Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૨/૩૬૦
૧09
મેળવ્યું. આ દષ્ટાંત છે. તેનો ઉપનય આ પ્રમાણે - કર્દમ સ્થાને વિષયો લેવા, પુંડરીક તે રાજાદિ ભવ્યપુરુષ, ચાર પુરુષો તે પરતીચિંકો, પાંચમો પુરુષ તે સાધુ, અમોઘ વયના સમાન ધમદશના અને પુકરણી સમાન સંસાર. તેનાથી ઉદ્ધાર સમાન નિવણિ છે. આ દેટાંતથી વિષયઅભિલાષી અન્યતીર્થિકોને સંસાનું તાકપણું નથી, સાધુ તારક છે. આમ કહીને આચાર્યએ પરમતના દૂષણ વડે સ્વમતનું સ્થાપન કર્યું.
ઉકત દટાંતે સ્થાપનાકર્મ કર્યું. અથવા પ્રાપ્ત દૂષણને દૂર કરીને સ્વ અભિપ્રાયની, સ્થાપના કરવી, આવા પ્રકારની અર્થની પ્રાપ્તિ જેનાથી થાય તે સ્થાપના કર્મ. કોઈ માળીએ રાજમાર્ગમાં વડીનીતિ કરવારૂપ અપરાધને નિવારવા તે સ્થાને ફૂલનો ઢગલો કર્યો. આ શું છે ? એમ પૂછનારને ‘આ હિંગુશિવ દેવ છે' એમ બોલતા તેણે વ્યંતરાયતનની સ્થાપના કરી. આ આખ્યાનથી ઉક્ત અર્થ નિશ્ચિત થાય છે, તે સ્થાપના કર્મ.
તથા નિત્યાનિત્ય વસ્તુ છે એમ જિનમત કહે છે, તે અસંગત છે - x • એમ વાદીએ કહ્યું, તે દૂષણને દૂર કરવા માટે કહેવાય છે કે - વિરુદ્ધ ધર્માધ્યાસ વિકલાની જેમ ભેદનું કારણ નથી, વિકલા જ ક્રમ વડે થનાર વર્ણનો ઉલ્લેખ કરનાર વિરદ્ધ ધર્મસહિત હોય છે - x • x- કોઈપણ શબ્દના દરેક અક્ષરોને જુદા પાડવાથી મુખ્ય અર્થનો અભાવ થાય, ઇત્યાદિ •x• એ રીતે વિરુદ્ધ ધમધ્યાસનું કથંચિત્ અભેદપણું છતાં કેવલ નિત્યાનિત્ય થતું નથી. આ દૂષણ દૂર કર્યું એટલું જ નહીં પણ સર્વ વસ્તુ અનેકાંતાત્મક છે એમ વિકલ્પજ્ઞાત વડે સ્વમત સ્થાપન કર્યું, એ રીતે * * * વિકલાજ્ઞાત સ્થાપના કર્મ છે. •x-x-x- સવ્યભિચાર હેતુને કહીને, • x • અન્ય હેતુથી પુષ્ટ કરે.
તે આ પ્રમાણે - “શબ્દ” કરેલ હોવાથી અનિત્ય છે. વર્ણાત્મક શબ્દને વિશે કૃતકત્વ વિધમાન નથી, કેમકે વર્ગોને નિત્યપણાએ કહેલ છે. કૃતક હેતુ વ્યભિચારી છે. • x • ઘટાદિ દેટાંત વડે જ વર્ગોનું કૃતકત્વ સ્થાપન કર્યુ માટે સ્થાપના કર્મ છે. તકાળ ઉત્પન્ન વસ્તુનો વિનાશ જેમાં કથનપણાએ છે, તે પ્રત્યુત્પજ્ઞવિનાશી આહરણ. જેમ કોઈ વણિકે પગી આદિ સ્ત્રી પરિવારના શીલની રક્ષાર્થે - X " સ્વગૃહે કુલદેવતાનું મંદિર બનાવ્યું. ત્યાં મોટા વાજિંત્ર વગડાવવા લાગ્યો અને રાજના અપરાધનો પરિહાર કરી પ્રત્યુત્પન્ન દોષનો વિનાશ કર્યો. એ રીતે ગુરુએ શિષ્યોને કોઈ વસ્તુમાં આસક્ત થયેલ જોઈને તેમની આસક્તિનું નિમિતપણું નાશ કરવા યોગ્ય છે. એ રીતે પ્રત્યુત્પન્ન વિનાશનીયતા જણાવનાર હોવાથી પ્રત્યુત્પન્ન વિનાશીરૂપ જ્ઞાતતા કહી.
| ઉપાય વડે ગુરુએ શિષ્યને આસક્તિથી વારવા યોગ્ય છે અથવા આત્મા આકાશની જેમ અમૂર્ણપણાથી એક છે. આ રીતે આત્માને અકતૃત્વ પ્રાપ્તિ રૂપ પણ ઉત્પન્ન થયે છતે તેના વિનાશ માટે કહેવાય છે - આત્મા કથંચિત્ મૂર્ણપણાથી કત જ છે. આહરણતા અને તેના ભેદોનું દેશ વડે દોપવાવપણાએ ઉપનય ન્યાયે આહારણનું વ્યાખ્યાન કર્યું.
