Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૧૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૫/૧૫૭
૨૦૯ દેશની સીમાએ પહોંચ્યા, પછી ગાડાં-ગાડી ખોલ્યા, સાથ નિવેસ કરાવીને, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું –
હે દેવાનુપિયો ! તમે મારા સાનિવેશમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા કહો કે - હવે આગામી અટવી છિન્નપાત અને ઘણો લાંબો માર્ગ છે, તેમાં બહ મધ્ય દેશ ભાગે ઘણાં નંદિલના વૃક્ષો છે, જે કુણ યાવતુ પત્રિત, પુષિત, ફલિત, વનસ્પતિની શોભતા, સૌંદર્યથી અતી-અતી શોભતા રહ્યા છે, વણર્દિી મનોજ્ઞ ચાવતુ સ્પર્શ અને છાશ વડે મનોજ્ઞ છે, જે કોઈ તે નંદી ફળ વૃક્ષના મૂળ, કંદ, વચા, ઝ, પુષ્પ, ફળ, બીજ કે હરિત ખાય કે તેની છાયામાં વિશ્રામ લેશે. તેમને તોડીવાર તો સારું લાગશે, પણ પછી પરિણમન થતાં કાલે મૃત્યુ પામશે, તો હે દેવાનુપિયો ! કોઈ તે નંદિફળના મૂળ ન ખાશો ચાવતું છાયામાં વિશ્રામ ન કરશો, જેથી અકાળે મૃત્યુ ન પામો. તમે બીજા વૃક્ષોના મૂળ ચાવત હરિતનું ભક્ષણ કરો અને છાયામાં વિશ્રામ લેજે આવી ઘોષણા કરાવીને ચાવતું મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે ધન્ય સાવિહે ગાડાં-ગાડી જોડ્યા અને નંદીવૃો આવ્યા. આવીને નંદીવૃક્ષ નજીક સાિિનવાસ કર્યો. પછી બીજી-ગીજી વખત કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું – તમે મારા સાના પડાવમાં મોટા શબ્દોથી ઘોષણા કરતાકરતા કહો કે હે દેવાનુપિયો ! તે નંદીફળ કૃષ્ણ યાવત મનોજ્ઞ છાયાવાળું છે, પણ આ વૃક્ષના મૂળ, કંદાદિ ન ખાશો ચાવતું અકાળે મરણ પામશો. યાવતું દૂર રહીને જ વિશ્રામ કરો, જેથી અકાળે મરણ ન પામો. બીજ વૃક્ષના મૂળાદિ ખાજે ચાવતુ વિશ્રામ કરશે. આવી ઘોષણા કરી.
ત્યાં કેટલાંક પુરષોએ ધન્ય સાથતાહની આ વાતની શ્રદ્ધા યાવત્ રચિ કરી, અર્થની શ્રદ્ધાદિ કરતા, તે નંદીફળોના દૂદૂરથી ત્યાગ કરતાં કરતાં અન્ય વૃક્ષોના મૂલોને યાવતુ વિશ્રામ કર્યો. તેઓને તત્કાળ સુખ ન થયું, ત્યારપછી પરિણમતા-પરિણમતા, સુખરૂપપણે અાદિ વારંવાર પરિણમતા ચાલ્યા.
આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો! જે આપણા સાધુ-સાદની યાવતુ પાંચ કામગુણોમાં આસક્ત અને અનુરક્ત થતાં નથી તેઓ આ ભવમાં ઘણો ક્રમાદિઓને પુજનીય થાય છે. પરલોકમાં પણ દુઃખી થતાં નથી યાવતુ આ સંસારનો પાર પામે છે.
તેમાં જે કેટલાંક પુરુષોએ ધન્યના આ આર્થના શ્રદ્ધાદિ ન કયાં, તેઓ ધન્યના આ અર્થની અશ્રદ્ધાદિ કરતાં નંદીફળે આવ્યા. તેનું મુળ આદિ ખાધાં ચાવતું ત્યાં વિશ્રામ કર્યો. તેમને તકાળ સારું લાગ્યું, ત્યારપછી પરિણામ પામતા ચાવતું મૃત્યુ પામ્યા. આ પ્રમાણે આયુષ્યમાન્ શ્રમણો! જે આપણા સાધુસાડી દીક્ષા લઈને પાંચે કામગુણોમાં આસક્તાદિ થાય છે, ચાવતુ તેઓ તે પુરુષોની જેમ સંસારમાં પરિભ્રમણ કરશે.
ત્યારપછી ધન્ય ગાડાં-ગાડી જેડાવ્યા. અહિચ્છત્ર નગરીએ આવ્યા. અહિચ્છત્ર નગરી બહાર અગ્રોધાનમાં સાર્થનિવેશ કરે છે. કરીને ગાડાં-ગાડી 14/14.
