Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૧/-/૨/૪૬,૪૭ પોતાના દોહદને પૂર્ણ કરે છે. - આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી ધન્ય સાતિાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થવાહને આમ કહે છે – હે દેવાનુપિય ! મને તે ગર્ભના પ્રભાવથી યાવત્ દોહદ પૂર્ણ કરું. હે દેવાનુપ્રિય ! તમારી અનુજ્ઞા પામીને યાવત્ વિહરવા ઈચ્છુ છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી, અન્ય સાથવાહની અનુજ્ઞા પામીને હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ વિપુલ અશનાદિ તૈયાર કરી ચાવત્ નાન કરી, યાવત્ ભીના વસ્ત્રસાડી પહેરીને નાગગૃહે જઈને યાવત્ ધૂપ સળગાવે છે. પછી પ્રણામ કરે છે, કરીને પુષ્કરિણીઓ આવે છે, ત્યાં તેના મિત્ર, જ્ઞાતિજન યાવત્ નગરમહિલા ભદ્રા સાર્થવાહીને સવલિંકાર વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભદ્રા સાથેવાહી તે મિત્ર, જ્ઞાતિજન, નિક, સ્વજન, સંબંધી, પરિજન, નગરમહિલાઓ સાથે વિપુલ અશન આદિ યાવત્ પરંભોગ કરતી દોહદને પૂર્ણ કરે છે. કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી દોહદ સંપૂર્ણ થયા યાવત્ તે ગર્ભને સુખેસુખે પરિવહે છે. ત્યારપછી તે ભદ્રા સાથેવાહી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં, સાડા સાત રાત્રિદિવસ વીત્યા બાદ સુકુમાલ હાથ-પગવાળા બાળકને યાવત્ જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કરે છે, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. એ રીતે જ મિત્ર, જ્ઞાતિ ને જમાડીને આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કરે છે - કેમકે અમારો આ પુત્ર, ઘણી જ નાગ પ્રતિમા યાવત્ વૈશ્રમણ પ્રતિમાની માનતા માનવાથી ઉત્પન્ન થયેલ છે, તેથી અમારા આ પુત્રનું “દેવદત્ત” નામ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ દેવદત્ત' નામ રાખ્યું. ત્યારપછી તે બાળકના માતાપિતાએ પૂજા, દાન, ભાગ કર્યા અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી. • વિવેચન-૪૬,૪૭ : ૩ કુટુંબ ચિંતામાં જાગરણ-નિદ્રાક્ષય, જાગ્રુત્યા-વિબુધ્ય માનતાથી, અથવા કુટુંબ જાગરિકાથી જાગતા. પયાયામિ-જન્મ આપીશ. તેમનું જન્મ, જાવિત ફળ સુલબ્ધ છે. એમ હું માનુ છું. - x - પોતાની કુક્ષિમાં સંભૂત બાળક રૂપે. ાનના દુધમાં લુબ્ધક, મધુર સમુલ્લાપ કરતાં, મૃત્મન-તોતળું બોલતાં, સ્તનના મૂળથી કાંખ ભાગ સુધી સંચરતા, સ્તનના દુધને પીએ છે. - x - ખોળામાં બેસાડી માતા મધુર હાલરડા ગાય છે. આમાં હું કંઈ ન પામી. ઘુંટણ વડે પગે પડીને નમસ્કાર કરે છે. યાગ-પૂજા, દાય-પર્વ દિવસાદિમાં દાન, ભાગ-લાભાંશ, અક્ષયનિધિ-ભાડાંગાનો અવ્યય, જેના વડે મૂળધનથી જીણિભૂત દેવકુળનો ઉદ્ધાર કરાય છે. - x - ઓછો છે તેમાં વધારો કરીશ. 14/7 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઉવવાઇચ-યાચના