Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ ૧/-/૮/૯૨ થી ૯૫ ૧૬૧ ત્યારે કુંભરાજાઓ મલ્લિને કહ્યું – હે પુત્રી ! તારા માટે જિતશત્રુ આદિ છ રાજાએ દૂત મોકલેલ. મેં તેમનો સત્કાર કરીને યાવત્ કાઢી મૂકેલા, ત્યારે તે જિતશત્રુ આદિ તે દૂતોની પાસે આ વૃત્તાંત સાંભળીને કોપાયમાન થઈને મિથિલા રાજધાનીને નિઃસંચાર કરીને યાવત્ ઘેરો ઘાલીને રહેલા છે. તેથી હે પુત્રી ! હું જિતશત્રુ આદિ છ રાજાના છિદ્રાદિ ન પામીને યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે તે મલ્લીએ કુંભક રાજાને કહ્યું – હે વાત! તમે અપહત મને સંકલ્પ સાવત્ ચિંતામગ્ન ન થાઓ. તે જિતશત્રુ આદિ છ એ રાજાને પ્રત્યેકને ગુપ્તરૂપે દૂત મોકલો. એક-એકને એક કહો કે – તમને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લિ આપીશ, એમ કરી સંધ્યા કાળ સમયમાં વિરલ મનુષ્ય ગમનાગમન કરતા હોય ત્યારે દરેકને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરાવી, ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી, મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવો, કરાવીને રોધરાજ્જ કરીને રહો. ત્યારે કુંભરાજા એ પ્રમાણે કરીને યાવત્ પ્રવેશ-રોધસજ્જ કરી રહ્યો. ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓ બીજે દિવસે, સૂર્ય ઉગતા ચાવત્ જાલીના છિદ્રમાંથી સુવર્ણમયી, મસ્તકે છિદ્રવાળી, કમળ વડે ઢાંકેલી પ્રતિમા જોઈ. આ વિદેહ રાજકન્યા મલી છે. એમ વિચારીને તેના રૂપ-સૌવન-લાવણ્યમાં મૂર્છિત, મૃદ્ધ થાવત્ આસક્ત થઈને અનિમેષ દૃષ્ટિએ જોતા-રહ્યા. ત્યારપછી મલ્લીએ નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યા, સવલિંકારથી વિભૂષિત થઈ, ઘણી કુબ્જાદિ યાવત્ પરીવરીને જાલગૃહે સુવર્ણપ્રતિમા પાસે આવી. તે સુવર્ણ પ્રતિમાના મસ્તકેથી કમળનું ઢાંકણ હટાવ્યુ. તેમાંથી ગંધ છૂટી તે સર્પના મૃતક જેવી યાવત્ તેથી પણ શુભતર દુર્ગંધ હતી. ત્યારે જિતશત્રુ આદિ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત-પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકીને મુખ ફેરવીને ઉભા રહ્યા. ત્યારે મલ્લીઓ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપિયો ! તમે કેમ પોતપોતાના ઉત્તરીય વડે યાવત્ મુખ ફેરવીને રહ્યા છો ? ત્યારે જિતશત્રુ આદિએ મલ્લીને કહ્યું – હે દેવાનુપિયા ! અમે આ અશુભગંધથી અભિભૂત થઈને પોત-પોતાના યાવત્ રહ્યા છીએ. ત્યારે મલ્લીએ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપિયો ! જો આ સુવર્ણ યાવત્ પ્રતિમામાં દરરોજ તેવા મનોજ્ઞ અશનાદિના એક-એક પિંડ નાંખતાનાંખતા આવા અશુભ પુદ્ગલ પરિણામ થયા, તો આ ઔદારિક શરીર તો કફવાત-પિત્તને ઝરાવનાર છે, શુક્ર-લોહી-પરુને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસનિઃશ્વાસ. ખરાબ મળ-મૂત્ર-પૂતિથી પૂર્ણ છે, સડવાના યાવત્ સ્વભાવવાળું હોવાથી તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપ્રિયો ! તમે માનુષી કામભોગોમાં સજ્જ ન થાઓ, રાગ-મૃદ્ધિ-મોહ-આસક્તિ ન કરો. હૈ દેવાનુપિયો ! તમેઅમે આજથી પૂર્વે ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતિ વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલમિત્રો રાજાઓ હતા. સાથે જન્મ્યા યાવત્ પ્રવજ્યા લીધી, ત્યારે હે દેવાનુપિયો ! મેં આ કારણે સ્ત્રી નામ ગોત્રકર્મ બાંધ્યુ - જ્યારે તમે ઉપવાસ કરતા, ત્યારે હું છઠ્ઠુ 14/11 ૧૬૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતી હતી. બાકી બધું પૂર્વવત્. હે દેવાનુપિયો ! ત્યાંથી તમે કાળમાો કાળ કરી જ્યંત વિમાને ઉપજ્યા, ત્યાં તમે દેશોન બીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. પછી તે દેવલોકથી અનંતર વ્યવીને આ જ જંબુદ્વીપમાં યાવત્ પોતપોતાના રાજ્યને અંગીકાર કરીને વિચરવા લાગ્યા અને હે દેવાનુપિયો ! હું તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ કન્યારૂપે જન્મી. [૪] શું તમે ભૂલી ગયા? જ્યારે તમે જયંત અનુત્તર વિમાને વસતા હતા? પરસ્પર પ્રતિબોધનો સંકેત કરેલો, તે યાદ કરો. [૫] ત્યારે તે જિતશત્રુ આદિ છ રાજાઓ વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા પાસે આ અર્થને સાંભળી, અવધારી, શુભ પરિણામથી પ્રશરત અધ્યવસાયથી, વિશુદ્ધ થતી લેશ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી, ઇહાપોહાદિથી યાવત્ સંજ્ઞી જાતિસ્મરણ ઉપજ્યું. આ અર્થને સમ્યક્ રીતે જાણ્યો. પછી મલ્લી અરહતે જિતશત્રુ આદિ છ એ રાજાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું જાણીને ગર્ભગૃહ દ્વાર ખોલાવ્યા. ત્યારે જિતશત્રુ આદિ મલ્લી અરહંત પાસે આવ્યા, ત્યારે તે મહાબલ આદિ સાત બાલમિત્રોનું પરસ્પર મિલન થયું. ત્યારે મલી રહતે જિતશત્રુ આદિ છ એ રાજાને કહ્યું – નિશ્ચે હે દેવાનુપિયો ! હું સંસાર ભયથી ઉદ્વિગ્ન યાવર્તી દીક્ષા લેવા ઈચ્છુ છું, તો તમે શું કરશો? કેમ રહેશો ? હૃદય સામર્થ્ય શું છે ? જિતશત્રુ આદિએ મલ્લિ રહંતને કહ્યું – હે દેવાનુપિયા ! જો તમે યાવર્તી દીક્ષા લેશો, તો અમારે બીજું કોણ આલંબન, આધાર, પ્રતિબંધ છે ? જેમ તમે આજથી ત્રીજા ભવે ઘણાં કાર્યોમાં તમે અમારા મેઢી, પ્રમાણ યાવત્ ધર્મધુરા હતા. તે રીતે જ હે દેવાનુપિયા ! આ ભવમાં પણ તમે થાઓ. અમે પણ સંસારના ભય ઉદ્વિગ્ન યાવત્ જન્મ-મરણથી ડરેલા છીએ, આપની સાથે મુંડ થઈ યાવત્ દીક્ષા લઈશું. ત્યારપછી મલ્લી અરહંતે તે જિતશત્રુ આદિને કહ્યું – જો તમે સંસાર યાવર્તી મારી સાથે દીક્ષા ઈચ્છતા હો તો તમે પોત-પોતાના રાજ્યમાં જાઓ, જ્યેષ્ઠ પુત્રને રાજ્યમાં સ્થાપીને સહસ્ર પુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મારી પાસે આવો. ત્યારે જિતશત્રુ આદિએ મલ્લી અરહંતની આ વાત સ્વીકારી. ત્યારે મલ્લી અરહંત તે જિતશત્રુ આદિની સાથે કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભના પગે પડ્યા. ત્યારે કુંભકે તેઓને વિપુલ અશનાદિ, પુણ્ય-વસ્ત્રગંધ-માળા-અલંકારથી સત્કાર કરીને યાવત્ વિદાય આપી. ત્યારે કુંભરાજાથી વિદાય પામેલા જિતજી આદિ રાજા પોત-પોતાના રાજ્યમાં, નગરમાં આવ્યા. આવીને પોત-પોતાના રાજ્યને સ્વીકારીને વિચરવા લાગ્યા. ત્યારે મલ્લી અરહતે એવી મનમાં ધારણા કરી કે – એક વર્ષ પછી હું દીક્ષા લઈશ. • વિવેચન-૯૨ થી ૯૫ ઃ - ૪ - હીલંતિ-જાતિ આદિ ઉઘાડી કરવી, નિંદતિ-મન વડે નિંદવું, ખિંસતિતેના દોષ કહેવા, ગહતિ-તેની સમક્ષ જ નિંદવા. હરુચાલિ-કોપિત કરવું, વગ્ધાડિય

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128