Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧/૨૬૨,૨૬૩
૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
મોહનીય અને એકવીશ પ્રકારે ચારિત્ર મોહનીય છે, એ મત યોગ્ય લાગે છે.
સમાધાન-પ્રથમ કષાયના ઉદયે આદિ કહ્યું તે અનંતાનુબંધી કષાયોનો સમ્યકત્વ આવરકપણે નહીં, પણ સમ્યકત્વ સહભાવી ઉપશમાદિના ચટકાવ વડે કહ્યું, અન્યથા અનંતાનુબંધી વડે જ સમ્યકત્વનું આવૃતપણું હોવાથી અન્ય મિથ્યાવથી શું પ્રયોજન છે ? • x • કષાયોનો ક્ષય થયા સિવાય કેવલજ્ઞાનનો લાભ ન થાય, અહીં કષાયોનું કેવલજ્ઞાનને આવરણ કરવાપણું નથી છતાં કપાયનો ક્ષય કેવલજ્ઞાનના કારણપણે કહ્યો છે. -x- એ રીતે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમમાં જ સમ્યકત્વનો લાભ કહેવાય છે. જેથી અનંતાનુબંધીના ઉદયે મિથ્યાત્વ ક્ષયોપશમને ન પામે અને
યોપશમના અભાવે સમ્યકત્વ થતું નથી. જે સપ્તવિધ દન મોહનીય કહેલ છે તે • x - ચારિત્રના અંશરૂપ ઉપશમાદિ ગુણોને વિશે સમ્યકત્વ કહ્યું છે, તેમ માનવું.
અણુવ્રતાદિ પ્રત્યાખ્યાન જેને વિધમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિ આવક છે...પ્રત્યાખ્યાનાવરણ - મર્યાદા વડે જે સર્વવિરતિને આવરણ કરે તે...સંજવલનકષાય-સર્વ સાવધાની વિરતિને તપાવે અથવા ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિને વિશે પ્રદીપ્ત થાય તે યથાખ્યાત યાત્રિને આવક છે. એ રીતે માન, માયા, લોભમાં પણ અનંતાનુબંધી આદિ ચારે કહેવા.
- આ ચારેને પૂજ્યોએ આ પ્રમાણે કહ્યા - જે અનંત જન્મોનો અનુબંધ કરાવે તેથી અનંતાનુબંધી કહેવાય, તે ક્રોધાદિમાં પ્રથમ કહ્યા. અા પણ પ્રત્યાખ્યાનને ન
સ્વીકારે તે ‘અપ્રત્યાખ્યાન' નામે કહ્યા એ બીજો ભેદ છે. સર્વ સાવધ વિરતિ વિષયક પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ એ ત્રીજા કહ્યા. શબ્દાદિ વિષયોને મેળવીને વારંવાર પ્રદીપ્ત કરે તે સંજવલન ચોથો કષાય કહો. - X -
જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, તે ક્રોધના વિપાકાદિ જાણવા છતાં દોષ કરે, જે અજાણપણે કરે તે અનાભોગ નિવર્તિત, ઉદય અવસ્થાને ન પામેલ, તે ઉપશાંત, ઉદયમાં ન આવેલ તે અનુપશાંત. એકેન્દ્રિયાદિને ભોગ નિવર્તિત, સંજ્ઞીના પૂર્વભવની અપેક્ષાએ કહેલ છે. અનાભોગ નિવર્તિત તે ભવની અપેક્ષાએ પણ છે. વિશિષ્ટ ઉદયના અભાવે નારકાદીને ઉપશાંત ક્રોધ છે, અનુપશાંત માટે વિચારવા જેવું નથી. એ રીતે માનાદિ પણ કહેવા.
હવે કષાયોનાં જ ત્રણ કાળ સંબંધી ફળ વિશેષને કહે છે– • સૂત્ર-૨૬૪,૨૬૫ -
[૬૪] જીવો ચાર કારણો વડે આઠ કર્મપકૃતિઓ એકઠી કરતા હતા - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. એ રીતે એકઠી કરે છે અને એકઠી કરશે. એ રીતે ત્રણ દંડકો જાણવા...
એ જ રીતે - ઉપચય બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કર્યા છે - કરે છે - જો ચાવત વૈમાનિક, ચોવીશે દંડકમાં “નિર્જરા” પર્યન્ત ત્રણ-ત્રણ દંડકો કહેવા જોઈએ.
[૬૫] ચાર પ્રતિમા કહી છે - સમાધિ, ઉપધાન, વિવેક અને વ્યુત્સર્ગ.ચાર
પ્રતિમાઓ કહી છે . ભદ્રા, સુભદ્રા, મહાભદ્ધા, સર્વતોભદ્રા...ચાર પ્રતિમાઓ કહી છે . લધુમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, જવમળા, વજમણા.
