Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૪/૬૨
અધ્યયન-૪-‘કૂર્મ' (કાચબો)
— * — * — * - * — * —
૧૧૧
॰ હવે “કૂર્મ” નામે ચોથું અધ્યયન-તેનો પૂર્વ સાથે આ સંબંધ છે - પૂર્વ અધ્યયનમાં પ્રવચન-અર્થમાં શંકિત, અશંકિતના દોષ-ગુણો કહ્યા, અહીં પંચેન્દ્રિયોમાં તે ગુપ્તાગુપ્તમાં કહે છે.
સૂત્ર-૬૨ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે જ્ઞાતના ત્રીજા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો ચોથા “જ્ઞાતનો શો અર્થ કહ્યો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણારસી નગરી હતી-વર્ણન. તે વણારસી નગરી બહાર ઈશાન કોણમાં ગંગા મહનદીના મૃતગંગાતીર નામે દ્રહ હતું. તેના અનુક્રમે સુંદર સુશોભિત કિનારો હતો. શીતલ-ગંભીર જળ હતું. સ્વચ્છ, વિમલ, જળથી પરિપૂર્ણ હતું. પત્ર-પુષ્પ-પલાશથી આચ્છાદિત હતું. ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરી, શતપત્ર, સહસ્ર પત્રાદિ કેસર પુષ્પોપચિત, પ્રાસાદીય હતું.
તેમાં ઘણાં સેંકડો, હજારો, લાખો, મત્સ્યો, કચ્છપો, ગ્રાહો, મગરો, સુસુમારોનો સમૂહ નિર્ભય, નિરુદ્વેગ, સુખ-સુખે રમણ કરતાં વિચરતા હતા. - - તે મૃતગંગા દ્રહની સમીપે એક મોટો માલુકા કચ્છ હતો - વર્ણન. તેમાં બે પાપી શીયાળ વસતા હતા. તે પાપી, ચંડ, રૌદ્ર, તેમાં દત્ત ચિત્ત, સાહસિક, કતરંજિત હાથવાળા, માંસાર્થી, માંસાહારી માંસપ્રિય, માંસ લોલુપ, માંસ ગદ્વેષતા રાત્રિ અને વિકાલચારી તથા દિવસના પ્રચ્છન્ન રહેતા હતા.
ત્યારે તે મૃતગંગાતીર દ્રહથી અન્ય કોઈ દિવસે સૂર્યનો ઘણાં સમય પહેલાં અસ્ત થતા, સંધ્યા વ્યતીત થતાં, કોઈ વિરલ માણસ જ ચાલતા-ફરતા હતા, ઘેર વિશ્રામમાં હતા. ત્યારે આહારાર્થી, આહાર ગàક બે કાચબા ધીરેધીરે બહાર નીકળ્યા. તે જ મૃતગંગા-દીર દ્રહની આસપાસ ચો તરફ ફરતા પોતાની આજીવિકાથે ફરતા હતા.
ત્યારપછી તે આહાર્થી યાવત્ આહાર ગદ્વેષક બંને પાપી શીયાળો, માલુકા કચ્છથી નીકળ્યા, નીકળીને મૃતગંગા તીર દ્રહે આવ્યા. ત્યાં જ આસપાસ ચોતરફ ફરતા આજીવિકાર્થે વિચરવા લાગ્યા.
ત્યારે તે પાપી શીયાળોએ તે બંને કાચબાને જોયા, જોઈને તે કાચબા પાસે જવા નીકળ્યા. ત્યારે તે કાચબા તે પાપી શીયાળને આવતા જોઈને ભયભીત, ત્રસ્ત, સિત, ઉદ્વિગ્ન, સંજાતભયથી પોતાના હાથ, પગ, ગ્રીવાને પોતાના શરીરમાં સંહરી લીધા, પછી નિશ્ચલ, નિસ્યંદ, મૌન થઈને રહ્યા. ત્યારે તે પાપ શીયાળો કાચબાઓ પાસે આવ્યા, આવીને કાચબાને ચોતરફથી ઉદ્ધર્તીત, પરિવર્તીત, આસાર, સંસાર, ચલન, ઘન, સ્પંદન, ક્ષોભિત કરવા લાગ્યા. નખો વડે ફાડવા લાગ્યા, દાંત વડે ગુંથવા લાગ્યા, પરંતુ કાચબાના શરીરને થોડી, વધુ કે વિશેષ બાધા પહોંચાડવામાં કે છવિચ્છેદ કરવામાં સમથ ન થયા.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે તે પાપી શીયાળો આ કાચબાને બીજી-ત્રીજી વખત પણ ચોતરફથી ઉત્ક્રર્તીત યાવત્ છવિચ્છેદ કરવામાં સમર્થ ન થયા. ત્યારે થાત, તાંત, પરિતાંત, નિર્વિર્ણ થઈને ધીમે ધીમે પાછા ચાલ્યા ગયા, એકાંતમાં જઈને નિશ્ચલ, નિષંદ, મૌન થઈને રહ્યા.
