Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 125
________________ ૧/-/૧૬/૧૭૨ થી ૧૭૬ પ્રવર-વિવૃત સિહ-ધ્વજ-પતાકા યાવત્ દિશા-દિશિમાં ભગાડી દીધા. ત્યારે પાંચે પાંડવ પાનાભ રાજા વડે હત-મથિતાદિ થઈ યાવત્ ભગાડાયેલ, અસમર્થ થઈ યાવત્ અધારણીય થઈ, કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા. ત્યારે પાંચે પાંડવોને કૃષ્ણ વાસુદેવે કહ્યું તમે પાનાભ રાજા સાથે યુદ્ધમાં કઈ રીતે સંલગ્ન થયેલા? ત્યારે પાંચે પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું અમે આપની આજ્ઞા - - - ૨૩૫ પામીને, સદ્ધ થઈને, રથમાં બેઠા, પાનાભની સામે ગયા ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. થાવત્ તેણે અમને ભગાડી દીધા. પાંડવોનો ઉત્તર સાંભળી, કૃષ્ણ વાસુદેવે તેમને કહ્યું – હે દેવાનુપિયો ! જો તમે કહ્યું હોત કે “અમે છીએ, પદ્માનાભ નહીં.” એમ કહી યુદ્ધ કરતા, તો તમને પાનાભ હત-મથિત યાવત્ ભગાડત નહીં, હવે તમે જુઓ, “હું છું - પદ્મનાભ નહીં' એમ કહીને પદ્મનાભ રાજા સાથે લડુ છું, એમ કહીને રથમાં બેઠા. પછી પદ્મનાભ રાજા પાસે આવ્યા. તેમણે શ્વેત, ગોક્ષીર-હાર-ધવલ, મલ્લિકા-માલતી-હિંદુવાર-કુંદપુષ્પ અને ચંદ્રમાં સમાન શ્વેત, પોતાની સેનાને હર્યોત્પાદક પંચજન્ય શંખ હાથમાં લીધો, મુખવાયુથી તેને પૂર્યો. ત્યારે તે શંખ શબ્દથી પદ્મનાભની ત્રીજા ભાગની સેના યાવત્ ભાગી ગઈ, પછી કૃષ્ણ વાસુદેવે ધનુપ્ હાથમાં લઈ, પ્રત્યંચા ચઢાવી, તેનો ટંકાર કર્યો. તે શબ્દથી પદ્મનાભની બીજી ત્રીભાગ સેના હત-મર્થિત થઈ યાવત્ ભાગી ગઈ. ત્યારે પદ્મનાભ રાજા, અવશેષ ત્રિભાગ સેના રહેતા તે અસમર્થ અબલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, અધારણીય થઈ, જલ્દીથી, ત્વરીત અપરકંકા જઈને, રાજધાનીમાં પ્રવેશી, દ્વાર બંધ કરીને, નગરનો રોધ કરીને, સજ્જ થઈને રહ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવ, અપરકા આવ્યા, સ્થને રોક્યો, રથથી ઉતર્યા, વૈક્રિય સમુદ્દાતથી સમવહત થયા. એક મોટું નરસિંહરૂપ વિકુલ્યું, મોટા મોટા શબ્દથી પગ પછાડી, પછી મોટા-મોટા શબ્દથી પાદ આસ્ફાલન કરવાથી અપસ્કકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અલક, ચરિકા, તોરણ, પર્લ્સસ્તિક, પ્રવર ભવન, શ્રીગૃહ સુર-સર કરતા ભાંગીને જમીનદોસ્ત થઈ ગયા. ત્યારે પાનાભ રાજા અપકકાને ભાંગતી જોઈને, ભયભીત થઈને, દ્રોપદીના શરણે ગયા. ત્યારે દ્રૌપદીદેવીએ પાનાભ રાજાને કહ્યું - શું તું જાણતો નથી કે ઉત્તમપુરુષ કૃષ્ણ વાસુદેવનું વિપ્રિય કરતો તું મને અહીં લાવ્યો છે. હવે જે થયું તે. તું જા, નાન કરી, ભીના વસ્ત્ર પહેરી, પહેરેલ વસ્ત્રનો છેડો નીચે રાખી, અંતઃપુર-પરિવારથી પરીવરીને, ઉત્તમ શ્રેષ્ઠ રત્નોને લઈ, મને આગળ રાખી, કૃષ્ણ વાસુદેવને હાથ જોડી, પગે પડીને શરણે જા. હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. ત્યારે પદ્મનાભે દ્રૌપદીદેવીની આ વાત સ્વીકારી. પછી