Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
૧/-/૧૬/૧૭૨ થી ૧૭૬
એમ કહીને તેણી અપહત મનસંકલ્પ યાવત્ ચિંતામગ્ન થઈ.
ત્યારે તે પદ્મનાભ રાજા સ્નાન કરી યાવત્ સર્વાલંકારથી વિભૂષિત થઈ, અંતઃપુર પરિવારથી પરીવરીને અશોક વાટિકામાં દ્રૌપદીદેવી પાસે આવ્યો. આવીને દ્રૌપદીને યાવત્ ચિંતામગ્ન જોઈને કહ્યું – હે દેવાનુપિયા! તું શા માટે યાવત્ ચિંતામાં છે ? તને મારો પૂર્વસંગતિક દેવ જંબૂદ્વીપ ચાવત્ હસ્તિનાપુર નગરથી યુધિષ્ઠિર રાજાના ભવનથી સંહરીને લાવેલ છે. તું અપહતસંકલ્પા યાવત્ ચિંતામગ્ન નથી. મારી સાથે વિપુલ ભોગ-ભોગવતો થાવત્ વિચર
ત્યારે તે દ્રૌપદીએ પદ્મનાભને કહ્યું જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં દ્વારવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ, મારા સ્વામીના ભાઈ રહે છે, તે જો છ મહિનામાં મને છોડાવવા ન આવે, તો હું, તમે જે કહો તે આજ્ઞા-ઉપાયવચન-નિર્દેશમાં રહીશ, ત્યારે પાનાભે દ્રૌપદીની આ વાતને સ્વીકારીને, દ્રૌપદીદેવીને કન્યા અંતઃપુરમાં રાખી, ત્યારે દ્રૌપદીદેવી નિરંતર છઠ્ઠુ તપ કરી, પારણે આયંબિલ કરતા, તપોકમથી, પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગી.
૨૩૧
-
-
[૧૭૬] ત્યારપછી તે યુધિષ્ઠિર રાજા, અંતર્મુહૂર્ત પછી જાગતા દ્રૌપદી દેવીને પડખે ન જોતાં શય્યામાંથી ઉઠ્યા, ઉઠીને દ્રૌપદી દેવીની ચોતરફ માણા-ગવેષણા કરાવી, દ્રૌપદીની ક્યાંય કોઈ શ્રુતિ, શ્રુતિ, પ્રવૃત્તિ ન મળતાં, આવીને પાંડુરાજાને કહ્યું હે તાત ! અગાસીમાં ઉપર સુતેલી, દ્રૌપદીદેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિનર, મહોરગ કે ગંધર્વ હરી ગયો, લઈ ગયો કે ખેંચી લીધી ? હે તાત ! દ્રૌપદી દેવીની ચોતરૂં માર્ગણાગવેષણા કરાવવા ઈચ્છુ છું.
-
ત્યારે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જઈને હસ્તિનાપુરનગરમાં શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, સત્તર, મહાપણ અને માર્ગમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહો કે હે દેવાનુપિયો ! યુધિષ્ઠિર રાજા અગાસીમાં ઉપર સુખે સુતા હતા ત્યારે પડખે રહેલ દ્રૌપદીને ન જાણે કોઈ દેવ આદિ હરણ કરી ગયું - લઈ ગયું, તો જે કોઈ દ્રૌપદી દેવીની શ્રુતિ યાવત્ પ્રવૃત્તિ કહેશે, તેને પાંડુ રાજા વિપુલ અર્થ સંપદાનું દાન કરશે. આવી ઘોષણા કરાવો, કરાવીને આ આજ્ઞા પાછી આપો. તેઓએ તેમ કર્યું.
