Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 119
________________ ૧/-/૧૬/૧૬૮ થી ૧૭૧ ૨૨૩ નગરે પધારો. ત્યારે તે દૂતે હાથ જોડી રાવત દ્રુપદ રાજાની આ વાત સ્વીકારી, પોતાના ઘેર આવ્યો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું - ઓ દેવાનુપિયો ! ચાતુર્ઘટ અશરથ જોડીને ઉપસ્થિત કરો, ચાવત તેઓએ રથ ઉપસ્થિત કર્યો. ત્યારે તે દૂત, સ્નાન કરી યાવત્ અલંકારથી શરીર વિભૂષા કરી, ચાતુર રસ્થમાં બેઠો. પછી સહદ્ર ચાવતુ આયુધ-પ્રહરણ સહિત પરીવરલ ઘણાં પરષો સાથે કાંપિચર નગરની મધ્યેથી નીકળ્યો. પાંચાલ જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો. સૌરાષ્ટ્ર જનપદની મળેલી દ્વારાવતી નગરીએ આવ્યો, દ્વારાવતી મધ્ય પ્રવેશ્યો. પછી કૃષ્ણ વાસુદેવની બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો. આવીને ચાતુર્ઘટ અશરથ ઉભો રાખ્યો, પછી રથમાંથી નીચે ઉતર્યો. પછી મનુષ્યના સમૂહથી ઘેરાયેલો તે પગે ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યો. પછી કૃણ વાસુદેવને, સમુદ્રવિજયાદિ દશ દશાર્ક યાવતુ બલવકોને વાવ4 પધારવા કહ્યું. ત્યારે કૃષ્ણ વાસુદેવે તે દૂતની પાસે આ વાત સાંભળી, અવધારી, હર્ષિત ચાવવ હદયી થઈ, તે દૂતને સરકારી, સન્માનીને વિદાય આપી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ, સુધમસિભામાં સામુદાનિક ભેરીને વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ હાથ જેડી યાવ4 કૃષ્ણ વાસુદેવના આ અને સ્વીકારીને, સુધમાં સભામાં સામુદાનિક ભેરી પાસે આવ્યા, પછી સામુદાનિક ભેરીને મોટા-મોટા શબ્દોથી વગાડી. ત્યારે સામુદાનિક ભેરી તાડન કરાતા સમુદ્ર વિજય આદિ દશ દશાર યાવતું મહસેન આદિ ૫૬,ooo (લવકો, સ્નાન કરી ચાવત્ વિભૂષિત થઈને પોત-પોતાના વૈભવ મુજબ ઋદ્ધિ સકારના સમુદયથી, કેટલાંક ચાવતુ પણે ચાલીને કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્ કૃષ્ણ વાસુદેવને જય-વિજયથી વધાવે છે. ત્યારે કૃષ્ણ વસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, કહ્યું કે ઓ દેવાનુપિયો ! જદીથી અભિષેક્ય હરિનને તૈયાર કરો, ઘોડા-હાથી યાવતા ચાતુરગિણી સોનાને સજ્જ કરી, તેઓએ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહે આવ્યો, મોતીના ગુચ્છથી મનોહર યાવ4 અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયા. પછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજયાદિ દશ દશર યાવતુ અનંગસેનાદિ અનેક હજાર ગણિકાઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિ ચાલતુ નાદ સાથે દ્વારવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. પછી સૌરાષ્ટ્ર જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો, આવીને પાંચાલ જનપદની મધ્યેથી કાંપિલ્યપુર નગરે જવાને રવાના થયો. •• પછી દ્રપદ રાજાએ બીજી વખત દૂતને બોલાવ્યો અને કહ્યું - દેવાનુપિયા તું હસ્તિનાપુર નગરે જ. ત્યાં તું પાંડુરાજાને પુત્રો – યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ સહિત તથા સો