સ્નાન કરી યાવત્ શરણે જઈ, હાથ જોડીને કહ્યું – આપની જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૨૩૬ ઋદ્ધિ યાવત્ પરાક્રમ જોયા. હે દેવાનુપિય! મને ક્ષમા કરો. ચાવતુ આપ ક્ષમા કરવા યોગ્ય છો. સાવત્ હવે હું ફરી આવું નહીં કરું, એમ કહી, અંજલી જોડી, પગે પડી, કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી દેવી, પોતાના હાથે પાછી સોંપી. ત્યારે કૃષ્ણ, પદ્મનાભને કહ્યું – ઓ પાનાભ ! પાર્થિતના પ્રાર્થિત૰ ! શું તું જાણતો નથી કે તું મારી બહેન દ્રૌપદીદેવીને જલ્દી અહીં લાવ્યો છે ? એમ કર્યા પછી પણ હવે તને મારાથી ભય નથી. એમ કહી પાનાભને છુટો કર્યો. દ્રૌપદીદેવીને લઈને રથમાં બેઠા. પાંચ પાંડવો પાસે આવ્યા. પોતાના હાથે દ્રૌપદીને પાંડવોને સોંપી. પછી કૃષ્ણ પોતે અને પાંચે પાંડવો, છ એ સ્થ વડે લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને, જંબુદ્વીપના ભરતક્ષેત્ર જવાને નીકળ્યા. • વિવેચન-૧૭૨ થી ૧૭૬ : - X - સત્ત્વ - સારથિ કર્મ. - ૪ - ક્રીડાપિકા-ક્રીડનધાત્રી, સાભાવિસ-સાદ્ભાવિક, તરુણ લોકને પ્રેક્ષણ લંપટત્વ કર, વિચિત્ર મણિ, રત્ન વડે બદ્ધ, છઝુકમુષ્ટિગ્રહણ સ્થાન, ચિલ્લગ-દીપ્યમાન, દર્પણ-અરીસો, દર્પણમાં સંક્રાંત, જે રાજાના પ્રતિબિંબ પડતા હતા, તે તથા તેને જમણા હાથે, દ્રૌપદીને દેખાડે છે. વિશુદ્ધ - શબ્દાર્થ દોષરહિત, રિભિત-સ્વર ધોલના પ્રકાર યુક્ત, ગંભીરમેઘશબ્દવત્, મધુર-કાનને સુખકર, ભક્ષિત-બોલ્યા. વંશ-હવિંશાદિ, સત્વ-આપત્તિમાં અવૈકલ્પકર અને અધ્યવસાનકર, સામર્થ્ય-બળ, ગોત્ર-ગૌતમાદિ, કાંતિ-પ્રભા, કીર્તિપ્રખ્યાતિ, બહુવિધાગમ-વિવિધ શાસ્ત્ર વિશારદ, માહાત્મ્ય-મહાનુભાવપણું, કુલવંશનો અવાંતર ભેદ, શીલ-સ્વભાવ વૃષ્ણિપુંગવ-યાદવોમાં પ્રધાન, દસાર-સમુદ્ર વિજયાદિ અથવા વાસુદેવ. - x - ૪ - જેમની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિક, તેમની મધ્યે વપુંડરિક સમાન. ચિલ્લગ-તેજથી દીપ્યમાન્, બલ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, રૂપશરીર સૌંદર્ય, ચૌવન-તારુણ્ય, ગુણ-સૌંદર્યાદિ, લાવણ્ય-ગૃહણીય, આ બધાનું ક્રીડાપન ધાત્રીએ કીર્તન કર્યુ. - x - દસદ્ધવણ-પૂર્વગૃહીત શ્રીદામકાંડ, કલ્યાણકાર-માંગલ્યકર, કચ્છલનારદ નામે એક તાપસ. - ૪ - વ્રત ગ્રહણથી સમતાને પામેલ. આલીન-આશ્રિત, સૌમ્ય-રૌદ્ર, અમલિન સકલ-અખંડ વલ્કલ. - ૪ - ૪ - ગણેત્રિકા-રુદ્રાક્ષ કૃત્ માળા, મુંજમેખલા-ઘાસનું બનેલ કમરનું આવક, વલ્કલ-ઝાડની છાલ, - x - પિયગંધવ-ગીતપ્રિય. ધરણિગોયર-આકાશગામીત્વથી, સંચણાદિ-વિધાઓ, વિજ્જા હ-િવિધાધર સંબંધી, વિશ્રુયશા—ખ્યાત કીર્તિ. - ૪ - ૪ - હિયયદઈય-વલ્લભ. - x - કલહ-વાયુદ્ધ, યુદ્ધ-આયુધયુદ્ધ, કોલાહલ-બહુજન મહાધ્વનિ, - x - સમરસંપરાય-સમર સંગ્રામ, સદક્ષિણ-દાનસહિત, - ૪ - ૪ - ૪ - અસંયત સંયતરહિત, અવિત-વિશેષથી તપમાં અ-ત, પ્રતિહત-પ્રતિષધિત, અતીતકાળ

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128