Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૧૧/૧૪૨
× અધ્યયન-૧૧-“દાવદ્રવ” — * — x — x - x —
૧૮૫
૦ હવે ૧૧-માંની વ્યાખ્યા. પૂર્વની સાથે આ સંબંધ છે - પ્રમાદી-અપ્રમાદીના ગુણની હાનિ-વૃદ્ધિ કહી, અહીં માર્ગ આરાધના-વિરાધના
- સૂત્ર-૧૪૨ -
ભગવન્ ! જો દશમાનો આ અર્થ છે, તો ૧૧-માંનો શું છે ?
હૈ બૂ! તે કાળે, તે સમયે રાજગૃહે ગૌતમે આમ પૂછયું – ભગવના જીવ કઈ રીતે આરાધક કે વિરાધક થાય? ગૌતમ! જેમ એક સમુદ્રના કિનારે દાવદ્રવ નામે વૃક્ષ હતું. તે કૃષ્ણવર્ણી યાવત્ ગુચ્છ રૂપ હતું. તે છત્ર-પુષ્પ-ફળ-હરિતતાથી મનોહર, શ્રી વડે અતી શોભિત હતું. જ્યારે દ્વીપ સંબંધી ઈત્ પુરોવાત, વાત, મંદવાત, મહાવાત વાય છે, ત્યારે ઘણાં દાવદ્રવ વૃક્ષો, પત્રાદિયુક્ત યાવત્ સ્થિર રહે છે. કેટલાંક દાવદ્રવ વૃક્ષો, જીર્ણ થઈ ઝડી જાય છે. તેથી ખરી પડેલ પાંડુપુત્રપુફળ યુકત થઈ, શુષ્ક વૃક્ષ માફક પ્લાન થઈને રહે છે.
આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી યાવત્ દીક્ષા લઈ, ઘણાં શ્રમણાદિ ચારેના પ્રતિકૂળ વચનાદિને સમ્યક્ રીતે સહે છે ચાવત્ વિશેષરૂપે સહે છે, પણ ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચન સમ્યક્ રીતે યાવત્ વિશેષરૂપે સહેતા નથી, તે દેશવિરાધક છે.
આયુષ્યમાન શ્રમણો! જ્યારે સામુદ્રક ઈત્ પુરોવાત યાવત્ મહાવાત વાય છે, ત્યારે ઘણાં દાવદ્ધવ વૃક્ષો જીર્ણ થઈ, ઝડી યાવત્ શ્વાન થઈને રહે છે, કેટલાંક દાવદ્રવ વૃક્ષો, પત્ર-પુષ્પ યુક્ત થઈ યાવત્ ઉપશોભિત થઈને રહે છે, તેમ જે આપણાં સાધુ-સાધ્વી, દીક્ષા લઈને ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના ઉપસર્ગને સારી રીતે સહે છે, પણ ઘણાં શ્રમણાદિ ચારેના નથી સહેતા, તેને મેં દેશ આરાધક કહ્યા છે.
આયુષ્યમાન્ શ્રમણો ! જ્યારે દ્વીપ કે સમુદ્ર સંબંધી ઈત્ પુરોવાત યાવત્ મહાવાત વહેતો નથી, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો જીર્ણ થઇ, ઝડે છે, એ રીતે હે શ્રમણો ! યાવત્ પવર્જિત થઈને, ઘણાં શ્રમણાદિ ચારેના, ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચન સમ્યક્ રીતે સહેતા નથી, તેવા પુરુષને મેં સર્વ વિરાધક કહેલ છે.
આયુષ્યમાત્ શ્રમણો ! જ્યારે દ્વીપ અને સમુદ્ર સંબંધી, ઈત્ પુરોવાતાદિ યાવત્ વહે છે, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો પત્રિત યાવત્ સુશોબિત રહે છે. એ રીતે આપણાં જે સાધુ-સાધ્વી દીક્ષા લઈ ઘણાં શ્રમણાદિ ચારેના, ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના વચનો સમ્યક્ સહે છે, એવા પુરુષને મેં સવરિાધક કહ્યો છે. આ પ્રમાણે, ગૌતમ ! જીવો આરાધક કે વિરાધક થાય છે. હે જંબૂ ! ભગવંત મહાવીરે ૧૧- માંનો આ અર્થ કહ્યો, તે હું કહું છું.
• વિવેચન-૧૪૨ :
બધું સુગમ છે. આરાધક-જ્ઞાનાદિ મોક્ષ માર્ગના વિરાધક પણ તેનાજ.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીવિચગા-દ્વીપ સંબંધી. ઈષત-થોડો, પુરોવાત-સસ્નેહ વાત-પવન, અથવા પૂર્વ દિશાનો વાયુ. પથ્યવાત - વનસ્પતિને હીતકર વાયુ અથવા પશ્ચિમી વાયુ. મંદ-ધીમે ચાલતો, મહાવાત-ઉડ વહેતો. અોગઇયા-કેટલાંક, થોડાં. જુણ-જીર્ણ, ઝોડ-પત્રાદિની ઝડવું. - ૪ - ૪ - અન્નઉત્થિય-બીજા તીર્થવાળા, દુર્રચનાદિ ઉપસર્ગોને સમ્યક્ સહેતા નથી. એવા પ્રકારનો પુરુષ જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો દેશવિરાધક છે - જેમ દાવદ્રવ્ય વૃક્ષ સમૂહ સ્વભાવથી દ્વીપના વાયુ વડે ઘણાં દેશે સમૃદ્ધિ અનુભવે, દેશથી અસમૃદ્ધિ અનુભવે. (૨) સમુદ્ર વાયુ વડે દેશથી અસમૃદ્ધિ અને દેશથી સમૃદ્ધિ. (૩) આ બંને વાયુના અભાવે સમૃદ્ધિ અભાવ. (૪) બંનેના સદ્ભાવે સર્વ સમૃદ્ધિ. આ ક્રમે સાધુ કુતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચનાદિને ન સહેતો ક્ષાંતિ પ્રધાન જ્ઞાનાદિ મોક્ષમાર્ગની દેશથી વિરાધના કરે. કેમકે શ્રમણાદિના બહુમાન વિષયોમાં દુર્રચનાદિ ખમવાથી બહુતર દેશની આરાધના છે. શ્રમણાદિના દુર્વચનાદિ ન સહે, પણ કુતીર્થિકાદિના સહે તે બહુ દેશનો વિરાધક અને દેશથી જ આરાધના કરે છે. બંનેના ન સહે તે સર્વથા વિરાધનામાં વર્તે છે અને સહે તો સર્વથા આરાધના કરે છે.
૧૮૬
આ જ વાત વિશેષ યોજનાથી ટુંકમાં આ રીતે – દાવદ્રવવન જેવા સાધુ, દ્વીપિચવાયુ તે શ્રમણાદિક સ્વપક્ષીય દુઃસહ વચનો. સામુદ્રીવાયુ તે અન્યતીર્થિકાદિના કુવચનો. કુસુમાદિ સંપત્તિ તે શિવ માર્ગ આરાધના કુસુમાદિ વિનાશ તે શિવમાર્ગ વિરાધના. - x - સાધર્મિક વચનોને સહેવા વડે ઘણી આરાધના. બીજાના ન સહેવા
તે શિવમાર્ગની થોડી વિરાધના. ઈત્યાદિ - ૪ - શેષ વર્ણનનો ગાયાર્થ ઉપર કહેવાઈ
ગયા મુજબ જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