-
ત્યારપછી તે પાંડુ રાજા, દ્રૌપદીદેવીની શ્રુતિ આદિને યાવત્ ક્યાંય ન મેળવીને કુંતીદેવીને બોલાવીને કહ્યું . હે દેવાનુપિયા ! દ્વારવતી નગરીએ કૃષ્ણ વાસુદેવને આ વાત કહે. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીની માર્ગણા-વેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની સ્મૃતિ, પ્રવૃત્તિ કે શ્રુતિ આપણને મળે, તેમ લાગતું નથી.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે કોતી દેવી, પાંડુરાજાએ આમ કહેતા યાવત્ સ્વીકારીને, સ્નાન કરી બલિકમ કરી, ઉત્તમ હસ્તિ ઉપર બેસી, હસ્તિનાપુરની વચ્ચોવચથી નીકળીને, સૌરાષ્ટ્ર જનપદમાં દ્વારવતી નગરીના અગ્રોધાનમાં, હાથીના સ્કંધથી ઉતરે છે, ઉતરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! જાઓ અને દ્વારાવતી નગરીમાં જઈને કૃષ્ણ વાસુદેવને બે હાથ જોડીને કહો કે હે સ્વામી ! આપની ફોઇ કુંતીદેવી હસ્તિનાપુર નગરથી અહીં જલ્દી આવે છે, તમારા દર્શનને ઝંખે છે. ત્યારે કૌટુંબિક પુરુષે યાવત્ કહ્યું.
૨૩૨
ત્યારે કૃષ્ણ વાસુદેવે, કૌટુંબિક પુરુષો પાસે આ સાંભળી, સમજીને, ઉત્તમ હસ્તિ સ્કંધ ઉપર આરૂઢ થઈને, હાથી-ઘોડા સહિત દ્વારાવતીની વયોવચથી નીકળી, કુંતિદેવીની પાસે આવીને હાથીના સ્કંધેથી ઉતરે છે, પછી કુતિદેવીને પગે લાગે છે. કુંતિદેવી સહિત હાથીના સ્કંધે ચડીને દ્વારવીની વચ્ચોવચ્ચ થઈ, પોતાના ઘેર આવે છે, ઘરમાં પ્રવેશે છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે, કુંતિદેવી નાન-લિકર્મ કરી, ભોજન કરી, સુખાસને બેસીને કહ્યું કે હે ફોઈ ! આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે કુંતિદેવી બોલ્યા
-
-
હૈ પુત્ર ! હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિરની પડખે અગાસીએ સુખે સુતેલ દ્રૌપદીદેવીને ન જાણે કોઈ ગયું યાવત્ અપહરણ કરી ગયું, તેથી હું પુત્ર ! હું ઈચ્છુ છું કે દ્રૌપદીદેવીની માર્ગન્ના-ગવેષણા કરવી, ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતિ ફોઈને કહ્યું – જો હું દ્રૌપદી દેવીની શ્રુતિ આદિ યાવત્ નહીં મેળવું, તો હું પાતાલ, ભવન કે અર્ધભરતથી, બધે જઈને મારા હાથે તેણીને લાવીશ, એમ કહીને કુંતીફોઈને સત્કારી, સન્માની યાવત્ વિદાય કર્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા વિદાય કરાયેલા કુંતીદેવી જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપિયો ! દ્વારાવતીમાં જઈ, પાંડુની માફક ઘોષણા કરાવો. યાવત્ આજ્ઞા પાછી સોપે છે, ઈત્યાદિ વૃત્તાંત પાંડુ માફક કહેવું.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, અન્યદા અંતઃપુરમાં રાણી સાથે વિચરતા હતા, એટલામાં કચ્છુલ્લ યાવત્ આકાશથી ઉતર્યા. યાવત્ બેસીને કૃષ્ણ વાસુદેવના કુશલવાતાં પૂછી. ત્યારપછી તે કૃષ્ણવાસુદેવે કચ્છલને કહ્યું – હૈ દેવાનુપ્રિય ! તમે ઘણાં ગામોમાં યાવત્ જાઓ છો, તમે ક્યાંય પણ દ્રૌપદીદેવીની શ્રુતિ યાવત્ જાણી છે? ત્યારે કચ્છલ્લે કૃષ્ણ વાસુદેવને કહ્યું – હે દેવાનુપ્રિય ! કોઈ દિવસે ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ દિશામાં દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રની અપરકા રાજધાનીમાં ગયેલ, ત્યાં મેં પાનાભ રાજાના ભવનમાં દ્રૌપદી જેવી સ્ત્રી, પૂર્વે જોયેલ.
-
Loading... Page Navigation 1 ... 121 122 123 124 125 126 127 128