Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧/૨૬૧
ભોગ-ગંધ, રસ, સ્પર્શ. - X~ શબ્દાદિ ભોગમાં જોડાયેલ કે કામભોગોના સંબંધ વડે જે યકત તે નિષેવિત કામભોગ સંપ્રયોગ સંપયુક્ત અથવા જયદિ વડે ક્ષીણ થયેલ અને કામભોગો વડે જોવાયેલ જીવ તેને કામભોગના જ અવિયોગની સ્મૃતિ તે પણ આર્તધ્યાન કહેવાય.
બીજો ભેદ ધન આદિના વિષયવાળો અને ચોથો ભેદ ધનાદિથી મળેલ શબ્દાદિ ભોગના વિષયવાળો છે. આ પ્રમાણે આ બંનેનો ભેદ છે. શાસ્ત્રાંતમાં બીજા અને ચોથા ભેદનું એકપણું ત્રીજા વડે કહેલું છે અને ચોથો ભેદ ત્યાં નિદાન કહેલ છે. કહ્યું છે કે - અમનોજ્ઞ શબ્દાદિ વિષયના સાધનભૂત વસ્તુઓની હેપ વડે મલિના થયેલ જીવને એના વિયોગની અતિ ચિંતા - x • તે પ્રથમ ભેદ... શૂળ-મસ્તક રોગાદિની પીડાના વિયોગનું દેઢ ચિંતન અને ભવિષ્યમાં રોગ ન થવા રૂપ ચિંતા કે. તે રોગ પ્રતિકાર કરવામાં વ્યાકુલ મનવાળાને હોય, તે આ બીજો ભેદ..
ઇષ્ટ વિષયાદિ અનુભવ વડે રાગરા થયેલને તેનો વિયોગ ન થવાનો. અધ્યવસાય અને તેના સંયોગના અભિશાપરૂપ ધ્યાન તે આ બીજો ભેદ.. દેવેન્દ્ર, ચક્રવર્તીત્વાદિ ગુણ અને ઋદ્ધિની પ્રાર્થનારૂપ અધમ નિયાણાનું ચિંતન, તે અત્યંત અજ્ઞાનથી થયેલું હોય છે. આ ચોથો ભેદ.
ધે આર્તધ્યાનનાં લક્ષણો કહે છે - ચિત્તની વૃત્તિરૂપ હોવાથી પરોક્ષા છતાં પણ જેના વડે આર્તધ્યાન કરાય છે તે લક્ષણો, તેમાં ૧- કંદનતા - મોટા શબ્દોથી રડવું, ૨- શોચનતા - દીનપણું, 3 તેપનતા - પ્તિ ધાતુ ક્ષરણ અર્થમાં હોવાથી આંસનું ખરવું, ૪- પરિદેવનતા - વારંવાર ખેદથી બોલવું. આ જણાવેલ કંદનાદિ ઇષ્ટ વિયોગ, અનિષ્ટસંયોગ, રોગવેદના જનિત શોક રૂપ આર્તધ્યાનનાં લક્ષણો છે. • x - અન્ય નિદાનના બીજા લક્ષણોને કહે છે. કહ્યું છે કે - નિજ કાર્યોને નિંદે, બીજાની વિભૂતિને વિસ્મય સહ પ્રશંસે, પ્રાર્થના કરે અને પ્રાપ્ત ઋદ્ધિમાં રામવાળો, મેળવવા તત્પર બને છે.
હવે રૌદ્રધ્યાનના ભેદો કહે છે - હિંસા એટલે વિવિધ વધબંધનાદિ વડે પ્રાણીઓને પીડા પ્રત્યે નિરંતર પ્રવૃત કરે છે, એવા સ્વભાવવાળું પ્રણિધાન અથવા હિંસાનો અનુબંધ જેમાં છે, તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. કહ્યું છે કે - પ્રાણીનો વઘ, વેધ, બંધન, બાળવું, અંકન કરવું, મારવું વગેરેમાં અતિ ક્રોધરૂપ ગ્રહથી ગૃહીત દેઢ અધ્યવસાયરૂપ રૌદ્રધ્યાન નિર્દય મનવાળાને હોય છે અને તે અધમ ફળવાળું થાય છે.
તથા પૃષા - અસત્ય, તેનો અનુબંધ કરાવે, જે પિશુન-અસભ્ય-અછતું આદિ વચન ભેદે કહેવાય છે, તે મૃષાનુબંધી ધ્યાન કહ્યું છે કે - પિશુન, સભ્ય, અસભૂત, ઘાતાદિ વચનના પ્રણિધાનરૂપ રૌદ્રધ્યાન માયાવી, કોઈને ઠગવામાં તત્પર અને ગુપ્ત પાપ કરનારને હોય છે.
સ્તન-ચોરનું કાર્ય તે સ્તેય, તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિથી વ્યાકુળપણે અનુબંધવાળું જે ધ્યાન તે તેયાનુબંધી. કહ્યું છે - તીવ્ર ક્રોધ - લોભથી વ્યાકુળ થયેલને અનાર્યરૂપ,
30
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રાણીઘાતરૂપ, પરદ્રવ્યહરણચિતવાળું અને પરલોકના અપાયથી અપેક્ષારહિત હોવું રૌદ્રધ્યાન તે ત્રીજો ભેદ.