ભાઈ સહિત દુર્યોધનને, ગાંગેય-વિદુદ્રૌણ-જયદ્રથશકુની-કર્ણ અશ્વસ્થામાને હાથ જોડી ચાવતુ પૂર્વવત્ પધારવા માટે કહો. ૨૨૪ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે તે પહેલાં દૂત માફક વાસુદેવને કહ્યું. વિશેષ એ કે . મેરી નથી યાવત્ કાંપિલ્યપુર નગરે પાછો જવાને ઉધત થયો. આ જ ક્રમે ત્રીજા દૂતને ચંપાનગરી મોકલ્યો, ત્યાં તું અંગરાજ કૃષ્ણ, શૈલક, મંદિરાજને બે હાથ જોડી ઈત્યાદિ પૂર્વવત્ પધારવા કહ્યું. ચોથાન્તને મુકિતમતિ નગરી મોકલ્યો, ત્યાં તે દમઘોષ x અને ૫oo ભાઈઓથી પરિવૃત્ત શિશપાલને પૂર્વવત પધારવા કહેજે. પાંચમાં દૂતને હuિlષ નગરે મોકલ્યો. ત્યાં તું દમદત રાજાને પૂર્વવત્ પધારણ કહેજે • • છar દૂતને મથુરાનગરી મોકલ્યો, ત્યાં ઘર રાજાને યાવત પધારવા કહેજે. • - સાતમા દૂતને રાજગૃહનગરે, જરાસિંધુ સહદેવને યાવતું પધારવા કહેજે. આઠમા દૂતને કૌડિન્ય નગરે, ભેષજપુત્ર કમીને • x • નવમા દૂતને વિરાટનગરે, ૧eo ભાઈઓ સહિત કીચકને - x • દશમા દૂતને બાકીના ગ્રામ-આકર-નગમાં અનેક હજાર રાજાને યાવત્ પધારવા કહ્યું. ત્યારે તે દૂતો પૂર્વવત્ નીકળ્યા - ૪ - ત્યારે તે અનેક હજાર રાજાઓ, તે દૂતની પાસે આમ સાંભળી, અવધારી હર્ષિત થઈ, તે દૂતને સકારાત્માનીને વિદાય કર્યો. ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજ, પ્રત્યેક-પ્રત્યેક સ્નાન કરી, સદ્ધ થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, ઘોડા-હાથી-થ મહા ભટસમૂહ પોત-પોતાના નગરેથી નીકળ્યા, નીકળીને પાંચાલ જનપદ જવાને નીકળ્યા. [૧eo] ત્યારે દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું. દેવાનુપિયો ! તમે જાઓ, કપિલપુર નગરની બહાર ગંગા મહાનદીની બહાર થોડે દૂર એક મોટો સ્વયંવર મંડપ રચાવો, જે અનેક શત સ્તંભ પર સંનિવિષ્ટ, લીલા કરતી શાલભંજિકા-યુકત ચાવતુ તેઓએ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કુપદરાજાએ કૌટુંબિક પરોને બોલાવીને કહ્યું - ઓ. દેવાનુપિયો , જલ્દીથી વાસુદેવ આદિ હજારો સાને માટે આવાસ તૈયાર કરો, તેઓએ તેમ કર્યું. ત્યારપછી દ્રુપદે, વાસુદેવ આદિ હજારો રાજાનું આગમન જાણીને, પ્રત્યેક પ્રત્યેકને હાથીના કંધેથી ઉતારી યાવતુ પરિવૃત્ત થઈને અર્થ અને પાપ લઈને, સંપૂર્ણ હિન્દ્ર સાથે કાંપિલ્યપુરથી બહાર નીકળ્યા. તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજા પાસે આવ્યા. તે વાસુદેવાદિને અર્થ અને પાધથી સકારી-સન્માની, તે વાસુદેવાદિ પ્રત્યેક પ્રત્યેકને અલગ-અલગ આવાસ આપ્યા. ત્યારે તે વાસુદેવાદિ પોત-પોતાના આવાસે આવ્યા. હાથીના કંથેથી ઉતય, બધાંએ અંધાવાર નિવેસ કર્યો પોત-પોતાના પ્રવાસમાં પ્રવેયા. પછી પોત-પોતાના આવાસોમાં આસનોમાં બેઠા, શયનોમાં સુતા, ઘણાં ગાંધથી ગાન કરવા અને નટો નાટક કરવા લાગ્યા. • • ત્યારે દ્રુપદ રાજ કંપિલપુર નગરમાં પ્રવેશીને વિપુલ આશન આદિ તૈયાર કરાવ્યા. પછી કૌટુંબિક પુરષોને બોલાવ્યા, કહ્યું. દેવાનુપિયો ! તમે જાઓ, વિપુલ આશનાદિ, સુરત, મધ, માંસ,

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128