હવે આહરણ તદ્દેશ કહેવાય છે, તે ચાર પ્રકારે છે -૧ અનુશાસન - તે
૧૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સદ્ગણોના ઉત્કીર્તન વડે પ્રશંસવા યોગ્ય છે, આ પ્રકારે જેમાં ઉપદેશાય છે, તે અનુશાસ્તિ - X • જેમ સાધુના નેત્રમાં પડેલ જકણને દૂર કરવા વડે લોકો દ્વારા શીલમાં શંકા થતા - x • દેવની સહાયવાળી, ચાલણી વડે ભરેલ પાણીને છાંટવાથી જેણે ચંપાપુરીના દરવાજા ઉઘાડેલા, એવી જે સુભદ્રા, ‘અહો શીલવતી' એમ મહાજન લોક વડે પ્રશંસા પામી. કહ્યું છે કે - અનુશાસ્તિ, ઉપાલંભ, પૃચ્છા, નિશ્રાવચન એ ચાર ભેદે આહરણતદેશ છે, તેમાં અનુશાસ્તિમાં સુભદ્રાનું દૃષ્ટાંત છે.- * * * *
અહીં તથાવિધ વૈયાવસ્યાદિ વડે ઉપનય સંભવે છે, તેના ત્યાગ વડે મહાજન દ્વારા કરાયેલ પ્રશંસા માગવી ઉપનય કરેલ છે. તે આહારણ-તદ્દેશતા છે, એ રીતે અસંમત શના ત્યાગથી સંમત અંશનું ઉપનયન ભાવવું. ઓલંભો દેવો તે ઉપાલંભ, પ્રકારમંતર વડે અનુશાસન જ છે. તે જેમાં કહેવાય છે તે ઉપાલંભ આહરણ તદ્દેશ છે. જેમ કોઈ અપરાધી શિષ્ય ઉપાલંભનીય છે. જેમ મહાવીરસ્વામીના સમવસરણમાં વિમાન સહિત આવેલા ચંદ્ર-સૂર્યના ઉધોતથી કાળ વિભાગને ન જાણતી મૃગાવતી સાવી ત્યાં રહ્યા, પછી અતિકાળ થયો જાણી, મૃગાવતી સાધ્વીઓ સાથે આ ચંદનાની પાસે ગયા, તેણીએ ઉપાલંભ આયો - X - X ",
પૃચ્છા - શું ?, કેવી રીતે ? કોણે કર્યું ? ઇત્યાદિ. જેમાં વિધેયપણે ઉપદેશાય છે તે પૃચ્છા. - x • જે રીતે કોણિકે ભગવંતને પૂછ્યું હતું - શ્રેણિક રાજાના પુત્ર કોણિકે ભગવંતને પૂછયું - અપરિત્યક્ત કામવાળા ચક્રવર્તી મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? ભગવંતે કહ્યું - સાતમી નસ્કે. હું ક્યાં ઉત્પન્ન થઈશ ? છઠ્ઠી નà. • * * * • તે કૃત્રિમ રન બનાવી ભરત ક્ષેત્રને સાધવા પ્રવૃત થયો, કૃતમાલ દેવે તેને તમિસા ગુફાના દ્વારે મારી નાંખ્યો અને તે છઠ્ઠી નમ્ફ ગયો.
નિશ્રાવચન - નિશ્રા વડે વચન. કોઈ સુશિષ્યને અવલંબીને બીજાને બોધ કરવા માટે જે વચન તે નિશ્રાવચન છે. તે જેમાં વિધેયપણાને કહેવાય તે આહરણ નિશ્રાવચન. વિનયસંપ અન્ય શિષ્યને અવલંબીને નહીં સહન કરનાર શિષ્યો પ્રત્યે કિંચિત કહે. જેમ ગૌતમને આશ્રીને ભગવંતે કહેલ. દીક્ષિત તાપસાદિને કેવલજ્ઞાન થતાં અને પોતાને કેવલજ્ઞાન ન થવાથી અધૈર્યવાળા ગૌતમને કહ્યું. હે ગૌતમ ! તું ઘણા કાળથી સંશ્લિષ્ટ છે, ચિરકાળથી પરિચિત છે આદિ વચનથી બીજા પણ અનુશાસિત કરાયા, તેમના બોધ માટે દ્રુમપત્રક અધ્યયન કહ્યું. • x - ત્રીજું તદ્દેશોદાહરણનું વ્યાખ્યાન કરાયું.
- હવે તદ્દોષોદાહરણનું વ્યાખ્યાન કરાય છે. તે ચાર ભેદે છે - ૧- અધર્મયુક્ત • કોઈક અર્થને સાધવાને જે ઉદાહરણ કેવળ પાપના કથનરૂપ કહેવાય, જેને કહેવાથી શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે. જેમકે - x • વપુત્રને કરડનાર મંકોડાની શોધ કરવાથી જોયેલ બિલમાં રહેલા બધાં મંકોડાને મારવા માટે ઉણ પાણી રેડવાનું કાર્ય જોઈને ખુશ થયેલ ચાણક્ય તે નલદામ કોલિકને કોટવાલ પદ આપ્યું. તેણે ચોરીના કાર્યમાં સહકારી થવારૂપ ઉપાય વડે વિશ્વાસિત ચોરોને વિષમિશ્રિત ભોજન આપી બધાને મારી નાંખ્યા. આ આહરણ તદ્દોષતા. આ દૃષ્ટાંત અધર્મયુક્ત