છોડે છે. ત્યારે તે ધન્ય સાર્થવાહ મહાર્થ યાવતુ રાજાને યોગ્ય પ્રાભૃત લઈને, ઘણાં પરષો સાથે પરીવરીને અહિચ્છ નગરની વચ્ચોવચ્ચથી પ્રવેશીને કનક કેતુ રાજ પાસે આવ્યા. બે હાથ જોડી યાવત વધાવ્યા. તેમને મહાશિિદ પ્રાભૃત ધર્યું.
ત્યારે કનકકેતુ રાજાએ હ૮-તુષ્ટ થઈ તે મહાશદિ ચાવતું પ્રભુત સ્વીકાર્યું. પછી ધન્ય સાર્થવાહને સહકારી, સન્માની, શુલ્ક માફ કરી, વિદાય આપી. ધન્ય પોતાના માલનો વિનિમય કર્યો બીજે માલ ખરીધો. સુખે સુખે ચંપાનગરીએ આવ્યા. આવીને મિત્ર, જ્ઞાતિ આદિને મળ્યો અને વિપુલ માનુષી ભોગ યાવત્ વિચરવા લાગ્યો.
તે કાળે, તે સમયે સ્થવિરો આવ્યા. ધન્યએ ધર્મ સાંભળી, મોટા યુમને કુટુંબમાં થાપીને દીક્ષા લીધી. સામાયિકાદિ અગિયાર ગો ભણ્યા. ઘણાં વર્ષો શ્રામય પયય ાળી, માસિકી સંખના કરી, કોઈ દેવલોકમાં દેવપણે ઉપયા. મહાવિદેહમાં સિદ્ધ યાવતુ અંત કરશે.
હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે પંદમાં અદયયનનો આ અર્થ કહ્યો. • વિવેચન-૧૫૩ -
બધું સુગમ છે. ચરક-ધાટિ ભિક્ષાચર, ચીરિક-માર્ગમાં પડેલ વરસ પહેરનાર, ચમખંડક-ચામડું પહેરનાર, ભિક્ષાંડ-ભિક્ષાભોજી, પાંડુરાણ-શૈવ, ગૌતમ-બળદને અક્ષમાલા પહેરાવી, વિચિત્ર શિક્ષાથી શિક્ષિત કરી, આજીવિકા ચલાવનાર. ગોવંતિકગાયની ચયનેિ અનુસરતો કહ્યું છે કે – ગાયની માફક પ્રવેશ-નિર્ગમ સ્થાનઆસનાદિ કસ્નાર, ગાયની જેમ ખાનાર ગાયની માફક તિર્યગ્વાસ કરતો, તે ગ્રોવ્રતિક.
ગુહિધર્મા-ગુહસ્યધર્મને જ શ્રેય માની જીવતો. ધર્મચિંતક-ધર્મસંહિતાનો જ્ઞાતા, અવિરુદ્ધ-વૈનયિક. કહ્યું છે – અવિરુદ્ધ વિનયકારી, દેવાદિની પરમ ભક્તિવાળો, વિરુદ્ધ-અક્રિયાવાદી, પર લોકને ન માનતો, સર્વ વાદથી વિરુદ્ધ. વૃદ્ધ-તાપસ. - x • શ્રાવક-બ્રાહ્મણ. રક્તપટ-પરિવ્રાજક, નિગ્રન્થ-સાધુ આદિ - કાપિલાદિ જાણવા.
પચ્ચદન-ભાતું, પMિવ-માર્ગમાં ભાતું ખુટે તો તે દ્રવ્યની પૂર્તિ કરે, પડિયવાહનથી પડેલ કે રોગમાં પડેલ લગચ્છ-વાહનથી પડીને ભાંગેલ અને જીર્ણ થયેલ. વિગિ-અતિદીધ, અદ્ધાણ-પ્રયાણ માર્ગ, વસતિ-આવાસ સ્થાન, પ્રાતરાશ-પ્રાતભજન.
અહીં સુગમાં જ ઉપનય કહ્યો છે. વિશેષ આ પ્રમાણે - ચંપા જેવી મનુષ્યગતિ, ધન્ય વત ભગવાન, અહિચ્છમાનગરી સમાન અહીં નિવણિ જાણવું. ઘોષણા-તીર્થકરની નિર્દોષ શિવમાર્ગ દેશના, ચકાદિને શિવસુખના કામી જીવો જાણવા. નંદિફળ જેવા શિવપથ વિરોધી વિષયો છે, જેમ અહીં વિષયથી સંસાર ભ્રમણ કહ્યું, તેમ તેના ફળ ખાવાથી મરણ કર્યું. વિષયવર્જનની માફક, તેના વર્જનથી ઈષ્ટ નગરે ગમન કહ્યું. પરમાનંદ નિબંધક શિવપુર ગમન જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