સંરક્ષણ - સર્વ ઉપાયો વડે વિષયના સાધનભૂત ધનનું રક્ષણ કરવામાં અનુબંધ છે જેમાં તે સંરક્ષણાનુબંધી. કહ્યું છે કે - શબ્દાદિ વિષયના સાધનભૂત, ધન રક્ષમાં ઉધમવાળું, સારા માણસોને ઇચ્છવા યોગ્ય નહીં એવું, બધાં પરત્વે શંકારૂપ, ઉપઘાત કલુષ વડે આકુળ ચિત્તરૂપ એવું રૌદ્રધ્યાન હોય છે.
હવે રૌદ્ર યાનનાં લક્ષણો કહે છે - વસન્નદોષ - હિંસાદિ ચારમાંથી કોઈપણ ભેદમાં બહલતાએ વિરામ ન પામવાથી જે દોષ અથવા હિંસાદિ કોઈ એકને વિશે પ્રવૃત્તિનું જે બહુલપણું તે જ દોષ તે અવસન્ન દોષ.
વળી હિંસાદિ સર્વમાં પ્રવૃત્તિરૂપ દોષ તે બહુદોષ અથવા ઘણા પ્રકારે હિંસા અને અસત્યાદિ દોષ તે બહુદોષ... અજ્ઞાન-કુશાસ્ત્રના સંસ્કારી નરકાદિના કારણભૂત અધર્મસ્વરૂપ હિંસાદિને વિશે ધર્મ બુદ્ધિ વડે અમ્યુદય અર્થે પ્રવૃત્તિરૂપ જે દોષને અજ્ઞાન દોષ અથવા કહેલ લક્ષણ વિશિષ્ટ અજ્ઞાન જ દોષ, તે અજ્ઞાન દોષ અન્યત્ર ‘નાનાવિધ દોષ' પાઠ છે - કહેલ લક્ષણવાળા હિંસાદિ દોષને વિશે અનેકવાર પ્રવૃત્તિ તે નાનાવિધ દોષ... મરણ એ જ અંત તે મરણાંત, મરણના અંત સુધી તે આમરણાંત, જેને ખેદ નથી તે કાલસૌરિકાદિની હિંસાદિમાં જે પ્રવૃત્તિ તે આમરણાંત દોષ.
- હવે સ્વરૂપ વડે ધર્મધ્યાન ચાર પ્રકારે કહે છે - સ્વરૂપ, લક્ષણ, આલંબન, અનપેક્ષા રૂપ ચાર પદોનો વિશે વિચારણીયપણાએ જેનો અવતાર છે, તે ચતુષ્પદાવતાર અથવા ‘ચાર પ્રકારનો' જ આ પર્યાયવાચી શબ્દ છે. પાઠાંતરથી ચાર પદોને વિશે પ્રત્યવતાર છે જેનો - એમ જાણવું.
(૧) આજ્ઞાવિયય - મ - અભિવિધિથી જણાય છે અર્થો જેના વડે તે ‘આજ્ઞા, તે વિવરે - નિર્ણય કરાય છે અથવા જેના વિશે વિચારાય છે કે, પ્રાકૃતપણાથી વિના શબ્દ છે. જે આજ્ઞા વિનય - અધિગમ દ્વારા પરિચિત કરાય છે જેમાં તે આજ્ઞા વિજય. એ રીતે શેષ ગણ ભેદો જાણવા.
વિશેષ એ કે - (૨) મપાય , પ્રાણીઓને સમાદિથી ઉત્પન્ન થયેલ આલોક તથા પરલોકના અનોં.. (3) વિપાલ - કર્મોનું ફળ - જ્ઞાનાદિને રોકવું.. (૪)
સ્થાન લોક દ્વીપ સમુદ્ર અને જીવાદિના આકારો. કહ્યું છે - આM વચન સ્વરૂપ પ્રવચનના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞા વિયય, આશ્રવ વિકથા ગૌરવ પરીષહાદિથી થતા દોષનું ચિંતન તે અપાય વિજયશુભાશુભ કર્મ વિપાકનું અનુચિંતન તે વિપાક વિજય., દ્રવ્ય-ક્ષેત્ર આકૃતિનું ચિંતન તે સંસ્થાન વિજય.
- - હવે ધર્મધ્યાનના લક્ષણો કહે છે
૧. આજ્ઞારુચિ • મા • સૂર વ્યાખ્યાનરૂપ નિયુક્તિ આદિ, આજ્ઞામાં કે આજ્ઞા વડે, - શ્રદ્ધા. તે આજ્ઞારુચિ. એમ બીજી રચિમાં પણ જાણવું. વિશેષ એ કે - નિસાન - રવાભાવિક, ઉપદેશ વિના. સૂત્ર - આગમ, તેમાં કે તેથી. સર્વI૪ - અવગાહવું તે, દ્વાદશાંગીને વિસ્તારથી જાણવી, તે વડે રચિ અથવા T4 - સાધુની