Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ૧/-/૮/૯૧ ૧૫૭ ત્યારપછી હાથ જોડી યાવત્ વધાવીને પ્રભૃત મૂક્યું. હે સ્વામી ! હું મિથિલા રાજધાનીથી કુંભરાજાના પુત્ર, પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિકુમારે દેશનિકાલ કરતાં, હું શીઘ્ર અહીં આવેલ છું. હે સ્વામી ! હું આપના બાહુની છાયા ગ્રહણ કરી યાવત્ અહીં વસાવા ઈચ્છુ છું. ત્યારે અદીનશત્રુએ ચિત્રકારને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! મલ્લદિન્ને તને શા માટે દેશનિકાલ કર્યો? ત્યારે તે ચિત્રકારદાકે અર્દીનશત્રુ રાજાને કહ્યું – હે સ્વામી ! મલ્લદિકુમારે અન્ય કોઈ દિવસે ચિત્રકાર મંડળીને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે મારી ચિત્રસભાને આદિ બધું પૂર્વવત્ કહેવું. ચાવત્ મારા સાંધા છેદાવીને મને દેશનિકાલની આજ્ઞા કરી. - * - ત્યારે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને કહ્યું – દેવાનુપિય ! તે મલ્લીનું તદનુરૂપ નિર્તિત ચિત્ર કેવું છે ? ત્યારે તે ચિત્રકારે બગલમાંથી ચિત્રફલક કાઢીને મૂક્યું. પછી અદીનશત્રુને આપીને કહ્યું – હે સ્વામી ! મલ્લીનું તેણીને અનુરૂપ આ ચિત્ર મેં થોડાં આકાર, ભાવ અને પ્રતિબિંબ રૂપે ચિત્રિત કરેલ છે. પણ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઈ દેવ યાવત્ કોઈ પણ ચિત્રિત કરવા સમય નથી. ત્યારે અદીનશત્રુએ પ્રતિરૂપ જનિત હર્ષથી દૂતને બોલાવી આમ કહ્યું – પૂર્વવત્ થાવત્ મિથિલા જવા નીકળ્યો. • વિવેચન-૯૧ : ધમયવન-ગૃહઉધાન, હાવભાવાદિ-સામાન્યથી સ્ત્રીચેષ્ટા વિશેષ. વિશેષથી આ પ્રમાણે :- હાવ-મુખવિકાર, ભાવ-ચિતથી ઉત્પન્ન, વિલાસ-નેત્રજ, વિભ્રમ-ભ્રમર સમુદ્ભવ. બીજા કહે છે – સ્થાન, આસન, ગમનના હાથ-ભ્રમર-નેત્રકર્મ જે વિશેષ ઉત્પન્ન થાય તે વિલાસ છે. ઈષ્ટ અર્થ પ્રાપ્તિમાં અભિમાન ગર્ભ સંભૂત, સ્ત્રીનો અનાદર કરવો તે બિબોક જાણવું. વાળવાળી ચિત્રલેખન પીંછી તે તૂલિકા • સૂત્ર-૯૨ થી ૯૫ : [૨] તે કાળે, તે સમયે પાંચાલ જનપદમાં કપિલપુર નગરમાં જિતશત્રુ નામે પાંચાલાધિપતિ રાજા હતો. તેને ધારિણી આદિ હજાર રાણી અંતઃપુરમાં હતી. - - મિથિલાનગરીમાં ચોકખા નામે પરિવાજિકા રહેતી હતી. તે ઋગ્વેદ યાવત્ પરિનિષ્ઠિત હતી. તે ચૌક્ષા પરિવ્રાજિકા મિથિલામાં ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિ પાસે દાન અને શૌચધર્મ, તિભિષેકને સામાન્યથી કહેતી, વિશેષથી કહેતી, પરૂપણા કરી, ઉપદેશ કરતી વિચરતી હતી. તે ચોક્ષા કોઈ દિવસે ત્રિદંડ, કુંડિકા યાવત્ ગેરુ વસ્ત્રને લઈને પરિતાજિકાના મઠથી બહાર નીકળી, નીકળીને કેટલીક પરિવ્રાજિકા સાથે પરીવરીને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને કુંભક રાજાના ભવનમાં કન્યા અંતઃપુરમાં મલ્લી પાસે આવી. આવીને પાણી છાંટ્યું, ઘાસ બિછાવી તેના ઉપર આસન રાખીને બેઠી. બેસીને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીની સામે