કરવી, ઇપ્સિત્ વસ્તુને પ્રાર્થવી. ઉલ્લપડસાડય-સ્નાન વડે ભીના, ઉત્તરિય પરિધાન વસ્ત્રોવાળી. આલોએ-દર્શન થતાં, નાગ પ્રતિમાને પ્રણામ કરે છે, લોમહસ્ત-પ્રમાર્જનીકા, પરામૃશતિ-ગ્રહણ કરે છે, અભ્ખેઈ-અભિસિંચિત કરે છે. ઉડ્ડિ-અમાસ. આવન સત્ત - જેને ગર્ભમાં જીવ ઉત્પન્ન થયો છે તે. EC - સૂત્ર-૪૮,૪૯ : [૪૮] ત્યારે તે પંથક દાસોટક દેવદત બાળકનો બાલગ્રાહી થયો. દેવદત્ત બાળકને કેડે લઈને ઘણાં બચ્ચા-બી, બાલક-બાલિકા, કુમાર-કુમારી સાથે પરિવરીને રમણ કરે છે. ત્યારે તે ભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે સ્નાન કરેલ, બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરેલ, દેવદત્ત બાળકને સવલિંકારથી વિભૂષિત કરી, પંથક દાસોટકના હાથમાં સોંપ્યો. ત્યારે તે પંથક, ભદ્રા પાસેથી દેવદત્તને લઈને કેડથી ઉઠાવી, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ઘણાં બચ્ચા યાવત્ કુમારિકાઓ સાથે પરીવરીને રાજમાર્ગે જાય છે. જઈને દેવદત્તને એકાંતમાં બેસાડી ઘણાં બચ્ચા સાવત્ કુમારિકાઓ સાથે પરીવરીને પ્રમત્ત થઈને વિચરે છે. આ સમયે વિજ્ય ચોર રાજગૃહના ઘણાં દ્વાર, પદ્વારાદિ યાવત્ જોતો-માર્ગણા-ગવેષણા કરતો, દેવદત્ત બાળક પાસે જાય છે, તે બાળકને સવલિંકાર વિભૂષિત જુએ છે. ત્યારપછી દેવદત્ત બાળકના આભરણ, અલંકારોમાં મૂર્છિત, ગ્રથિત, મૃદ્ધ, આસક્ત થઈ, પંથકને પ્રમત્ત જોઈને દિશા આલોક કરે છે. કરીને દેવદત્ત બાળકને લઈને કાંખમાં દબાવી દે છે, પછી ઉત્તરીય વડે ઢાંકી દે છે, ઢાંકીને શીઘ્ર-વરિત-ચપળ-ઉતાવળે રાજગૃહ નગરના અપદ્વારેથી નીકળે છે. નીકળીને જિર્ણોધાનના ભાં કૂવા પાસે આવે છે, ત્યાં દેવદત્ત બાળકને મારી નાંખે છે. મારીને આભરણ અલંકાર લઈને, દેવદત્તના નિષાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને તે ભગ્ન કૂવામાં ફેંકી દે છે. પછી માલુકા કચ્છે આવે છે. તેમાં પ્રવેશી નિશ્ચલ, નિસ્યંદ, મૌન રહી દિવસ પસાર કરતો રહે છે. --- [૪૯] ત્યારપછી તે પંથક દાસચેટક મુહૂત્તાંતરમાં દેવદત્ત બાળકને રાખ્યો હતો, ત્યાં આવ્યો. આવીને બાળકને ત્યાં ન જોતા રોતો-કંદન કરતો-વિલાપ કરતો દેવદત્ત બાળકને ચોતરફ માર્ગા-ગવેષણા કરે છે. પણ બાળકની ક્યાંય શ્રુતિ, છીંક, પ્રવૃત્તિ ન જણાતા પોતાને ઘેર-ધન્ય સાર્થવાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહે છે – હે સ્વામી ! મને ભદ્રા સાર્થવાહીએ સ્નાન કરેલ બાળક સાવત્ હાથમાં સોંપ્યો. પછી હું દેવદત્ત બાળકને કેડે લઈને ગયો યાવત્ માર્ગા-ગવેષણા કરતા, તેને ન જાયો. હે સ્વામી ! દેવદત્તને કોઈ લઈ ગયું, અપહરણ કર્યું કે લલચાવી ગયું, એ રીતે ધન્ય સાર્થવાહને પગે પડીને આ વાતનું નિવેદન કર્યું. ત્યારે તે ધન્ય સાર્થવાહે પંથક દારસરોટકની આ વાત સાંભળી, સમજી પુત્રના મહાશોકથી વ્યાકૂળ થઈ, કુહાડીથી કપાયેલ ચંપક વૃક્ષ માફક ધર્

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128