• વિવેચન-૨૬૪,૨૬૫ -
[૨૬] સૂત્રનો અર્થ પૂર્વે કહેવાયેલ છે. વિશેષ - વયન - કપાય પરિણત જીવને કર્મયુગલોનું ઉપાદાન મા... ૩પયન - ચયિત અબાધાકાળ છોડીને જ્ઞાનાવરણીયાદિ રૂપે નિપેક. આ રીતે - પ્રથમ સ્થિતિમાં અત્યંત કર્મલિક સ્થાપે, બીજી સ્થિતિમાં વિશેષહીનને, એ રીતે યાવતું ઉત્કૃષ્ટ વિશેષહીનને સ્થાપે. • x - ... પાન - જ્ઞાનાવરણીયાદિ રૂપે નિષિક્તને ફરી પણ કષાય પરિણતિ વિશેષથી નિકાચન કરે... વીરા - અનુદય પ્રાપ્તને કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવા... વૈન - સ્થિતિ ક્ષયથી ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણ વડે ઉદયમાં લાવેલ કર્મોને અનુભવવા... નિ નરા - કર્મનું અકર્મવ થવું, અહીં દેશનિર્જરા લેવી.
સર્વનિર્જરા ચોવીશે દંડકમાં અસંભવ છે. નિર્જરામાં કોધાદિ કારણ થતાં નથી, ક્રોધાદિનો ક્ષય જ તેના કારણપણે છે. - ૪ -
[૨૬૫] નિર્જરા કહી, તે વિશિષ્ટ પ્રતિમાદિથી થાય માટે પ્રતિમા સૂર
આ સૂત્રો બીજા સ્થાનમાં કહ્યા છે, અહીં ચાર સ્થાનને આશ્રીને તે કહે છે. એની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. માત્ર સ્મરણાર્થે કંઈક કહે છે - સમાધિ - શ્રુત અને ચારિત્રરૂપ છે, તે સંબંધી પ્રતિજ્ઞાઅભિગ્રહ તે સમાધિપતિમા અથવા દ્રવ્યસમાધિ પ્રસિદ્ધ છે, તે વિષયક અભિગ્રહ તે સમાધિપ્રતિમા.
એ રીતે બીજી પણ જાણવી. વિશેષ એ કે - ૩પથાન એટલે તપ. વિન - અશુદ્ધ, અતિરિક્ત ભક્તપાન, વસ્ત્ર, શરીર, શરીરના મળ આદિનો ત્યાગ. વિકાસ • કાયોત્સર્ગ. - તથા - પૂવદિ ચાર દિશા સન્મુખ રહેલ સાધુને પ્રત્યેક દિશામાં ચા-ચાર પ્રહર કાયોત્સરૂપ મા પ્રતિમા, બે અહોરાત્રિ વડે તે સમાપ્ત થાય. સુપટ્ટા પ્રતિમા એમ જ સંભવે છે, સ્વરૂપ જાણેલ નથી. મહfમા - એ રીતે અહોરમ પ્રમાણ કાયોસ, ચાર સગિએ સમાત થાય, જે દશે દિશાએ અહોરણ પ્રમાણ કાયોસ કરવારૂપ છે તે સર્વ તો માં પ્રતિમા, જે દશ અહોરાત્રિએ સમાપ્ત થાય છે... મોજ પ્રતિમા • પ્રશ્રવણ પ્રતિજ્ઞા, તેમાં “લઘુ” સોળભક્ત વડે અને “મહા' અઢાર ભક્ત વડે સમાપ્ત થાય છે. નવEMા જવની જેમ દરિ-કવલ વડે મધને હીન, મધ્ય વૃદ્ધિવાળી છે, વનમથ્યા - આધો વૃદ્ધિવાળી, મધ્ય હીન છે -- પ્રતિમા જીવાસ્તિકાયમાં જ હોય, તેથી વિપરીત અજીવાસ્તિકાયનું સૂત્ર કહે છે
• સૂઝ-૨૬૬ થી ૨૬૮ -
[૬૬] ચાર અસ્તિકાયને અજીતકાય કહ્યા છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાલિકાય, પુદ્ગલાસ્તિકાય... ચાર અસ્તિકાય અરૂપીડાય કહ્યા છે. ધમસ્તિકાય, અધમત્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય.
[૨૬] ચાર ફળો કહ્યા • કાચું છતાં કંઈક મીઠું, કાયુ છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકું છતાં અધિક મીઠું. આ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