દાનધર્મ, શૌયધર્મ, જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તીર્થસ્થાનનો ઉપદેશ આપતી વિચરવા લાગી. ત્યારે મલ્લીએ ચોક્ષાને પૂછ્યું - તમારા ધર્મનું મૂળ શું કહેલ છે ? ત્યારે ચોક્ષા પરિવાજિકાએ મલ્લિને કહ્યું – દેવાનુપિયા ! હું શૌચમૂલક ધર્મ ઉપદેશુ છું, અમારા મતે જે કોઈ અશુચિ હોય છે, તે જળ અને માટીથી સાફ કરી યાવત્ વિઘ્નરહિતપણે, સ્વર્ગે જઈએ છીએ. ત્યારે મલ્લીએ ચોક્ષાને આમ કહ્યું – હે સોક્ષા ! જેમ કોઈ પુરુષ લોહીથી લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોવે, તો હે ચોક્ષા ! તે લોહી-લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોતા કંઈ શુદ્ધિ થઈ શકે ? ના, ન થાય. ૧૫૮ એ પ્રમાણે હે ચૌક્ષા ! તમારા મતમાં પ્રાણાતિપાન યાવત્ મિથ્યાદર્શનશલ્યને કારણે કોઈ શુદ્ધિ ન થાય, જેમ તે લોહિલિપ્ત વસ્તુને લોહી વડે ધોતાં ન થાય. - - ત્યારે તે ચૌક્ષા, મલ્લી પાસે આમ સાંભળીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન થઈ. તેણી મલ્લીને કંઈપણ ઉત્તર દેવા સમર્થ ન થઈ, તેથી મૌન રહી. ત્યારે તે ચૌક્ષા, મલ્લીની ઘણી દાસોટી દ્વારા હીલના-નિંદા-ખિસા-ગર્ભ પામતી, કોઈ દ્વારા ચીડાવાતી, કોઈ મુખ મટકાવતી, કોઈ દ્વારા ઉપહાસ- કોઈ દ્વારા વર્જના કરાતી તેને બહાર કાઢી મૂકાઈ. ત્યારે તે ચોક્ષા, મલ્લીની દાસોટી દ્વારા યાવત્ ગઈ અને હીલના કરાતા અતિ ક્રોધિત યાવત્ મિસિમિસાતી વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી પ્રત્યે દ્વેષ પાપ્ત થઈ. પોતાનું આસન લીધું, કન્યાના અંતઃપુરથી નીકળી ગઈ. મિથિલાથી નીકળી, નીકળીને પરિવારિકાથી પવૃિત્ત થઈને પાંચાલ જનપદમાં કાંપિપુરમાં ઘણાં રાજા, ઈશ્વર સન્મુખ યાવત્ પ્રરૂપણા કરતી વિચરવા લાગી, ત્યારે તે જિતશત્રુ કોઈ સમયે અંતઃપુર અને પરિવારથી પવૃિત્ત થઈને યાવત્ રહેલો, ત્યારે તે ચોક્ષા પરિવ્રાજિકા વડે પરિવરીને જિતશત્રુ રાજાના ભવનમાં જિનશત્રુ પાસે આવી. ત્યાં પ્રવેશી. જિતશત્રુને જય-વિજ્ય વડે વધાવે છે. ત્યારે જિતશત્રુ, ચૌક્ષાને આવતી જોઈને સીંહાસનથી ઉભો થાય છે, સોજ્ઞાને સત્કારી, સન્માની અને આસને બેસવા નિમંત્રણ આપે છે. ત્યારે તે ચૌક્ષાએ પાણી છાંટ્યુ યાવત્ આસને બેઠી. જિતશત્રુ રાજાને રાજ્ય યાવત્ અંતઃપુરની કુશલ-વાર્તા પૂછી. ત્યારપછી જિતશત્રુ રાજાને દાનધર્માદિ ઉપદેશ દેતા યાવત્ રહી. ત્યારે તે જિતશત્રુ પોતાના અંતઃપુરમાં યાવત્ વિસ્મયયુક્ત થઈ ચૌક્ષાને એમ કહ્યું – હે દેવાનુપિયા ! તમે ઘણાં ગ્રામ, આકર યાવત્ ભમો છો, ઘણાં રાજા, ઈશ્વરનો ઘરોમાં પ્રવેશો છો, તો કોઈપણ રાજાનું સવત્ આવું અંતઃપુર પૂર્વે જોયું છે, જેવું મારું આ આંતઃપુર છે? ત્યારે ચોક્ષાએ જિતશત્રુના આમ કહેવાથી થોડી હસી, હસીને આમ બોલી – હૈ દેવાનુપિય ! તું તે કૂપમંડૂક જેવો છે ? - હે દેવાનુપિયા ! તે કૂપમંડૂક કોણ ? હે જિતશત્રુ ! કોઈ એક કૂવાનો દેડકો હતો. તે ત્યાં જ જન્મ્યો, ત્યાંજ

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128