Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૪/૨/૩૫૦,૩૫૧ જેણીમાં છે તે ઇષત્ પ્રાગભારા. [૩૫૧] ઇષત્ પ્રાભાર પૃથ્વી ઉર્ધ્વલોકમાં હોય છે માટે ઉર્ધ્વ લોકના પ્રસ્તાવથી કહે છે - જેઓના બે શરીર છે, તે બે શરીરી, પૃથ્વીકાયિક આદિનું જ એક શરીર અને બીજું જન્માંતરભાવિ મનુષ્ય શરીર. ત્રીજું શરીર કેટલાંક જીવોને થતું નથી કારણ કે અંતરરહિત મોક્ષમાં જાય છે. ઉદારસ્થૂલ બેઇન્દ્રિયાદિ જીવો, પણ તેઉ, વાયુ લક્ષણ સૂક્ષ્મ જીવો નહીં કેમકે તેઓને બીજા ભવમાં માનુષત્વ પ્રાપ્ત થતું નથી માટે મોક્ષ ન થાય, તેથી અન્ય શરીરનો સંભવ હોય છે તથા ઉદાસ્ત્રસના ગ્રહણથી બેઇન્દ્રિયના પ્રતિપાદન છતાં પણ અહીં બે શરીરપણાથી પંચેન્દ્રિયો જ ગ્રાહ્ય છે. કેમકે વિક્લેન્દ્રિયોને અનંતરભવે સિદ્ધિનો અભાવ હોય છે. ૧૦૧ કહ્યું છે - વિકલેન્દ્રિયો અનંતર ભવે વિરતિ પામી શકે, પણ સૂક્ષ્મ ત્રસો ન પામે... લોકના સંબંધે પ્રાપ્ત અધોલોક, તિર્યક્લોક સંબંધી બે અતિદેશ સૂત્રો ઉક્તાર્થ છે. તિલિોકના અધિકારથી તેમાં ઉત્પન્ન થયેલ સંયતાદિ પુરુષોને ભેદો વડે કહે છે– • સૂત્ર-૩૫૨ થી ૩૫૬ : [૫૨] ચાર ભેદે પુરુષો કહ્યા છે - ડ્રીસત્વ, ડ્રીમનસત્વ, ચલસત્વ, સ્થિરત્વ... [૩૫૩] ચાર શય્યાપ્રતિમા કહી છે, ચાર વરુપતિમા કહી છે, ચાર પત્રપ્રતિમા કહી છે, ચાર સ્થાનપ્રતિમા કહી છે. [૫૪] ચાર શરીરો જીવ સૃષ્ટ છે - વૈક્રિય, આહાક, તૈજસ, કાર્પણ. ચાર શરીરો કાર્પણ-મિશ્ર કહેલ છે ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ. [૩૫૫] ચાર અસ્તિકાય વડે લોક દૃષ્ટ છે - ધર્માસ્તિકાય વડે, અધર્માસ્તિકાય વડે, જીવાસ્તિકાય વડે, પુદ્ગલાસ્તિકાય વડે... ચાર બાદરકાય વડે લોક સ્પષ્ટ છે ઃ- પૃથ્વી - અર્પી - વાયુ - વનસ્પતિકાય વડે. [૫૬] ચાર દ્રવ્યો પ્રદેશ વડે તુલ્ય છે, તે આ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને એક જીવ. • વિવેચન-૩૫૨ થી ૩૫૬ - [૩૫૨] f* - લજ્જા વડે, સત્વ - પરિષહાદિ સહેવામાં કે રણાંગણમાં રહેવારૂપ બળ જેવું છે, તે ડ્રીસત્વ.. ઉત્તમ કુલોત્પન્ન એવા મને મનુષ્યો હસશે એમ મનમાં જ લજ્જા વડે પણ કાયામાં સત્ત્વ નહીં, કેમકે રોમહર્ષ, કંપ આદિ ભયના ચિહ્ન દેખાવાથી કેવલ મન વડે જેનું સત્વ છે, તે ટ્રીમનસત્વ.. પરિષહાદિની પ્રાપ્તિમાં બળનો નાશ થવાથી જેનું સત્વ ચલે છે તે ચલસત્ત્વ. તેનાથી વિપરીત તે સ્થિર સત્વ. [૩૫૩] હમણાં સ્થિર સત્વી કહ્યો, તે અભિગ્રહોને સ્વીકારીને પાળે છે, તે બતાવતા આ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - જેમાં સૂવાય તે શય્યાસંસ્તાક, તેની પ્રતિમા - અભિગ્રહો તે શય્યાપ્રતિમા. તેમાં પાટિયા વગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ જ લઈશ, બીજું નહીં, તે પહેલી પ્રતિમા. જે પૂર્વાદ્દિષ્ટ છે તે જ જ્યારે હું જોઈશ ત્યારે તે જ લઈશ, બીજું નહીં - તે બીજી પ્રતિમા. તે પણ જો શય્યાતરના ઘેર હોય તો લઈશ, બીજેથી લાવીને ત્યાં સૂઈશ નહીં તે ત્રીજી પ્રતિમા.. તે ફલક આદિ જેમ જોઈએ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તેમ પાથરેલું હોય તો તેની પાસેથી ગ્રહણ કરીશ, બીજી રીતે નહીં, તે ચોથી પ્રતિમા. આ ચારમાં પહેલી બે પ્રતિમાઓ ગચ્છથી નીકળેલ સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી, પાછલી બેમાંથી કોઈપણ એકનો અભિગ્રહ કરે. અન્ય ગચ્છમાં ગયેલ સાધુઓને તો ચારે કો છે.. વસ્ત્રના ગ્રહણ વિષયમાં પ્રતિજ્ઞા, તે વસ્ત્રપ્રતિમા. કપાસાદિનું ઉદ્દિષ્ટ વસ્ત્ર હું યાચીશ તે પહેલી. જોયેલ વસ્ત્રને યાચીશ તે બીજી, શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ વસ્ત્ર જ લઈશ તે ત્રીજી, ફેંકવા યોગ્ય વસ્ત્રને જ ગ્રહણ કરીશ તે ચોથી. ૧૦૨ પાત્ર પ્રતિમા - ઉદ્દિષ્ટ કાષ્ઠપાત્રાદિ યાચીશ તે પહેલી, જોયેલને તે બીજી, દાતારની માલિકીનું, વાપરેલ પાત્ર યાચીશ તે ત્રીજી, ફેંકી દેવા યોગ્ય પાત્ર યાચીશ તે ચોથી... સ્થાન - કાયોત્સર્ગાદિ માટે આશ્રય, તેની પ્રતિમા તે સ્થાન પ્રતિમા, તેના અભિગ્રહો - અચિત્ત સ્થાનનો આશ્રય કરી, ત્યાં આકુંચન-પ્રસારણાદિ કરીશ તથા અચિત ભીંતાદિનું આલંબન કરીશ, ત્યાંજ સ્તોક પાદ વિહાર કરીશ તે પહેલી પ્રતિમા. ઉક્ત ક્રિયામાં પાદવિહાર નહીં કરું. તે બીજી, ઉક્ત ક્રિયામાં પાદ વિહાર અને ભીંતાદિ અવલંબન નહીં કરું તે ત્રીજી, ઉક્ત એકે ક્રિયા નહીં કરું તે ચોથી પ્રતિમા. [૩૫૪] અનંતર શરીર રોષ્ટા નિરોધ કહ્યો, શરીર પ્રસ્તાવથી આ સૂત્ર કહે છે, તે સ્પષ્ટ છે. પરંતુ જીવ વડે વ્યાપ્ત તે જીવસૃષ્ટ શરીર. વૈક્રિયાદિ શરીરો અવશ્ય જીવ વડે જ વ્યાપ્ત હોય છે, પણ જેમ જીવ વડે છોડાયેલ છતાં મૃતાવસ્થામાં ઔદાકિ શરીર હોય તેમ વૈક્રિય ન હોય. કાર્પણ વડે ઔદાકિાદિ શરીરો મિશ્ર જ હોય, એકલા ન હોય - X » X -. [૩૫૫] શરીરો, કાર્મણ વડે ઉન્મિશ્ર જ હોય, ઉત્મિકો સ્પષ્ટ જ હોય, સૃષ્ટના પ્રસ્તાવથી કહે છે - સૂત્ર ઉક્તાર્થ છે. કેવલ સ્પષ્ટ એટલે પ્રતિપ્રદેશ વ્યાપ્ત, પૃથ્વી આદિ પાંચે સૂક્ષ્મોનો સર્વલોકથી સર્વલોકમાં ઉત્પાદ હોવાથી બધા લોકમાંથી નીકળીને મનુષ્ય ક્ષેત્રમાં ઋજુ અને વક્રગતિ વડે ઉત્પન્ન થતા બાદર તેજસ્કાયિકોનો બે ઉર્ધ્વ કપાટને વિશે બાદર તેજસ્કાયત્વરૂપ વ્યપદેશ ઇષ્ટ હોવાથી “ચાર બાદસ્કાય” કહ્યું. બાદર પૃથ્વી-અપ-વાયુ-વનસ્પતિના જીવો સમસ્ત લોકથી નીકળીને પૃથ્વી આદિ, ઘનોદધિ આદિ, ઘનવાત વલય આદિ, ઘનોદધિ આદિમાં યથાયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં કોઈ ગતિ વડે ઉત્પન્ન થતા અપર્યાપ્તક અવસ્થામાં અતિ બહુપણાથી સર્વલોકમાં દરેકને સ્પર્શે છે. આ પૃથ્વી આદિ પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અને ત્રસ જીવો લોકના અસંખ્યાતા ભાગને જ સ્પર્શે છે. પન્નવણાસૂત્રમાં કહ્યું છે— બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા - x - ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાતમો ભાગ છે તથા બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તકો ઉત્પત્તિ વડે સર્વલોકમાં છે. આ રીતે વાયુ અને વનસ્પતિના સ્થાનો જાણવા. બાદર પર્યાપ્તક તેજસ્કાયિકના સ્થાનો ઉત્પત્તિથી લોકનો અસંખ્યાતમો ભાગ છે. બાદર અપર્યાપ્તક તેજસ્કાયિકોના સ્થાનો લોકના બે ઉર્ધ્વ કપાટમાં રહેલા તિછલિોકમાં કહ્યા છે. • x - ૪ - સૂક્ષ્મ પૃવીકાયિકો પર્યાપ્તક અને અપર્યાપ્તક બધાં એક પ્રકારે, વિશેષ રહિત, સર્વલોકમાં વ્યાપીને રહેલા કહ્યા

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112