ત્યારે એક કાચબાઓ તે પાપી શીયાળને ઘણાં સમય પહેલાં, દૂર ગયા જાણીને ધીમે ધીમે એક પગ બહાર કાઢ્યો. ત્યારે તે પાપી શીયાળોએ, તે કાચબાને ધીમે ધીમે એક પગ બહાર કાઢતો જોઈને ત્યાં ઉત્કૃષ્ટ, શીઘ્ર, ચપળ, વરિત, ચંડ, જય કરનારી, વેગવાળી ગતિથી તે કાચબા પાસે જઈને, તે કાચબાના તે પગને નખ વડે વિદારી, દાંત વડે ચુંથી, પછી તેનું માંસ અને લોહીનો આહાર કર્યો.
૧૧૨
પછી તે કાચબાને ચોતરફ ઉદ્ધર્તીત કર્યો યાવત્ છવિચ્છેદ કરવા સમર્થ ન થયા, ત્યારે બીજી વખત પાછા ગયા. એ પ્રમાણે ચારે પણ પગોને કહેવા યાવત્ ધીમે ધીમે ગરદન બહાર કાઢી ત્યારે તે પાપી શીયાળોએ તે કાચબા વડે ગરદન બહાર કઢાતા જોઈ, શીઘ્ર-ચપળાદિ ગતિથી, નખ અને દાંત વડે કપાળને અલગ કરી દીધું. પછી તે કારાબાને જીવિતથી રહિત કરી તેના માંસ અને લોહીનો આહાર કર્યો.
એ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી, આચાર્યઉપાધ્યાય પાસે દીક્ષિત થઈને પાંચે ઈન્દ્રિયોમાં અણુપ્ત થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ (ચારે) દ્વારા હીલનીય આદિ થઈ પરલોકમાં પણ ઘણો દંડ પામી યાવત્ પરિભ્રમણ કરે છે જેમ તે અગુપ્તેન્દ્રિય કાચબો [મૃત્યુ પામ્યો]
ત્યારે તે પાપી શીયાળો બીજા કાચબા પાસે આવ્યા. તે કારાબાને ચોતરફથી ઉદ્ધર્તીત યાવત્ દંત વડે વિદારી યાવત્ છવિચ્છેદ કરવાને સમર્થ ન થયા. પછી તેને બીજી-ત્રીજી વખત પણ તે કાચબાને કંઈ પણ બાધા, વિબાધા યાવત્ છવિચ્છેદ કરવા સમર્થ ન થયા. ત્યારે શ્રાંત, પ્રાંત, પત્રિાંત, નિર્વિર્ણ થઈ, જ્યાંથી આવેલ. ત્યાં પાછા ગયા.
ત્યારે તે કાચબાએ તે પાપી શીયાળોને ઘણાં કાળથી ગયેલા અને દૂર ગયેલા જાણીને ધીમે ધીમે પોતાની ગરદન બહાર કાઢી કાઢીને દિશાવલોક
કર્યો. કરીને એક સાથે ચારે પગ બહાર કાઢ્યા. પછી ઉત્કૃષ્ટ કૂર્મ ગતિથી દોડતા-દોડતા મૃતગંગાતી દ્રહે આવ્યો. આવીને મિત્ર, જ્ઞાતિ, નિક, સ્વજન, સંબંધી, પરિજન સાથે મળી ગયો.
આયુષ્યમાન શ્રમણો ! એ રીતે આપણાં જે સાધુ-સાધ્વી પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત થઈને યાવત્ જેમ તે ગુપ્તેન્દ્રિય કાચબો.
હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે ચોથા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે - તેમ હું કહું છું.
• વિવેચન-૬૨ :
અર્થ સુગમ છે. વિશેષ એ - જે દેશમાં ગંગાજળ ઢોળાય છે. અનુક્રમે સુષ્ઠુ