Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૧/૨/૨૨,૨૩ અઠાર મુહૂત્તાં રાત્રિ થાય છે અને બે અકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્ત દિવસ થાય છે. 34 તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં દક્ષિણના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશમાં બાહ્ય અંતરના ત્રીજા ઉત્તરની અર્ધ મંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ત રાત્રિમાં ચાર-એકસઠાંશ મુહૂર્ત અધિક થાય છે. નિશ્ચે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય ત્યારપછી પછીના તે-તે દેશમાં તે-તે અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતો-કરતો ઉત્તરના અંતર ભાગથી, તેના આદિ પ્રદેશમાં સર્વ અત્યંતર દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય સમાંિંતર દક્ષિણ અમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ છે, આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. [૨૩] તે ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિ કેવી કહી છે તે જણાવો ? આ જંબુદ્વીપ દ્વીપ બધાં દ્વીપોની મધ્યે યાવત્ પરિધિથી છે. જ્યારે તે સૂર્ય સતયિંતર ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્ત રાત્રિ થાય છે. જેમ દક્ષિણ અર્ધ-મંડલમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે ઉત્તર સ્થિત અત્યંતર અનંતર દક્ષિણમાં સંક્રમણ કરે છે. દક્ષિણથી અત્યંતર ત્રીજા ઉત્તરમાં સંક્રમણ કરે છે. એ પ્રમાણે એ ઉપાયથી સાવત્ સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરે છે. સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરીને દક્ષિણથી બાહ્ય અનંતર ઉત્તરમાં સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય ત્રીજા દક્ષિણમાં, દક્ષિણના ત્રીજાથી સંક્રમણ કરતો યાવત્ સર્વશ્ચિંતરમાં પૂર્વવત્ સંક્રમણ કરે છે. આ બીજા છ માસ અને છ માસનો અંત છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. ગાથાઓ જાણવી. • વિવેચન-૨૨,૨૩ : તા વાં તે. ઈત્યાદિ. તા - ક્રમ અર્થમાં છે, પૂર્વવત્ જાણવું. જ્યં - કયા પ્રકારે ભગવન્ ! તમારા મતમાં અર્ધમંડલ વ્યવસ્થા કહેલી છે તે કહો. પૂછતા આ અભિપ્રાય છે – અહીં એકૈક સૂર્ય એકૈક અહોરાત્ર વડે એકૈક મંડલના અદ્ધને ભ્રમણ વડે પૂરે છે. પછી સંશય છે - કઈ રીતે એકૈક સૂર્યની પ્રતિ અહોરાત્રથી એકૈક અર્ધમંડલની પરિભ્રમણ વ્યવસ્થા પૂછે છે. અહીં ભગવત્ પ્રત્યુત્તર આપતા કહે છે – તેમાં અર્ધ મંડલ વ્યવસ્થા વિચારમાં સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ નિશ્ચિત આ બે અર્ધમંડલ સંસ્થિતિ મારા વડે કહેવાયેલ છે. તે આ રીતે – એક દક્ષિણા-દક્ષિણના દિગ્માવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ - અર્ધમંડલ વ્યવસ્થા. બીજી ઉત્તરની - ઉત્તર દિભાવી સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ. ૩૬ એ પ્રમાણે કહ્યું ત્યારે ફરી પૂછે છે – અહીં બે પણ અર્ધમંડલ સંસ્થિતિ જાણી, તેમાં આ ત્યાં સુધી હું પૂછું છું – ભગવન્ ! આપે કઈ રીતે દક્ષિણ દિગ્માવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ કહી છે તે કહો ? ભગવંતે કહ્યું – આ જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારી લેવું. તેમાં જ્યારે સૂર્ય સશ્ચિંતરમંડલગત દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ ઉત્તમકાષ્ઠા-પ્રકર્ષને પ્રાપ્ત, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. અહીં સર્વોત્યંતર મંડલમાં પ્રવેશતા પહેલીક્ષણથી ઉદ્ધર્વમાં ધીમે ધીમે સર્વાશ્ચંતર પછીના બીજા મંડલ અભિમુખ તથા કંઈક પણ મંડલગતિથી પરિભ્રમણ કરે છે, જેના વડે અહોરાત્ર સુધી સર્વાશ્ચંતર મંડલગત ૪૮/૬૧ ભાગ બીજા અને બે યોજનને અતિક્રમીને સર્વાન્વંતર અનંતર બીજા ઉત્તર અર્હુમંડલ સીમામાં વર્તે છે. તેથી કહે છે – “તે નીકળતો એવો સૂર્ય'' ઈત્યાદિ. તે સૂર્ય સર્વાશ્ચંતરગત પહેલી ક્ષણથી ઉર્ધ્વ ધીમે ધીમે નીકળતા અહોરાત્ર અતિક્રાંત થતા અભિનવ સંવત્સર આરંભ કરતાં નવા પ્રથમ અહોરાત્રમાં દક્ષિણ દિગ્માવી અંતરથી - સર્વાન્વંતર મંડલગત ૪૮/૬૧ યોજન અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને સર્વાશ્ચંતર અનંતર ઉત્તર અર્ધ્વમંડલની આદિ પ્રદેશને આશ્રીને અત્યંતર અનંતર - સર્વાત્યંતર મંડલ અનંતરથી ઉત્તર અર્હુમંડલ સંસ્થિતિ સંક્રમીને ચાર ચરે છે. તે આદિપદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ અહીં પણ તેવી રીતે ચરે છે, જેથી તે અહોરાત્રના પર્યન્તે તે મંડલ અને બીજા બે યોજન છોડીને દક્ષિણ દિગ્માવિ ત્રીજા મંડલની સીમામાં હોય છે. ત્યારપછી જ્યારે સૂર્ય સર્વાશ્ચંતર અનંતર બીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે ત્યારે દિવસ અઢાર મુહૂર્ત અને /૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન થાય છે અને જઘન્યા બાર મુહૂર્ત રાત્રિમાં ૨/૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ મંડલ સંસ્થિતિથી ઉક્ત પ્રકારે તે સૂર્ય નીકળતો અભિનવ સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તરદિશાવર્તી અંતરથી બીજા ઉત્તર અર્ધમંડલગત ૪૮/૬૧ ભાગ અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને દક્ષિણ દિશાવર્તી ત્રીજા અર્હુમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાન્વંતર મંડલને આશ્રીને ત્રીજું દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ તે રીતે ચાર ચરે છે - આદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ ચાર ચરે છે, જેથી તે અહોરાત્ર પર્યન્ત તે મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક બે યોજન છોડીને ચોથા ઉત્તર અર્ધમંડલની સીમામાં રહે છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104