Book Title: Agam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૨/૩૨
93
તેમાં જે તે વાદી એ પ્રમાણે કહે છે - એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ
કરતો સૂર્ય અધિકૃત્ મંડલને કર્ણકલાંથી છોડે છે. તેમાં આ વિશેષ ગુણ છે. તે જ ગુણને કહે છે જેટલા કાળ અપાંતરાલથી એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાને આશ્રીને મંગલને છોડે છે. આટલો માર્ગ આગળ પણ બીજા મંડલ પર્યન્ત પણ જાય છે.
અહીં આ ભાવના છે – અધિકૃત મંડલ જો કર્ણકલાને છોડે છે, તેથી અપાંતરાલ ગમનકાળ અધિકૃત્ મંડલ જ અહોરાત્રમાં અંતર્ભૂત છે તથા બીજા મંડલમાં સંક્રમણ કરતો તદ્ગત કાળને કંઈપણ ઘટાડ્યા વિના જેટલા કાળથી અપાંતરાલ જણાય છે, તેટલા કાળથી આગળ જાય છે.
પછી શું? તે કહે છે – આગળ જતો એવો મંડલકાળ થતો નથી, જેટલા કાળથી પ્રસિદ્ધ તે મંડલને સમાપ્ત કરે છે, તેટલા કાળથી તે મંડલ પરિપૂર્ણ સમાપ્ત કર છે. પરંતુ થોડું પણ મંડલકાળ પરિહાનિ થતી નથી. તેથી કંઈપણ સર્વ જગત્
પ્રસિદ્ધ પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાત પ્રસંગ નથી. આ તે એ પ્રમણે કહેનારનો ગુણ છે. તેથી આ જ મત સમીચીન છે. બીજો નહીં. એ પ્રમાણે આવેદિત કરતાં જણાવે છે કે -
તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ
કરતો સૂર્ય અધિકૃત્ મંડલને કર્ણકલાને છોડે છે. આ નચથી - અભિપ્રાયથી અમારા મતમાં પણ એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણને જાણવું જોઈએ. પણ એ પ્રમાણે બીજા નયથી નહીં. કેમકે તેમાં દોષ કહેલ છે.
૦ પ્રામૃત-પ્રામૃત-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
— — x – ૪ – ૪ – ૪ — x — x —
૦ પ્રાકૃત, પ્રાકૃતપ્રાકૃત-૩ ૦
એ પ્રમાણે બીજા પ્રાભૂતના બીજા પ્રાભૃપામૃતને કહ્યું. હવે ત્રીજા પ્રામૃતપ્રામૃતને કહે છે. તેનો આ અર્વાધિકાર છે. “મંડલ-મંડલમાં પ્રતિમુહૂર્તમાં ગતિ કથન.’' તેથી તે વિષયક પ્રશ્ન સૂત્રને કહે છે –
- સૂત્ર-૩૩ :
ભગવન્ ! કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે ? તેમાં આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે.
(૧) તેમાં એક એ પ્રમાણે કહે છે મુહૂર્તથી જાય છે.
(ર) બીજા કોઈ કહે છે મુહૂર્તથી જાય છે.
- છ-છ હજાર યોજન સૂર્ય એક-એક
-
તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક-એક
(૩) એક કોઈ કહે છે કે – તે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
યોજન જાય છે.
(૪) કોઈ એક વળી કહે છે કે – તે છ પણ, પાંચ પણ અને ચાર પણ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તમાં જાય છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન જાય છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસોમાં ૧,૦૮,૦૦૦ તાપક્ષેત્ર થાય છે.
૭૪
જ્યારે તે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચારે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં ૩૨,૦૦૦ યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે છછ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે
-
તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એકએક મુહૂર્તમાં જાય છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સમાંિંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે, ત્યારે પૂર્વવત્ દિવસ-રાત્રિ પ્રમાણ થાય અને તેમાં તાપક્ષેત્ર ૯૦,૦૦૦ યોજન થાય છે. તે જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે તે જ રાત્રિ-દિવસ પ્રમાણ થાય, તે દિવસમાં ૬૦,૦૦૦ યોજન તાપક્ષેત્ર થાય છે. ત્યારે સૂર્ય એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે જ્યારે તે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે રાત્રિદિવસ પૂર્વવત્ થાય છે. તે દિવસમાં ૩૭૨,૦૦૦ યોજન તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે રાત્રિદિવસ પૂર્વવત્, તે દિવસોમાં ૪૮,૦૦૦ યોજન તાપક્ષેત્ર કહેલ છે. તે વખતે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ હજાર કે પાંચ હજાર કે ચાર હજાર યોજન પણ જાય છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્ય ઉદ્ગમન મુહૂર્તથી કદાચ અસ્તમણ મુહૂર્તમાં શીઘ્રગત થાય છે. તેથી એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન જાય છે. મધ્યમ તાપક્ષેત્રને સમ ગણીને ચાલતાચાલતાં સૂર્ય મધ્યમગત થાય છે, ત્યારે એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે. મધ્યમ તાપક્ષેત્ર સંપાત થતાં સૂર્ય મંદગતિ થાય છે. ત્યારે તે એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે. તેમાં શો હેતુ છે, તેમ કહો છો ?
-
આ જંબુદ્વીપ યાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સર્વજ્યંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય. તે દિવસોમાં