Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૧/-/૧/૧૯ થી ૨૪ ૪૩ પારિામિકી એ ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર વિચારતા દોહદના આય, ઉપાય, સ્થિતિ, ઉત્પત્તિને ન સમજી શકતા, નષ્ટ મનોસંકલ્પ થઈ યાવતુ ચિંતામગ્ન થયો. o-o ત્યારપછી અભયકુમાર સ્નાન, ભલિકમ કરી ચાવતું સવલિંકાર વિભૂષિત થઈ શ્રેિણિક રાજાને પાદdદનાર્થે જવા વિચારે છે. ત્યારપછી અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવે છે, આવીને શ્રેણિક રાજાને નષ્ટ મન સંકલ્પ યાવત જોયા, જોઈને પ્રકારે અભ્યાર્થિત, ચિંતિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - અન્ય સમયે શ્રેણિક રાજ મને આવતો જોઈને આદર કરે છે, જાણે છે, સત્કાર-ન્સન્માન કરે રે, આલાપ-સંલાપ કરે છે, અધસિને બેસવા નિમંત્રે છે, મારું મસ્તક સંધે છે, આજે શ્રેણિક રાજ મને આદર નથી કરતા, જાણતા નથી, સકારતા-સન્માનતા નથી, ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-ઉંદર વાણી વડે આલાપ-સંલાપ કરતા નથી, અધસનથી નિયંત્રતા નથી, મસ્તક સંઘતા નથી, કોઈ કારણે નષ્ટ મત સંકલ્પ થઈને ચિંતિત થઈ રહ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ. મારે માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને તેનું કારણ પૂછું. એ પ્રમાણે વિચારી, જ્યાં શ્રેણિક રાજ છે, ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે, પછી આ પ્રમાણે કહ્યું - હે વાતા અન્ય કોઈ સમયે મને આવતો જોઈને તમે આદર કરો છે, ધ્યાન આપો છો યાવતું મારા મસ્તકને સુંઘો છો. આસને બેસવા, નિમંત્રો છો. આજે હે તાતા તમે મારો આદર કરતા નથી, ચાવત આસને બેસવા નિમંઝતા નથી. કંઈક નષ્ટ મનસંકલ્પ થઈ ચાવતુ ચિંતિત થયા છો, તેનું કોઈ કારણ હોવું જોઈએ. તો હે તાતા તો તમે તે કારણને ગોપવ્યા વિના, શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, છુપાવ્યા વિના, જેવું હોય તેમ સત્ય અને સંદેહ રહિત થઈ આ વાતને જણાવો. જેથી હું તેના કારણના અંત સુધી પહોંચી શકુ તેિનો પાર પામી શકું ત્યારે તે શ્રેણિક રાજ, અભયકુમારે આમ કહેતા, તેમણે અભયકુમારને પ્રમાણે કહ્યું - હે ! તારી લધુમાતા ધારિણીદેવી, તે ગભનિ માસ વીતતા, બીજે માસ વર્તતો હતો ત્યારે દેહદ કાળ સમયમાં આ આવા સ્વરૂપે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે ઈત્યાદિ બધું તે પ્રમાણે જ કહેવું ચાવતું દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી હે પુત્ર! મેં ધારિણીદેવીના તે અકાલ દોહદના ઘણાં આય, ઉપાય યાવતુ ઉપપત્તિને ન સમજી શકતા નષ્ટ મને સંકલ્પ ચાવતું ચિંતિત થયો છું. તું આવ્યો તે પણ ન જાણું, આ કારણથી હે પુત્ર / હું યાવત ચિંતામગ્ન છું. ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજા પાસે આ વાત સાંભળી, વધારીને હર્ષિતુ યાવતું હદગી થઈ શ્રેણિક રાજાને આમ કહ્યું - હે તdી તમે નષ્ટ મન સંકલ્પ યાવત ચિંતિત ન થાઓ. હું તેવું કરીશ જેથી મારી લધુમાતા ધારિણી ४४ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દેવીના આ આવા સ્વરૂપના અકાલ દોહદના મનોરથ સપપ્ત કરીશ. એમ કરીને શ્રેણિક રાજાને તેવી ઈસ્ટ, કાંત યાવતુ વાણીથી આશાસિત કર્યા. ત્યારે તે શ્રેણિક રાશ અભયકુમારે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને ચાવતુ અભયકુમારને સતકારી વિસર્જિત કરે છે. [૧] ત્યારે તે અભયકુમાર સકારિત સન્માનિત અને પ્રતિવિસર્જિત કરાતા, શ્રેણિક રાજા પાસેથી નીકળે છે, નીકળીને પોતાના ભવનમાં આવે છે, આવીને સીંહાસને બેઠો. ત્યારે તે અભયકુમારને આવા પ્રકારનો અભ્યાર્થિત યાવ4 ઉત્પન્ન થયો - મારી લધુમાતા ધારિણી દેવીના અકાલ દોહદના મનોરથોની સંપાપ્તિ કરવા માનુષ્ય ઉપાય વડે શક્ય નથી. દિવ્ય ઉપાય વડે સૌધર્મકલ્ય મારા પૂર્વ ભવનો મિત્ર દેવ છે, જે મહાન ઋદ્ધિવાળો ચાવતું મહાસભ્ય છે. તો મારા માટે શ્રેયકર છે કે હું મારી પૌષધશાળામાં પૌષધ કરી, બહાચારીપણે, મણિનુવણદિને ત્યાગીને, માળા-વ-વિલેપન ત્યાગીને, શસ્ત્ર-મુસલાદિ છોડીને એક, અદ્વિતીય થઈને, દર્ભસંસ્ટાફે બેસીને, અઠ્ઠમ તપ ગ્રહણ કરીને પૂર્વ સંગતિક દેવને મનમાં ધારણ કરી વિચરું. ત્યારે તે પૂર્વસંગતિક દેવ મારી લધુમાતા ધારિણી દેવીના આ અકાલ મેઘના દોહદને પૂર્ણ કરે. આ પ્રમાણે વિચારી પૌષધશાળાએ ગયો, જઈને પૌષધશાળાને પ્રમાર્જે છે, પછી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે, પડિલેહીને દર્ભ-સંતાકને પડિલેહે છે, પછી દર્ભ-સંતાકે બેસે છે. બેસીને અઠ્ઠમ તપ સ્વીકારે છે, સ્વીકારીને પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને, બ્રહ્મચારી થઈ ચાવતુ પૂર્વસંગતિક દેવને મનમાં ધારીને રહે છે. પછી તે અભયકુમારનો અક્રમભક્ત પૂર્ણ થતાં, પૂર્વ સંગતિક દેવનું આસન ચલિત થયું. તે પૂર્વસંગતિક સૌધર્મલાવાસી tવે આસનને ચલિત થતું. જોઈને અવધિજ્ઞાન પ્રયો. પછી તે પૂર્વસંગતિક દેવને આ આવા પ્રકારે અભ્યર્થિત ચાવતુ સંકલ્પ ઉપજ્યો - મારો પૂર્વ સંગતિક, જંબૂદ્વીપના ભરત »ના દક્ષિણદ્ધિ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગરમાં પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, અભયકમર નામે અઠ્ઠમ તપ ગ્રહણ કરીને મને મનમાં ધારણ કરતો રહેલ છે. તો શ્રેયકર છે કે મારે અભયકુમારની પાસે પ્રગટ થવું. આ પ્રમાણે વિચારીને ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદઘાત વડે સમવહત થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ રીતે - રતન, વજ, સૈફૂર્ય, લોહિતાક્ષ, મસરગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજd, જાપ, અંજનyલક, ફટિક, રિટ આ સોળ રનોના યથાબાદર યુગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂમ પુદ્ગલને ગ્રહણ કરીને અભયકુમારની અનુકંપાર્થે તે દેવે પૂર્વભવ જાનિત સ્નેહ-પ્રીતિ-બહુમાનથી શોક કરવા લાગ્યો. પછી ઉત્તમ રનમય પુંડરીક વિમાનથી પરમિલે જવા માટે શીવ્ર ગતિનો પ્રચાર કર્યો. તે સમયે ચલાયમાન થતાં, નિમલ સ્વર્ણ-uતર જેવા કપૂર અને મુગટના ઉકટ આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિ-સુવણ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128