Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪/ર/૩૬૦ ૧૦૬ અને તથાવિધ શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરાવનાર છે. સાધુએ આવું દૃષ્ટાંત ન આપવું. ૨- પ્રતિલોમ - જેમાં પ્રતિકુલ પ્રત્યે પ્રતિકુલપણું ઉપદેશાય છે. જેમ - શઠ પ્રત્યે શઠતા કરવી. જેમકે - ચંડuધોતના અપહરણ માટે તેના વડે અપહત અભયકુમારે તેની સાથે શઠતા કરી. શ્રોતાને અન્યનો અપકાર કરવામાં નિપુણબુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી તદ્દોષતા છે. અથવા ધૃષ્ટ પ્રતિવાદીએ જીવ અને અજીવ બે જ શશિ કહ્યું, ત્યારે તેનું ખંડન કરવા ‘નોજીવ' નામક બીજી સશિ પણ છે. આ વિપરીત સિદ્ધાંતના કથનથી આ દટાંતને પણ તદ્દોષતા છે. 3- આત્મોપનીત - પોતે જ ઉપનીત - જેમ નિવેદન કરેલ તેમ સ્વયં જોડાયેલ છે જેને વિશે તે આભોપનીત. અન્યમનના દૂષણ માટે સ્વીકારેલ ટાંતથી સ્વમતને દુષ્ટપણે લઈ જાય. જેમકે - રાજાએ પૂછ્યું - તળાવ અભેદ કેમ થશે ? પિંગલ સ્થપતિએ કહ્યું કે - ભેદસ્થાનમાં કપિલાદિ ગુણવાળો પુરુષ દાટતાં અભેદ થશે. પિંગલ તેવા ગુણવાળો હોવાથી પ્રધાને તેને જ દાટી દીધો. એમ પોતાના વચનદોષથી પોતે જ જોડાયો. આ રીતે આત્મોપનીત છે. અહીં ઉદાહરણ - જેમ ‘સર્વ જીવોને હણવા નહીં' આ પક્ષને દૂષિત કરવા કોઈ કહે છે - વિષ્ણુએ દાનવો હસ્યા તેમ અન્યધર્મીને હણવા, એમ કહી ધમતરણ સ્થિત પુણોને સ્વ આત્મા હણવા યોગ્રપણાએ સ્થાપ્યો, આની તદ્દોષતા પ્રસિદ્ધ છે. દુરુપનીત - દુષ્ટ ઉપવીત, નિશ્ચિત રૂપ યોજેલ છે જેને વિશે છે. જેમ કોઈ પરિવ્રાજક જાળ લઈને મત્સ્ય પકડવા ચાલ્યો. કોઈ ધૂર્તે તેને કંઈક કહ્યું, તેનો તેણે અસંગત ઉત્તર આપ્યો. અહીં વૃતાંત છે - હે ભિક્ષુ ! આ તારી કંથા જીર્ણ કેમ છે ? મત્સ્યના વધ માટે જાય છે. - શું તું મસ્સ ખાય છે ? હું દારૂ સાથે માંસ ખાઉં છું • દારૂ પીએ છે ? વેશ્યા સાથે પીઉ છું - વેશ્યાને ઘેર જાય છે ? * * * * * ઇત્યાદિ પ્રશ્નોત્તર થયા તે સાધ્યમાં અનુપયોગી અને સ્વમતમાં પણ લાવનાર દષ્ટાંત છે. તે દાષ્ટબ્લિક સાથે સાધર્મ્સના અભાવથી દૂરપનીત છે. જેમ ઘટની માફક શબ્દ નિત્ય છે, અહીં ઘટમાં નિત્યત્વ નથી, તો શબ્દનું નિત્યપણું કેમ સિદ્ધ થાય ? * * * * - X • વૃત્તિમાં અહીં બૌદ્ધમત ખંડન પણ છે, ત્યાં દીપનું દટાંત, તે દૈષ્ટાંતનું સ્વમતમાં દષણપણું પણ બતાવ્યું છે - x-x-x- અહીં આહરણ તદ્દોષ કહ્યો. હવે ઉપન્યાસ ઉપનય કહે છે. તે ચાર પ્રકારે છે -૧- જે ઉપન્યાસોપનયમાં વાદી વડે સ્થાપન કરાયેલ સાધનરૂપ વસ્તુ છે તે જ ઉત્તરભૂત વસ્તુ છે તે તáસ્તુક. અથવા તે જ અન્ય વડે સ્થપાયેલ વસ્તુ તે તદ્ગતુક. તે વસ્તુયુક્ત ઉપન્યાસ ઉપનય પણ તદ્ગતુક કહેવાય છે. આગળ પણ તેમ જ જાણવું. જેમ કોઈ કહે છે - સમદ્ર કિનારે એક મહાવૃક્ષ છે, તેની શાખાઓ જળ અને સ્થળ ઉપર રહેલી છે. તેના પાંદડા જળમાં પડે છે, તે જળચર - જીવો થાય છે અને જે સ્થળમાં પડે છે, તે સ્થળચર જીવો થાય છે. અન્ય વાદી તેમનું ખંડન કરવા પૂછે છે - જે