસેલ કમળ સમાન નાભિમંડલ, સિંહ જેવો સંવર્તિત કમર પ્રદેશ, નિગૂઢમાતુ, કુરુવિદ જેવા વૃત જંઘા યુગલ, સારી રીતે પ્રતિષ્ઠિત કાચબના સુંદર પગ જેવો તલ પ્રદેશ, એ બધાંથી યક્ત. અનાશ્રવ, નિર્મમત્વ, છિgશ્રોતવાળા, તિરૂપલેપ, પ્રેમ-રાગ-દ્વેષ રહિત, ૩૪-અતિશય યુક્ત, દેવે ચેલ નવ સુવર્ણકમળમાં પગ મૂકીને ચાલતા, આકાશમાં ચાલતા ધર્મચક-છગ-બે ચામરો - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત એવા, તથા આગળ દેવો વડે ખેંચાતા ધર્મધ્વજ સહિત, ૧૪,ooo સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજી વડે પરિવરેલા સ્વકા સુખપૂર્વક વિચરતા, યથાસ્વરૂપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં સમવસર્યા. ભગવંતના સમવસરણનું વર્ણન ઉવવાઈથી જાણવું. પર્ષદા-મિથિલા નગરીના વસનારા સર્વે પણ લોકો ભગવંતની આવેલા જાણીને ભગવંતના વંદનાર્થે પોતાના આશ્રય સ્થાનોથી નીકળ્યા. ત્યારે તે મિથિલા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથોમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે - બોલે છે - પ્રજ્ઞાપે છે - પ્રરૂપે છે કે નિશે એ પ્રમાણે હે દેવાનુપિયો ! શ્રમણ ભગવદ્ મહાવીર, આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી ચાવત્ વિચરતા અહીં આવ્યા છે, સમાનત છે, સમોસર્યા છે, આ જ મિથિલા નગરીની બહાર માણિભદ્ર ચૈત્યમાં યથાપતિરૂ૫ અવગ્રહ અવગ્રહીને તે અરહંત-જિન-કેવલી, શ્રમણ ગણથી પરિવરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપિય ! તથારૂપ અરહંત

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104