પત્રો મધ્યમાં પડે છે તેની શી સ્થિતિ ? તે કહો. આ યુક્તિ માત્ર ઉત્તરભૂત તતંતુક ઉપન્યાસ ઉપનય છે. જ્ઞાત નિમિતપણાથી આનું જ્ઞાતપણું છે અથવા આ જ્ઞાત યયારૂઢ છે. તે કહે છે . જળ, સ્થલમાં પડેલાં પત્રો, જલ-સ્થલ મળે પડેલાં પગ માફક જલવાદિ જીવોપ સંભવતા નથી, મધ્ય પડેલ પગોને ઉભયરૂપ પ્રસંગ આવશે, પણ ઉભય સ્વરૂપ જીવો તો સ્વીકારેલા નથી અથવા જીવ આકાશની જેમ અમૂર્તપણાથી નિત્ય છે. આ રીતે વાદીએ કહ્યું ત્યારે તેનો ઉત્તર આપે છે - જીવ મૂર્ણપણથી કર્મના માફક અનિત્ય જ થાઓ. અન્ય વડે સ્થપાયેલ વસ્તુથી ઉત્તરભૂત અન્ય વસ્તુ છે જે ઉપન્યાસ-ઉપનયમાં તે તદન્ય વસ્તુક. - જેમ જલમાં પડેલ પત્રો જલચર જીવો થાય છે, એમ કહ્યું ત્યારે, તેનું નિસન કરવાને માટે પતની અન્ય ઉત્તર કહે છે . જે પત્રોને પડાવીને ખાય છે કે લઈ જાય છે, તે પાંદડાનું શું થશે ? કયા રૂપમાં આવશે ? કંઈ નહીં થાય. આ પણ જ્ઞાપકપણે જ્ઞાત કહેલ છે. અથવા આ જ્ઞાત યથારૂઢ જ છે. તે કહે છે જલ અને સ્થલમાં પડેલ પત્રો મનુષ્યાદિથી આશ્રિત પત્રોની માફક જલયાદિ જીવો રૂપે સંભવતા નથી. - x • x • ભાવાર્થ એ કે - જલ આદિમાં પડેલાં પત્રોનું પણ જલચરવાદિ અસંભવ છે -- જે ઉપન્યાસ ઉપનયમાં વાદીએ સ્થાપેલ વસ્તુની સમાન વસ્તુ ઉત્તર દેવા માટે સ્થાપન કરાય છે તે પ્રતિનિભ. જેમ કોઈ પ્રતિજ્ઞા કરે છે કે - જે પુરુષ અને અપૂર્વ વસ્તુ સંભળાવે તેને એક લાખના મૂલ્યનો કટોરો આપુ. તે અપૂર્વ સંભળાવ્યુ તો પણ અપૂર્વ નથી એમ સ્વીકારે. ત્યારપછી એક સિદ્ધપુએ કહ્યું • તારા પિતાએ મારા પિતા પાસેથી એક લાખ દ્રવ્ય લીધેલ છે, તે જો પૂર્વે સાંભળ્યું હોય તો લાખ દ્રવ્ય આપ, અન્યથા કટોરો આપ. ઉક્ત દષ્ટાંતની પ્રતિનિભતા આ રીતે - કોઈએ બધું કહ્યું ત્યારે મેં આ પહેલા સાંભળેલ છે, એ રીતે અસત્ય વચન બોલનારના નિગ્રહ માટે સિદ્ધપુગે યુક્તિ કરી. આ રીતે બે તરફથી બંધન સમાન અસત્ય વચનનું જ સ્થાપનપણું હોવાથી આ ટાંતની પ્રતિનિભતા છે. યુકિત માગરૂપ આ પ્રતિનિભનું પણ અર્ચને જણાવનાર હોવાથી જ્ઞાતપણું છે અથવા યથારૂઢ જ આ જ્ઞાત છે, તે કહે છે મને કોઈપણ શ્લોકાદિ અશ્રુતપૂર્વ નથી, એવા અભિમાન બનીને અમે કહીએ છીએ - તને અશ્રુતપૂર્વ વચન છે, તારા પિતા મારા પિતાનો દેવાદાર છે. જે ઉપન્યાસોપનયમાં પ્રશ્નનો ઉત્તરરૂપે હેતુ કહેવાય છે તે હેતુ. - - કોઈ વડે પ્રશ્ન પૂછાયો - તું ચવ કેમ ખરીદે છે ? તે કહે છે મફત મળતા નથી માટે. • x - આ પણ યુક્તિમાન છે, અને જણાવનાર હોવાથી જ્ઞાતરૂપે કહેલ છે અથવા યથારૂઢ જ્ઞાત જ છે, તે કહે છે તું કેમ દીક્ષા ક્રિયા કરે છે ? સાધુ કહે છે કે - દીક્ષા સિવાય મોક્ષ થાય નહીં માટે ક્રિયા કરે છે. • • જેમ મફત નથી મળતા માટે તું યવ ખરીદે છે, તેમ પ્રવજ્યા વિના મોક્ષલાભ ન થવાથી સંયમ ક્રિયા કરું છું. અહીં મફત ખરીદવામાં યવના લાભરૂપ હેતુને દષ્ટાંતરૂપે આપેલ હોવાથી હેતુ ઉપન્યાસોપનય જ્ઞાતતા છે. અહીં

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112